________________
૯૫
વ્યાખ્યાન ૨૭] સમકિતનો ત્રીજો પ્રભાવક–વાદી પ્રભાવક તેઓએ તેને ઘણો ઉપાલંભ આપ્યો. પછી મલમુનિએ તે ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુઘી છયે વિકૃતિનું પ્રત્યાખ્યાન કર્યું, અને કેવળ વાલવડે પારણું કરીને છઠ્ઠ તપ કરવા લાગ્યા. ચાતુર્માસના પારણાને દિવસે સંઘે અત્યંત આગ્રહ કરીને તેમને વિકૃતિ ગ્રહણ કરાવી. પછી શ્રીસંઘે આરાધેલી મૃતદેવીએ મલ્હસાધુની પરીક્ષા કરવા માટે રાત્રિએ આવીને તેમને કહ્યું કે “ઋમિM:?—” “કઈ ચીજ સ્વાદિષ્ટ છે?” મુનિએ જવાબ આપ્યો કે–“વા:–વાલ” - ત્યાર પછી છ માસે ફરીથી શાસનદેવીએ પૂછ્યું કે, “ન?'”—“કોની સાથે?” ત્યારે મુનિએ કહ્યું કે-“ગુદધૃતેન” “ગોળ અને ઘીની સાથે.” આવો પ્રત્યુત્તર સાંભળીને તેની ઘારણા શક્તિથી તુષ્ટમાન થયેલી દેવીએ “વરદાન માગ” એમ કહ્યું. ત્યારે તેણે “નયચક્ર પુસ્તક આપો' એ વરદાન માગ્યું. એટલે દેવીએ તેને તે પુસ્તક આપ્યું. તેથી તે મલ્લમુનિ અધિક શોભા પામ્યા. ત્યાર પછી કેટલેક કાળે ગુરુ મહારાજ વિહારના ક્રમે પાછા ત્યાં પઘાર્યા અને મલ્લ મુનિને સૂરિપદે સ્થાપન કર્યા. શ્રી મલ્લસૂરિએ ચોવીશ હજાર શ્લોકપ્રમાણ પદ્મચરિત્ર રચ્યું.
એકદા વૃદ્ધ સાધુઓ પાસેથી શ્રી મલસૂરિને ભૃગુકચ્છમાં પોતાના ગુરુના પરાજયની વાત સાંભળવા મળી અને તેઓ પોતાના શિષ્યો સાથે ભૃગુકચ્છ આવ્યા. ત્યાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધ સાધુ બુદ્ધાનંદ સાથે તેમને વાદ થયો. તેમાં મલ્લાચાર્યે નયચક્રના અભિપ્રાયને અનુસારે છે માસ સુધી અવિચ્છિન્ન વાગ્ધારાએ પૂર્વ પક્ષ કર્યો. તે પૂર્વ પક્ષને ઘારણ કરવામાં અશક્ત એવો બુદ્ધાનંદ પોતાના મકાને નાસી ગયો, અને વાદીના પૂર્વપક્ષને સંભારી સંભારીને ખડીવડે લખવા માંડ્યો, પણ વિસ્મરણ થવાથી લખી શકાયું નહીં; તેથી અત્યંત ખેદ પામતાં તે બુદ્ધાનંદનું હૃદય ફાટી ગયું, અને તત્કાલ તે મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે શાસનદેવીએ તે વૃત્તાંત મલ્લસૂરિને જણાવી તેના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મલ્લસૂરિને “વાદીમદભંજક' એવું બિરુદ આપી સર્વ બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, અને પોતે જૈની થયો. ત્યાર પછી બૌદ્ધ લોકો ફરીથી આ દેશમાં આવ્યા જ નથી.
આ પ્રબંઘ રાજશેખર સૂરિકૃત ગ્રંથમાં નીચે પ્રમાણે છે–ખેટક (ખેડા) પુરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણને એક વિઘવા પુત્રી હતી. તેણે કોઈ ગુરુ પાસેથી સૂર્યનો મંત્ર પામીને તેનો જાપ કર્યો. તેથી સૂર્યે આવીને તેની ઉપર મોહ પામી તેની સાથે ભોગ ર્યો. તે દિવ્ય શક્તિથી તે ગર્ભવતી થઈ. ગર્ભની વાત જાણીને તેના પિતાએ તેને ઠપકો આપ્યો, ત્યારે તેણે યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેના પિતાએ લwથી તે પુત્રીને વલ્લભીપુરે મોકલી ત્યાં તેણે પુત્ર તથા પુત્રી યુગલરૂપે પ્રસવ્યાં. તેઓ યોગ્ય વયનાં થયાં ત્યારે પુત્ર લેખશાળામાં ભણવા ગયો. ત્યાં નિશાળના છોકરાઓ નબાપો (પિતા વિનાનો) કહીને તેની મશ્કરી કરવા લાગ્યા. તેથી તેણે તેની માતાને પૂછ્યું કે, “મારા પિતા કોણ છે?” તેના જવાબમાં માતાએ કહ્યું કે, “હું જાણતી નથી.” તે સાંભળીને પુત્ર ખેદયુક્ત થઈ મરવા તૈયાર થયો. તે વખતે સૂર્ય સાક્ષાત્ પ્રગટ થઈને કહ્યું કે, “હે વત્સ! હું તારો પિતા છું. તારો જે કોઈ પરાભવ કરે તેને તારે કાંકરાથી મારવો. તે કાંકરો તેને મારીને પાછો આવશે.” ત્યારપછી
૧ દેવીએ તે પુસ્તક તેને આપ્યું નહીં, પણ કહ્યું કે, એ ગ્રંથ પ્રગટ થવાથી દ્રષી દેવતાઓ ઉપદ્રવ કરશે, પરંતુ તેના એક જ શ્લોકથી તમે આખા શાસ્ત્રનો અર્થ જાણશો.' એમ કહી શાસનદેવી અદ્રશ્ય થઈ. ત્યાર પછી તેમણે દશ હજાર શ્લોકપ્રમાણ નયચક્ર ગ્રંથ નવીન કર્યો–એવું પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org