________________
વ્યાખ્યાન ૨૫] સમકિતનો બીજો પ્રભાવક–ઘર્મકથક પ્રભાવક
૮૭ લઈને તેણે મરવાનો નિશ્ચય કર્યો હતો. તે જ સમયે સૂરિ તેને ઘેર ગોચરી માટે ગયા. ગુરુને વંદના કરીને શ્રેષ્ઠી બોલ્યો કે, “હે ગુરુ! આજે એક લક્ષ દ્રવ્યનું આટલું ઘાન્ય મળ્યું છે તેથી તે રાંથી તેમાં વિષ નાંખી તે અન્નનું ભક્ષણ કરીને કુટુંબ સહિત મૃત્યુ પામવાનો મેં વિચાર કર્યો છે, કારણ કે આવા દુષ્કાળમાં જીવવા કરતાં મરવું સારું છે.” તે સાંભળી ગુરુ બોલ્યા કે, “હે શ્રેષ્ઠી! કાલે પુષ્કળ ઘાન્ય આ નગરીમાં આવશે અને દુષ્કાળનો નાશ થશે; માટે તું મરણ પામવાનો વિચાર કરીશ નહીં.” ગુરુના કહેવા પ્રમાણે બીજે જ દિવસે ચારે બાજુથી પુષ્કળ ઘાન્ય આવ્યું. વજસેનસૂરિ પણ ચાર ગણનું સ્થાપન કરીને જિનશાસનના પ્રભાવક થયા. (આ ચરિત્ર વઘારે વિસ્તારથી આવશ્યક નિર્યુક્તિની મોટી ટીકામાં આપેલું છે, ત્યાંથી જાણી લેવું.)
આ શ્રી વજસ્વામીના રૂડા ચરિત્રને હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ ઘારણ કરીને સમગ્ર સગુણોના સારભૂત સિદ્ધાંતના પાઠને વિષે ભવ્ય મનુષ્યોએ નિરંતર પ્રયાસ કરવો.”
વ્યાખ્યાન ૨૫ સમકિતનો બીજો પ્રભાવક-ધર્મકથક પ્રભાવક व्याख्यानावसरे लब्धि, यः प्रयुज्योपदेशकः ।
स धर्मकथको नामा, द्वितीयोऽपि प्रभावकः॥४॥ ભાવાર્થ-“વ્યાખ્યાનને અવસરે જે મુનિ લબ્ધિનો ઉપયોગ કરી ઉપદેશ આપે છે તે ઘર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય છે.”
વ્યાખ્યાનમાં લબ્ધિ એટલે અનુયોગને સમયે પોતાની શક્તિ પ્રગટ કરીને હેતુ, યુક્તિ અને દ્રષ્ટાંતો વડે બીજાને જે પ્રતિબોઘ કરે છે તે જ સૂરિ ઘર્મકથા કહેવાને યોગ્ય છે; પરંતુ જે સૂરિ ઘડામાં રહેલા દીવાની જેમ માત્ર પોતાને જ પ્રકાશ કરે છે તે ઘર્મકથક થઈ શકતા નથી. આ પ્રસંગ ઉપર સર્વત્તસૂરિનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે છે–
સર્વજ્ઞસૂરિનું દ્રષ્ટાંત શ્રીપુરમાં શ્રીપતિ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે સમકિતને ઘારણ કરનારો હતો. તેને કમળ નામે એક પુત્ર હતો. તે ઘર્મથી પરામુખ અને સાતે વ્યસનમાં તત્પર હતો. દેવગુરુનું દર્શનમાત્ર પણ તે કરતો નહીં. તેને એકદા તેના પિતાએ ઉપદેશ આપ્યો કે
बोहत्तरीकलापंडिया वि पुरिसा अपंडिया चेव ।
सव्वकलाणवि पवरं जे धम्मकलं न जाणंति ॥१॥ ભાવાર્થ-જે પુરુષો સર્વ કળાઓમાં પ્રઘાન એવી ઘર્મકળાને જાણતા નથી તેઓ બોતેર કળાઓમાં પંડિત હોય તો પણ તેમને અપંડિત (મૂખ) જ જાણવા.”
તે સાંભળીને કમળ બોલ્યો કે– હે પિતા! જીવ ક્યાં છે? સ્વર્ગ ક્યાં છે? અને મોક્ષ પણ ક્યાં છે? તે સર્વ આકાશને આલિંગન કરવા જેવું અને ઘોડાના શીંગડા જેવું કેવળ અસત્ય જ છે. તપ સંયમ વગેરે ક્રિયાઓની તમે પ્રશંસા કરો છો, પણ તે તો કેવળ અજ્ઞાની મનુષ્યોને છેતરવા માટે જ કહેલ છે.” ઇત્યાદિ કહીને કમળ ગામમાં ફરવા ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org