________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨
છેતરીને એક તાપસના આશ્રમમાં જઈ ત્યાં એક હાથી(ન૨)ને જન્મ આપ્યો. તેને તાપસકુમારોએ ઉછેરી મોટો કર્યો. તે કુમારોની સંગતિથી તે હાથી (બાળક) પણ પોતાની સૂંઢમાં પાણી લઈને વૃક્ષોને સીંચતો હતો; તેથી તેનું નામ તાપસોએ સેચનક પાડ્યું હતું.
૯૨
એકદા તે સેચનક હાથી ફરતો હતો, તેવામાં તેણે પેલો હાથણીઓના યૂથનો સ્વામી હાથી કે જે પોતાનો પિતા થતો હતો તેને જોયો. તેની સાથે યુદ્ધ કરતાં તે સેચનકે તેને મારી નાંખ્યો, અને પોતે યૂથનો સ્વામી થયો. પછી તેણે પોતાની માતાનો પ્રપંચ જાણીને નવો હાથી ઉત્પન્ન ન થવા દેવા માટે તે તાપસોનો આશ્રમ ભાંગી નાંખ્યો; તેથી ખેદ પામેલા તાપસોએ તેનું વેર લેવા માટે શ્રેણિક રાજા પાસે જઈને તે સેચનકની પ્રશંસા કરી કે—“હે રાજન્!
चत्वारिंशत्समधिकचतुःशतसुलक्षणः ।
स द्वीपो भद्रजातीयः सप्तांगं सुप्रतिष्ठितः ॥१॥
ભાવાર્થ—ચારસો ને ચાળીશ શુભ લક્ષણોથી યુક્ત અને સાતે અંગોમાં સુપ્રતિષ્ઠિત એવો એક ભદ્ર જાતિનો હાથી અરણ્યમાં ફરે છે.
તે હાથી આપના રાજ્યમાં શોભે તેવો છે.'' તે સાંભળીને શ્રેણિક રાજાએ માણસો મોકલી કેટલાક ઉપાયોવડે તેને પકડાવ્યો. પછી તે સેચનકને અનુક્રમે પટ્ટહાથી બનાવ્યો. તેથી રાજ્યને યોગ્ય એવા આહાર વસ્ત્રો વગેરેથી પોષણ કરાતો તે સુખી થયો. એક દિવસે પેલા તાપસો નગરીમાં આવ્યા ત્યારે તેઓએ સેચનકની પાસે જઈને કહ્યું કે,‘‘અમારા આશ્રમને ભાંગી નાખવાનું આ ફળ તને મળ્યું છે.’’તે વચનથી મર્મસ્થાનમાં વીંઘાયેલો તે હાથી આલાનસ્તંભ ઉખેડી નાંખી વનમાં જઈ ફરીથી તે તાપસોનો આશ્રમ ભાંગી નાંખી અત્યંત તોફાન કરવા લાગ્યો. રાજાએ ઘણો પ્રયાસ કર્યો, પણ કોઈ તે હાથીને પકડી શક્યું નહીં; તેથી રાજાએ નગરમાં પટહ વગડાવ્યો કે ‘આ દુર્દમ હાથીને કોઈ પણ શક્તિમાન હોય તે પકડો.’’ તે સાંભળીને રાજાની આજ્ઞા લઈ નંદિષણકુમારે તેને,‘ઞપ્પા ઘેવ રમિયવ્વો—આત્માનું જ દમન કરવું જોઈએ’’ ઇત્યાદિ વાક્યોથી જાગ્રત કર્યો. તે કુમારને જોઈને સેચનકે વિચાર્યું કે,‘‘આ કુમાર મારો કોઈ વખતનો સંબંધી લાગે છે.’’ એમ તર્ક-વિતર્ક કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું, એટલે તે તરત જ શાંત થઈ નંદિષણની પાસે આવીને ઊભો રહ્યો. તેણે તેને આલાનસ્તંભે લઈ જઈને બાંધ્યો. આ હકીકત જોઈ શ્રેણિકાદિ વિસ્મય પામ્યા.
અન્યદા શ્રી મહાવીરસ્વામી વૈભારગિરિપર સમવસર્યાં. તેમને વંદન કરવા માટે શ્રેણિકરાજા, અભયકુમાર, નંદિષણ વગેરે ગયા. પ્રભુના મુખથી દેશનાનું શ્રવણ કરી પ્રાંતે રાજાએ પ્રભુને પૂછ્યું કે“હે સ્વામી! સેચનક હાથી નંદિષણકુમારથી કેમ શાંત થયો?’” ત્યારે પ્રભુએ નંદિષણના સુપાત્રદાનનો તથા હાથીના જીવે કરાવેલા લક્ષ બ્રાહ્મણના ભોજનનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ફરીથી રાજાએ તેમની ભવિષ્યની ગતિ પૂછી,ત્યારે ભગવાન બોલ્યા કે,“હે રાજા, ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યનું સુપાત્રે દાન કરવાથી નંદિષણકુમાર અનેક દિવ્ય ભોગ ભોગવી ચારિત્ર ગ્રહણ કરી સ્વર્ગમાં જઈને અનુક્રમે મોક્ષપદ પામશે. અને આ હાથીનો જીવ પૂર્વે પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દાન કરવાથી થોડા ભોગ પામ્યો છે; પરંતુ હવે તે મરીને પહેલી નરકમાં જશે.” તે સાંભળીને નંદિષણકુમારે પ્રતિબોઘ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org