________________
૯૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૨ વ્યાખ્યાન ૭. સમકિતનો ત્રીજો પ્રભાવક-વાદી પ્રભાવક बलात्प्रमाणग्रन्थानां, सिद्धान्तानां बलेन वा ।
यः स्यात् परमतोच्छेदी, स वादीति प्रभावकः॥१॥ ભાવાર્થ-જે (સૂરિ) પ્રમાણગ્રન્થોના બળથી અથવા સિદ્ધાંતના બળથી પરમતનો ઉચ્છેદ કરે છે, તે વાદી પ્રભાવક કહેવાય છે.
चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्दं तद्वैतं पारमार्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः । अर्थापत्त्या प्रभावकृद्वदति तदखिलं मन्यते भट्ट एतत्
स्वभाव्ये द्वे प्रमाणे जिनपतिगदिते स्पष्टतोऽस्पष्टतश्च ॥१॥ ભાવાર્થ-“ચાર્વાક (નાસ્તિક) માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. બૌદ્ધ પ્રત્યક્ષ તથા અનુમાન એ બે પ્રમાણ માને છે. કણાદ મતવાળા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ માને છે. પરમ આર્ષ અક્ષપાદ (ન્યાય) મતવાળા તે ત્રણ સહિત ઉપમા સાથે ચાર પ્રમાણ માને છે. પ્રભાકર મતવાળા અર્થપત્તિ સહિત પાંચ પ્રમાણ માને છે. ભટ્ટ મતવાળા તે પાંચની સાથે અભાવ સહિત છ પ્રમાણ માને છે; અને જૈન મતવાળા તો સ્પષ્ટ તથા અસ્પષ્ટ એ બે જ પ્રમાણ માને છે. (સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ અને અસ્પષ્ટ એટલે પરોક્ષ-બીજાં સર્વ પ્રમાણો તેમાં અંતર્ગત થાય છે.)
તે પ્રમાણો જેમાં વર્ણવ્યા છે તેવા ગ્રંથોને આઘારે જે પરવાદીને જીતે છે, તે વાદી પ્રભાવક કહેવાય છે. તેનો ભાવાર્થ મલ્લવાદી સૂરિના ચરિત્રથી જાણવો.
મલ્લવાદી પ્રબંધ ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં રાજાની સમક્ષ વાદ થતાં બૌદ્ધ સાધુ બુદ્ધાનંદે જીવાનંદસૂરિને વિતંડાવાદવડે જીતી લીધા. તેથી લm પામીને સૂરિ મહારાજ વલ્લભીપુર ગયા ત્યાં પોતાની બહેન દુર્લભદેવીને તેના અજિતશા, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. પછી તે ત્રણેને ગુરુએ નયચક્રવાળા ગ્રંથ વિના બીજાં સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. ત્રણેમાં મલ્લમુનિ વિશેષ બુદ્ધિમાન થયા.
એકદા “જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્ધરેલ, બાર આરાવાળો દરેક આરાના આરંભમાં અને અંતે ચૈત્યપૂજાદિક મહોત્સવ કરીને વાંચવા લાયક અને દેવતાશિક્તિ એવો જે દ્વાદશાર નયચક્ર નામનો ગ્રંથ જ્ઞાન ભંડારમાં છે તે કોઈને દેખાડવો નહીં.” એમ પોતાની બહેન સાથ્વીને ભલામણ કરીને ગુરુ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એકદા મલ્લમુનિએ પોતાની માતાથી છાનું તે પુસ્તક કૌતુકથી લઈને ઉઘાડી પ્રથમ પત્રમાં પ્રથમ આર્યા આ પ્રમાણે વાંચી
विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् ।
जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥१॥ આ પ્રથમ આર્યા મલ્યમુનિએ વાંચી, કે તરત જ તે પુસ્તક શાસનદેવીએ હરી લીધું. તે જોઈ મલ્લમુનિએ અતિ ખેદ સહિત પોતાની માતાને તથા સંઘને તે હકીકત યથાસ્થિત કહી બતાવી.
૧ પોતાની બહેન સમક્ષ મલ્હસાધુને કહ્યું એવું પ્રભાવક ચરિત્રમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org