________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૨
એકદા તે નગરમાં શંકર નામના સૂરિ આવ્યા. તેમની પાસે શ્રેષ્ઠી કમળને લઈને ગયો. શ્રેષ્ઠીએ ગુરુને વંદના કરી કમળને બોધ આપવા કહ્યું, ત્યારે ગુરુએ કમળને કહ્યું–‘અમે ધર્મોપદેશ આપીએ છીએ. તેમાં તારે વચ્ચે બોલવું નહીં, આડું અવળું જોવું નહીં, માત્ર અમારી સન્મુખ જોઈને એકચિત્તે શ્રવણ કરવું” એમ કહીને ગુરુએ ઘર્મકથા કહેવા માંડી. પ્રાંતે કમળને પૂછ્યું કે—“હે વત્સ! તું કાંઈ સમજ્યો? તેં કાંઈ જાણ્યું કે નહીં?’ તે બોલ્યો—“હે પૂજ્ય! મેં કાંઈક જાણ્યું અને કાંઈક ન પણ જાણ્યું. કેમકે તમે બોલતા હતા તે વખતે તમારા કંઠની ઘંટડી ઊંચી નીચી થતી હતી, તે મેં એકસો ને આઠ વાર તો ગણી; પણ કેટલાક ગડબડવાળા શબ્દો તમે શીવ્રતાથી બોલ્યા, તે વખતે તે ઘંટડી કેટલી વાર ઊંચી નીચી થઈ તેની સંખ્યા હું કરી શક્યો નથી.’ તે સાંભળીને સર્વ સભાજનો હસવા લાગ્યા કે—‘અહો! આ શ્રોતા બહુ રૂડો જણાય છે!'' ગુરુએ પણ તેને અયોગ્ય ઘારીને તેની ઉપેક્ષા કરી.
८८
વળી કોઈ એક દિવસે બીજા સૂરિ ત્યાં આવ્યા. તેમની પાસે શ્રેષ્ઠીએ કમળનું સર્વ વૃત્તાંત કહી તેને કોઈ પણ રસ્તે ધર્મ પમાડવા વિનંતિ કરી. ત્યારે સૂરિએ કમળને બોલાવીને કહ્યું કે—હે વત્સ! તું નીચે દૃષ્ટિ રાખીને અમારો ઉપદેશ એકચિત્તથી શ્રવણ કરજે.’’ એમ કહીને તેમણે વ્યાખ્યાન આપવા માંડ્યું. પ્રાંતે કમળને—“શું સમજ્યો?'' એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે—“હે પૂજ્ય! આ વિવરમાંથી કીડીઓ જતી આવતી હતી તેની સંખ્યા મેં એકસો ને આઠ સુધી ગણી.'' એ રીતે હાસ્યવાળું વચન સાંભળીને બીજા શ્રાવકોએ તેને કાઢી મૂક્યો.
પછી કોઈ દિવસે ઉપદેશની લબ્ધિવાળા સર્વજ્ઞ નામના સૂરિ તે નગરમાં પધાર્યાં. તેમને પણ શ્રેષ્ઠીએ કમળનું વૃત્તાંત કહી તેને પ્રતિબો‚ કરવા વિનંતિ કરી. તે સાંભળીને સૂરિએ કમળને બોલાવ્યો, એટલે તે આવીને સૂરિ પાસે બેઠો. ગુરુએ વિચાર્યું કે,‘‘આને સામ (મીઠાં લાગે તેવાં) વચનથી બોધ કરવો જોઈએ.'' એમ વિચારી ગુરુએ તેને પૂછ્યું કે—“હે વત્સ! તું કાંઈ કામશાસ્ત્ર જાણે છે?'' કમળે કહ્યું કે—દે ગુરુ! હું શું જાણું? આપ તેનો કાંઈ સાર હોય તે કહો.'' ગુરુ બોલ્યા કે—“હે કમળ! સાંભળ, સ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખિની. તેમાં પદ્મિની સર્વમાં ઉત્તમ કહેવાય છે, અને પછી બીજી તેથી ઊતરતી, ત્રીજી તેથી ઊતરતી અને ચોથી સર્વથી કનિષ્ઠ છે. તેમાં પદ્મિની સ્ત્રીનું લક્ષણ આ પ્રમાણે છે– व्रजति मृदु सलीलं राजहंसीव तन्वी त्रिवलीवलितमध्या हंसवाणी સુવેષા | मृदु शुचि लघु भुंक्ते मानिनी गाढलज्जा धवलकुसुमवासो लुभा पद्मिनी સ્વાત્શા
ભાવાર્થ-પદ્મિની સ્ત્રી રાજહંસની જેમ મંદ મંદ લીલા સહિત ગમન કરે છે, તેના કૃશ ઉદર ઉપર ત્રિવલી પડેલી હોય છે, તેની વાણી હંસ જેવી મધુર હોય છે, તેનો વેષ સુંદર હોય છે, તે શુદ્ધ અને કોમળ બોલે છે, અલ્પ અન્નનો અલ્પ આહાર કરે છે, માનવાળી અને અતિ લાવાળી હોય છે, તથા તેને શ્વેત પુષ્પના જેવાં વસ્ત્રો વધારે પ્રિય હોય છે.’
આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળી ‘આ સૂરિ મહાપંડિત જણાય છે.’' એમ વિચારતો કમળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org