________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૨ તે પુત્રે કાંકરાથી કેટલાક બાળકોને અને બીજા માણસોને હણ્યા. તે જાણી વલ્લભીપુરના રાજાએ તેની તર્જના કરી; તેથી તે રાજાને પણ મારીને પોતે શિલાદિત્ય નામે રાજા થયો. અનુક્રમે તે જૈનઘમ થયો, અને તેણે શત્રુંજયગિરિ ઉપર ઉદ્ધાર કર્યો.
તે શિલાદિત્યે પોતાની બહેનને ભૃગુકચ્છના રાજા સાથે પરણાવી, તેને મલ્લ નામે પુત્ર થયો.
એકદા વલ્લભીપુરમાં દેશયાગની પ્રતિજ્ઞાપૂર્વક રાજાની સમક્ષ વાદ થતાં દૈવયોગે બૌદ્ધોએ જૈનોનો પરાભવ કર્યો. તેથી જૈનમુનિઓ પરદેશમાં ગયા, અને રાજા બૌદ્ધઘર્મી થયો. તે રાજાની બહેને પોતાના પતિના મરણથી વૈરાગ્ય પામીને પોતાના મલ્લ પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. તે મલ્લમુનિએ મહા પ્રયાસે નયચક્ર ગ્રંથ પામીને બૌદ્ધોનો પરાજય કર્યો. તેથી તેઓને દેશપાર કરી જૈનો પાછા દેશમાં આવ્યા, અને શિલાદિત્ય રાજાને પણ પાછો જૈનધર્મમાં દ્રઢ કર્યો.
“હે ભવ્ય પ્રાણીઓ! જિનશાસનના પ્રભાવની ઉન્નતિ કરવારૂપ પવિત્રતા કરનારું મલ્લવાદીનું ચરિત્ર સાંભળીને કાવ્યાદિકની વિચિત્ર લબ્ધિ વડે જિનશાસનની ઉન્નતિ કરવા તત્પર થાઓ.”
વ્યાખ્યાન ૨૮
વાદથી શાસનોન્નતિ तर्ककर्कशवाक्येन, बुद्धिशालिमहात्मना ।
जेतव्या वादिनः सद्यः शासनोन्नतिहेतवे ॥१॥ ભાવાર્થ-બુદ્ધિશાળી મહાત્માએ શાસનની ઉન્નતિને માટે તર્ક (ન્યાય) શાસ્ત્રના કર્કશ (દુજ્ઞેય) વાક્યો વડે તત્કાળ વાદીનો પરાજય કરવો” આ શ્લોકનો ભાવાર્થ નીચેના દ્રષ્ટાંતવડે જાણવો.
- વાદી દેવસૂરિની કથા શ્રી પાટણમાં સિદ્ધરાજ રાજ્ય કરતો હતો. તે વખતે તેની સભામાં કુમુદચંદ્ર નામે દિગંબર આચાર્ય આવ્યા. રાજાએ પોતાના માતામહના (માતાના પિતાના) ગુરુ હોવાથી સત્કારપૂર્વક રહેવા માટે મકાન આપ્યું. પછી વાદ કરવા માટે રાજાએ હેમચંદ્ર સૂરિને પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે, “વાદીની વિદ્યાને તોડનાર અને વાદીરૂપ હાથીમાં સિંહ સમાન શ્રી દેવસૂરિને બોલાવો.” તે સાંભળીને રાજાએ પોતાના સેવકો મોકલી શ્રી દેવસૂરિને તેડાવ્યા. રાજાના આગ્રહથી સૂરિએ સરસ્વતીની આરાધના કરી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “વાદીવૈતાલ શાંતિસૂરિએ કરેલી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં દિગંબરના મતખંડનને પ્રસંગે બતાવેલા ચોરાશી વિકલ્પોનો વિસ્તાર કરવાથી દિગંબરાચાર્યનું મુખ બંઘ થશે.” એમ કહીને દેવી અદ્રશ્ય થઈ. પછી સૂરિએ તે દિગંબરાચાર્યની કયા શાસ્ત્રમાં કુશળતા છે તે જાણવા રત્નપ્રભાવ નામના પોતાના મુખ્ય શિષ્યને તેની પાસે ગુપ્ત રીતે મોકલ્યો. તે રાત્રિને સમયે ગુપ્ત વેષે દેવની જેમ ત્યાં ગયો. તેને કુમુદચંદ્ર પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું દેવ છું.” કુમુદચંદ્રે પૂછ્યું, “દેવ કોણ?” તેણે કહ્યું, “હું.” કુમુદચંદ્ર પૂછ્યું, “હું કોણ?” તેણે કહ્યું, “તું શ્વાન.” કુમુદચંદ્રે પૂછ્યું, “શ્વાન કોણ?” તેણે કહ્યું કે, “તું.”કુમુદચંદ્ર પૂછ્યું, “તું કોણ?” તેણે કહ્યું, “હું દેવ.” એવી રીતે ચક્રભ્રમણ વાદ વડે પોતાને
૧ આવું તેમને બિરુદ મળેલું હતું. ૨ વરૂં? મર્દ કેવા કેવઃ ? સદં મદં વા? વં થા | Wા વ: ? ત્વ / નં :? અહં તેવ: | આ પ્રમાણે ચક્રભ્રમણવાદ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org