________________
વ્યાખ્યાન ૨૮] વાદથી શાસનોન્નતિ
૯૭ દેવ અને તેને સ્થાન સ્થાપિત કરીને તે શિષ્ય પોતાને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ચક્રદોષ પ્રગટ કરવાથી ખેદ પામેલા દિગંબરાચાર્યે શ્વેતાંબરના કોઈ સાઘુ આવી મારી નિંદા કરી ગયા, એમ જાણી દેવસૂરિપર એક શ્લોક લખી મોકલ્યો કે
हंहो श्वेतपराः किमेष विकटाटोपोक्तिसंटंकितैः संसारावटकोटरेऽतिविकटे मुग्धो जनः पात्यते । तत्त्वातत्त्वविचारणासु यदि वा हेवाकलेशस्तदा
सत्यं कौमुदचन्द्रमंघ्रियुगलं रात्रिन्दिवं . ध्यायत ॥१॥ ભાવાર્થ-“અરે શ્વેતાંબરો! ખોટા આડંબરવાળાં વાક્યોના પ્રપંચે કરીને તમે આ મુગ્ધ લોકોને અતિ વિકટ એવા સંસારરૂપી અંઘકૂપના કોટરમાં કેમ નાંખો છો? જો કદાચ તમારી તત્ત્વ અને અતત્ત્વના વિચારમાં લેશ પણ ઇચ્છા થતી હોય તો તમે સાચેસાચું રાત્રિદિવસ કુમુદચંદ્રના ચરણયુગ્મનું ધ્યાન ઘરો.”
દિગંબરાચાર્યે મોકલેલો આ શ્લોક જોઈને બુદ્ધિના વૈભવથી ચાણાક્યને પણ નહીં ગણનારાતેનાથી પણ વધે તેવા દેવસૂરિના શિષ્ય માણિક્ય મુનિ નામના પંડિતે નીચેનો શ્લોક બનાવ્યો
कः कंठीरवकंठकेसरसटाभारं स्पृशत्यंघ्रिणा कः कुन्तेन शितेन नेत्रकुहरे कण्डूयनं कांक्षति । कः सन्नह्यति पन्नगेश्वरशिरोरत्नावतंसश्रिये
यः श्वेतांबरशासनस्य कुरुते वन्धस्य निन्दामिमाम् ॥१॥ ભાવાર્થ-“એવો કયો પુરુષ છે કે જે સિંહના કંઠની કેશવાળીના સમૂહને પગવડે સ્પર્શ કરે? એવો કયો પુરુષ છે કે જે તીક્ષ્ણ ભાલા વડે નેત્રના ગોલકની ખરજ મટાડવા ઇચ્છે? અને એવો કયો પુરુષ છે કે જે શેષનાગના મસ્તકનો મણિ લઈ અલંકાર કરવા તૈયાર થાય? એવો પુરુષ તે જ છે કે જે શ્વેતાંબરના પૂજ્ય શાસનની આવી નિંદા કરે.” પછી રત્નાકર નામના સાઘુએ પણ એક શ્લોક લખ્યો
नर्निरुद्धा युवतीजनस्य, यन्मुक्तिरत्नं प्रकटं हि तत्त्वम् ।
તતિં વૃથા વેશતનો, તવામિનાવોચમર્થનમ્ ોરણા ભાવાર્થ-“અહો! નગ્ન લોકોએ સ્ત્રીઓનું મુક્તિરૂપી રત્ન બંઘ કર્યું તે જ તેમણે પોતાનું તત્ત્વ પ્રગટ કર્યું છે, તો હવે શા માટે કઠિન એવા તર્કશાસ્ત્રની ક્રીડામાં તું ફોગટ અભિલાષા કરે છે? તેવી તારી અભિલાષા તારા અનર્થનું જ મૂળ છે એમ સમજ.”
આ બન્ને શ્લોક તેઓએ ઉપહાસપૂર્વક દિગંબરાચાર્ય પાસે મોકલ્યા.
રાજાની રાણી દિગંબરના પક્ષમાં હતી, તેથી તેણે સભ્યજનોને આગ્રહપૂર્વક દિગંબરનો જય થાય તેમ કરવાનું કહી રાખ્યું હતું. પછી કુમુદચંદ્ર પોતાના વાદનો વિષય લખીને આ પ્રમાણે મોકલ્યો
केवलि हुओ न भुंजइ, चीवरसहिअस्स नत्थि निव्वाणं । इत्थी हुवा न सिज्झई, इयमयं कुमुदचंदस्स ॥१॥
[ભાગ ૧-૭) Jain Education
For Private & Personal Use Only
www.jainelibrary.org