________________
વ્યાખ્યાન ૪૭]
સમકિતની છ યતનામાંથી બાકીની ચાર યતના
વ્યાખ્યાન ૪૭
સમકિતની છ યતનામાંથી બાકીની ચાર યતના मिथ्यात्वलिप्तचित्तानां, संलापालापवर्जनम् ।
સવૃદ્ધા વહુવારું વા, ન યચ્છેદ્દશનાવિન્ શા
ભાવાર્થ‘મિથ્યાત્વે કરીને લિક્ષ છે ચિત્ત જેનાં એવા ચરકાદિક તાપસોને ‘તમે કુશળ છો?’’ એમ સ્નેહપૂર્વક વારંવાર પૂછવું તે સંલાપ અને એક વાર પૂછવું તે આલાપ તે બન્નેનું વર્જવું તે ત્રીજી તથા ચોથી યતના જાણવી, તેમજ તે મિથ્યાત્વીઓને એક વાર અથવા વારંવાર અશનાદિક આપવું નહીં, તે પાંચમી તથા છઠ્ઠી યતના જાણવી.’’
૧૬૧
वा
ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રી ભગવાને સમકિત ગ્રહણ કરનારને આ પ્રમાણે વર્તવા કહ્યું છે કે,નો મે कप्पइ अज्ज प्पभिई अन्नउत्थिअ वा अन्नउत्थियदेवयाणि अन्नउत्थियपरिग्गहियाणि अरिहंतदेवयाणि वा वंदित्तओ वा नमंसित्तओ वा पुव्वि अणालित्तेणं आलवित्त वा संलवित्त वा तेसिं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा અનુયારું વા ત્યર્થ:” અર્થ-આજથી આરંભીને મારે અન્યતીર્થિકને, અન્યતીર્થિકોના હરિહરાદિક દેવોને તથા અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલાં અરિહંતના બિંબોને વાંદવા ન કલ્પ, નમન કરવું ન કહ્યું, પૂર્વે નહીં બોલાવેલા એવા તે મિથ્યાત્વીઓની સાથે મારે આલાપ કે સંલાપ કરવો ન કલ્પ, તથા તેઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે એકવાર આપવું કે વારંવાર આપવું ન કલ્પે. આ પ્રસંગ ઉપર સદ્દાલપુત્ર શ્રાવકનું દૃષ્ટાંત છે, તે ઉપાસકદશાંગ સૂત્રમાંથી અહીં લખ્યું છે. સદ્દાલપુત્રની કથા
પોલ્લાસપુર નામના નગરમાં મંખલીપુત્ર (ગોશાળા)ના મતને માનનારો સદ્દાલપુત્ર નામનો શ્રાવક રહેતો હતો. તે પાંચસો કુંભારની દુકાનોનો સ્વામી હતો. તેની પાસે ત્રણ કરોડ સોનામહોરો હતી અને દશહજાર ગાયોનો પોષક હતો. તેને અગ્નિમિત્રા નામની પત્ની હતી. એકદા તે શ્રેષ્ઠીની પાસે આવી આકાશમાં અદૃશ્ય રહીને એક દેવે કહ્યું કે,“હે શ્રેષ્ઠી! કાલે આ નગરમાં મહામાહન અરિહંત સર્વજ્ઞ પથારશે, તેની તારે કલ્યાણકારક અને મંગળકારક દેવસ્વરૂપ જ છે એમ ધારી સેવા કરવી.’’ એમ કહીને તે દેવ ગયો ત્યારે તેણે વિચાર કર્યો કે,“ખરેખર મારો ધર્મગુરુ ગોશાળો જ મહામાહન અને સર્વજ્ઞ છે, તેથી તે જ કાલે પઘારશે. હું તેની અશનાદિકવડે સેવા કરીશ.’’
ભાગ ૧-૧૧ Jain Education International
પછી બીજે દિવસે પ્રાતઃકાળે ગોશાળાને બદલે શ્રી મહાવીર સ્વામીનું આગમન સાંભળીને તે ઘણો હર્ષિત થયો અને મહોત્સવપૂર્વક તેમને વાંદવા ગયો. દૂરથી જ અષ્ટ પ્રાતિહાર્યાદિકની શોભા જોઈને,‘અહો! આ પ્રભુની શક્તિ અચિંત્ય જણાય છે’’ એમ વિચારીને પ્રભુ પાસે જઈ તેમને વંદના કરીને બેઠો. પ્રભુએ દેશના દીધી તે સાંભળી. પછી પ્રભુએ પૂછ્યું કે,‘હે સદ્દાલપુત્ર! કાલે તને દેવતાએ જે કહ્યું હતું તે સાંભરે છે?” ત્યારે “હા” કહીને તેણે વિનંતિ કરી કે—“હે પ્રભુ! મારી કુંભારની દુકાને આપ પધારો, જેથી હું આપની સેવા કરું.’’ પ્રભુ પણ ત્યાં પધાર્યા.
એકદા માટીનાં વાસણોને તડકામાં મૂકેલાં જોઈને જિનેશ્વરે તેને પૂછ્યું કે,“હે શ્રેષ્ઠી! કયા
For Private & Personal Use Only
www.jainelibrary.org