________________
વ્યાખ્યાન ૪૮] સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ
૧૬૩ સ્ત્રીનો પણ ઘાત કરીશ.” આ પ્રમાણે વારંવાર કહેલા તેના વાક્યો સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે–“ખરેખર આ કોઈ અનાર્ય (પાપી) જણાય છે, માટે તેને હું પકડી લઉં.” એમ વિચારી મોટો પોકાર કરી તિરસ્કારપૂર્વક તેને પકડવા જાય છે તેવામાં તે દેવ અદ્રશ્ય થઈ ગયો. તે વખતે પોતાના પતિના મુખથી પોકાર સાંભળીને તેની સ્ત્રી તરત જ પૌષધશાળામાં આવી, અને પતિને પોકાર કરવાનું કારણ પૂછ્યું. એટલે તેણે યથાર્થ વૃત્તાંત કહ્યું. તે જાણીને તે બોલી કે- “હે સ્વામી! તમારા પુત્ર વગેરે સર્વ કુટુંબને કોઈએ હણ્યા નથી, તે સર્વે આપણા ઘરમાં સૂતેલા છે. માટે કોઈ દેવતાનો કરેલો આ ઉપસર્ગ છે એમ જણાય છે, પરંતુ તમે વ્રતનો ભંગ કર્યો તે યોગ્ય ન કર્યું માટે તે પાપની આલોયણા કરો.” તે સાંભળીને શ્રેષ્ઠીએ લાગેલા દોષની આલોયણા પ્રતિક્રમણા કરી. અનુક્રમે શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરી તે સૌઘર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. (આ કથા ઉપાસક દશાંગમાંથી લખી છે.)
શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોઘ પામ્યું છે, જેણે ગોશાળાના પક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યકત્વની યાતનાઓ ઘારણ કરવામાં પ્રવીણ છે, તેવો સદાલપુત્ર શ્રાવક સ્વર્ગે ગયો.”
વ્યાખ્યાન ૪૮ સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ હવે સમકિતના છ આગાર વિષે કહે છે –
आगाराः षड्विधाः प्रोक्ता, अपवादे जिनादिभिः ।
राजगुरुवृत्तिकान्तार - गणदेवबलैर्युताः॥१॥ ભાવાર્થ-“શ્રી જિનેશ્વરોએ અપવાદ માર્ગ છ પ્રકારના આગાર કહેલા છે. રાજાની આજ્ઞાથી, ગુરુજનની આજ્ઞાથી, આજીવિકાને માટે, સમુદાયના કહેવાથી, દેવના બળાત્કારથી અને કોઈ બળવાનના બળાત્કારથી એ પ્રમાણે છ આગાર છે.”
સમકિતને વિષે આ આગારો અપવાદ માર્ગે જ આપેલા છે, પણ ઉત્સર્ગ માર્ગે આપેલા નથી. કહ્યું છે કે
उस्सग्गसुअं किंचि, किंचि अ अववायं भवे सुत्तं ।
तदुभयसुत्तं किंचि, सुत्तस्स भंगा मुणेयव्वा ॥१॥ ભાવાર્થ-“કોઈક સૂત્ર ઉત્સર્ગનું હોય છે, કોઈક સૂત્ર અપવાદનું હોય છે, અને કોઈક સૂત્ર ઉત્સર્ગ તથા અપવાદ એ બન્નેને લાગુ પડે છે. એ પ્રમાણે સૂત્રના ત્રણ ભંગ સમજવા. માટે ગુણનો વિભાગ જોઈને બન્ને પક્ષની સેવા કરવી. (બન્ને પક્ષો ગ્રહણ કરવા.) કહ્યું છે કે
तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि ।
आयं वयं तुलिजा, लाहाकंखिव्व वाणियओ ॥१॥ ભાવાર્થ-“તેથી કરીને જિન પ્રવચનને વિષે કોઈ પણ કાર્યની સર્વથા આજ્ઞા કે સર્વથા નિષેઘ કહેલ નથી. પરંતુ લાભની આકાંક્ષા (ઇચ્છા) રાખનારા વણિકની જેમ આય ને વ્યયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org