________________
૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ ઉપાયથી આ વાસણો બનાવ્યા?” તે બોલ્યો, “હે સ્વામી! માટીનો પિંડ કરી ચક્રપર મૂકીને આ વાસણો તૈયાર કરેલાં છે.” પ્રભુએ પૂછ્યું, “હે ભદ્ર! આ વાસણો તું ઉદ્યમથી તૈયાર કરે છે કે ઉદ્યમ વિના?” આ પ્રમાણે ભગવાને પ્રશ્ન કર્યો. ત્યારે ગોશાળાના મતમાં રહેલો તે નિયતિવાદી હોવાથી “ઉદ્યોગ વડે બને છે' એવો ઉત્તર આપે તો પોતાના મતની ક્ષતિ થાય અને બીજા મતનું પ્રતિપાદન થાય તેથી તેણે “ઉદ્યમ વિના થાય છે” એવો જવાબ આપ્યો. પ્રભુએ ફરી પ્રશ્ન કર્યો કે, “હે સદાલપુત્ર! કદાચ કોઈ માણસ આ તારાં વાસણો ચોરીને લઈ જાય, અથવા ભાંગી નાંખે, અથવા તારી સ્ત્રી સાથે ભોગવિલાસ કરે, તો તેને તું શું દંડ કરે?” તેણે જવાબ આપ્યો કે “હે ભગવાન! તે માણસના પ્રાણ હું અકાળે જ નાશ પમાડું, તેને અત્યંત તર્જના કરું.” ત્યારે સ્વામી બોલ્યા કે, “આ પ્રમાણે તું ઉદ્યમની પરતંત્રતાથી જ સર્વ કાર્ય કરતાં છતાં “ઉદ્યમ વિના જ થાય છે' એમ જે બોલે છે તે મિથ્યા છે. એકાંતપણે માનેલું સર્વ અસત્ય છે અને સ્યાદ્વાદપણે જે માનવામાં આવે તે જ સત્ય છે.” ઇત્યાદિ ભગવાનની યુક્તિથી પ્રતિબોઘ પામેલા તે શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રી સહિત જિનેશ્વરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ શ્રાદ્ધઘર્મ અંગીકાર કર્યો. પછી શ્રી જિનેશ્વરે અન્યત્ર વિહાર કર્યો.
અન્યદા સાલપુત્રે ભગવંતન ઘર્મ સ્વીકાર્યાની વાત સાંભળી ગોશાળો તેને ઘેર આવ્યો. તેને જોઈ સદ્દાલપુત્ર મૌન ઘારીને બેસી જ રહ્યો, ઊભા થઈને આવકાર પણ આપ્યો નહીં. તે વખતે લm વડે મેખલીપુત્રે ભગવાનના ગુણનું આ પ્રમાણે વર્ણન કર્યું, કે-“હે દેવાનુપ્રિય! અહીં મહાસાહન પધાર્યા હતા?” તે સાંભળી સદાલપુત્રે પૂછ્યું-“તમે કોને મહામાહન કહો છો?” ગોશાળાએ જવાબ આપ્યો કે-“હે સદાલપુત્ર! સૂક્ષ્મ અને બાદર બન્ને પ્રકારના જીવોની હિંસાથી વિરમેલા હોવાથી શ્રી મહાવીર જ મહાસાહન છે. હે શ્રમણોપાસક! અહીં તે મહાગોપ, મહા સાર્થવાહ, મહા ઘર્મકથક અને મહા નિર્ધામક આવ્યા હતા?” તે સાંભળીને શ્રેષ્ઠીએ પૂછ્યું-“તમે આ કોનું વર્ણન કર્યું?” ગોશાળાએ જવાબ આપ્યો કે, “મેં આ સર્વ વર્ણન ત્રિશલાના પુત્ર શ્રી મહાવીરસ્વામીનું કર્યું છે.” તે સાંભળીને હર્ષિત થયેલા શ્રેષ્ઠીએ બહુમાનપૂર્વક ગોશાળાને કહ્યું કે-“તે મારા ગુરુ સાથે તમે વાદ કરી શકશો?” ગોશાળે જવાબ દીધો-“હે ભદ્ર! હું તેમની સાથે વાદ કરવા સમર્થ નથી. કેમકે તારા તે ઘર્મગુરુ તો મને એક જ વચનમાં જીતી લે તેવા છે.” તે સાંભળી સદ્દાલપુત્રે કહ્યું કે-“તમે તે સર્વજ્ઞનું યથાર્થ વર્ણન કર્યું છે તેથી હું તમને સત્કારપૂર્વક અશન, વસ્ત્ર વગેરે આપું છું, પરંતુ ઘર્મબુદ્ધિથી આપતો નથી.” આ પ્રમાણે અનેક યુક્તિયુક્ત વાક્યોથી તેને પ્રભુના ઘર્મમાં દ્રઢ જાણીને ગોશાળે વિલક્ષ થઈ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
એકદા એકનિષ્ઠાવાળો સદ્દાલપુત્ર શ્રાદ્ધઘર્મ પામ્યા પછી પંદર વર્ષે પૌષધ લઈને પૌષધશાલામાં રહ્યો હતો, તે વખતે રાત્રીએ હાથમાં તીક્ષ્ણ ખ ઘારણ કરીને કોઈ દેવ પિશાચનું રૂપ લઈ ત્યાં આવી ઉપસર્ગ કરવા લાગ્યો. તેના ઘરમાંથી એક એક પુત્રને લાવીને શસ્ત્રવડે તેને કાપી તેના રુધિરવડે પૌષઘમાં બેઠેલા તે શ્રેષ્ઠીના શરીરપર સિંચન કરવા લાગ્યો. તોપણ શ્રેષ્ઠીને તેના પર જરા પણ ક્રોઘ આવ્યો નહીં તેમ તે ભય પણ પામ્યો નહીં. તે જોઈ પિશાચે તેને કહ્યું કે,–“હે મૃત્યુની પ્રાર્થના કરનાર! હજુ પણ જો તું ઘર્મનો ત્યાગ નહીં કરીશ તો હું તારી સમક્ષ તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org