________________
૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સંભ ૩ બોલ્યો કે–“હે શ્રાવિકા! રોગી સાધુઓને માટે ઔષઘમાં લક્ષપાક તેલનો ખપ છે માટે તે આપો.” તે સાંભળીને હર્ષ પામેલી સુલસા ઘરમાં જઈ લક્ષપાક તેલનો સીસો લાવીને તેને વહોરાવવા જાય છે, તેટલામાં તે દેવે દૈવી શક્તિથી તેના હાથમાં રહેલો સીસો પૃથ્વી પર પાડી ફોડી નાંખ્યો. એટલે સુલસા ફરીથી સીસો લાવી, તે પણ દેવે ફોડી નાંખ્યો. એ પ્રમાણે તેણે સાત સીસા આપ્યા. તે સાતે તે દેવે ફોડી નાંખ્યા, તોપણ તેનો ભાવ બિલકુલ ખંડિત થયો નહીં. તે જોઈને પ્રસન્ન થયેલો તે દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે, “હે ભદ્ર! હું હરિનૈગમેથી દેવ તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તારો દ્રઢ ભાવ જોઈને હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું મારી પાસે કાંઈક વરદાન માગ.” ત્યારે સુલસા બોલી કે, “હે દેવ! જો તમે પ્રસન્ન થયા હો તો મારે પુત્ર નથી તે આપો.” તે સાંભળીને તે દેવે હર્ષથી બત્રીશ ગુટિકા (ગોળીઓ) આપી અને કહ્યું કે, “આમાંથી એક એક ગોળી ખાવી; એટલે તેથી એકેક પુત્ર થશે.” એમ કહીને ફોડેલા સીસા પાછા હતા તેવા કરીને તે દેવ સ્વર્ગે ગયો.
પછી સુલસા ઋતુસ્નાતા થઈ ત્યારે તેણે વિચાર કર્યો કે, “આ ગુટિકા એક એક ખાવાથી બત્રીશ વખત ગર્ભનાં તથા પ્રસૂતિનાં દુઃખને સહન કરવો પડશે, માટે એક સાથે જ બત્રીશે ગુટિકા ખાઈ જાઉ તો બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” એમ ઘારીને સર્વ ગુટિકાઓ ખાઈ ગઈ. તેથી તેને એક સાથે બત્રીશ ગર્ભ રહ્યા. તે ગર્ભોના અત્યંત ભારને લીધે સુલસાને બહુ વ્યથા થવા લાગી; એટલે તેણે કાયોત્સર્ગ કરીને તે દેવનું સ્મરણ કર્યું. તરત જ તે દેવ પ્રસન્ન થઈ તેની વ્યથા દૂર કરીને બોલ્યો કે–“હે સુલતા! તેં આ અઘટિત કાર્ય કર્યું છે, કેમકે બત્રીશ ગોળી એક સાથે ખાવાથી તને એક સાથે બત્રીશ પુત્રો થશે, અને તેઓનું આયુષ્ય સરખું હોવાથી તે સર્વે સમકાળે જ મૃત્યુ પામશે; પરંતુ ભવિતવ્યતા દુર્તવ્ય છે, કહ્યું છે કે
गुणाभिरामो यदि रामभद्रो, राज्यैकयोग्योऽपि वनं जगाम ।
विद्याधरश्रीदशकन्धरश्च, प्रभूतदारोऽपि जहार सीताम् ॥१॥ ભાવાર્થ-અનેક ગુણોથી સુંદર અને રાજ્યને જ યોગ્ય એવા રામચંદ્રને પણ વનમાં જવું પડ્યું; તથા વિદ્યાઘર એવા દશકંઘર (રાવણ)ને ઘણી સુંદર સ્ત્રીઓ હતી છતાં તેણે સીતાનું હરણ કર્યું. (આ સર્વ ભવિતવ્યતાને લીધે જ થયું.)”
આ પ્રમાણે કહીને તે દેવ સ્વર્ગે ગયો. સુલતાએ ગર્ભસ્થિતિ પૂર્ણ થયે બત્રીશ પુત્રો એક સાથે પ્રસવ્યા. નાગસારથિએ તે પુત્રોનો જન્મોત્સવ કર્યો. અનુક્રમે તે પુત્રો યુવાવસ્થાને પામ્યા; ત્યારે તેને બત્રીશ બત્રીશ કન્યાઓ પરણાવી. તે સર્વે શ્રેણિક રાજાના અંગરક્ષક સેવકો થયા.
એકદા કોઈ એક તાપસી ચેટક રાજાની સુચેષ્ઠા નામની પુત્રીનું ચિત્ર લઈને શ્રેણિક રાજાની સભામાં આવી. રાજાને તે ચિત્ર જોઈને તેને પરણવાની ઇચ્છા થઈ. તેથી રાજાએ તે વિષે અભયકુમારને આજ્ઞા કરી; એટલે અભયકુમારે ગાંઘીના વેષે ચેડા રાજાની વિશાળા નગરીમાં જઈ .રાજાના અન્તઃપુરની પાસે દુકાન માંડી. પછી જ્યારે સુજ્યેષ્ઠાની દાસી તેની દુકાને કાંઈ વસ્તુ લેવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરે. તે જોઈને એકદા દાસીએ તેને પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે?” ત્યારે તેણે “શ્રેણિક રાજાનું છે” એમ કહ્યું, તે સાંભળીને દાસીએ અભયકુમાર પાસેથી તે ચિત્ર માગી લઈને સુષ્ઠાને બતાવ્યું. તે જોઈને સુયેષ્ઠા અત્યંત કામાતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org