________________
૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ 3 ભાવાર્થ-જે અતિશયવાળાં કાવ્યો કહેવામાં કુશળ હોય તેને પણ આ જૈનશાસનને વિષે વિસ્મયકારક પ્રભાવક જાણવો.” આ વિષય પર શ્રી માનતુંગસૂરિનો પ્રબંધ છે તે આ પ્રમાણે
શ્રી માનતુંગ સૂરિનો પ્રબંધ ઘારાનગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો હતા. તેમાં બાણ મયૂરનો સાળો થતો હતો. તેવા નજીકના સંબંધી છતાં તેઓ પરસ્પર એકબીજાની સ્પર્ધા કરતા હતા, અને પોતપોતાની વિદ્વત્તા દેખાડીને તે બન્ને રાજસભામાં પ્રતિષ્ઠા પામેલા હતા. એક વખત બાણ પોતાની બહેનને મળવા માટે મયૂરને ઘેર ગયો. ત્યાં રાત્રિએ મોડું થવાથી તેને ત્યાં જ બહાર ઓસરીમાં સૂતો. મયૂર પોતાની સ્ત્રી સહિત અંદરના ભાગમાં સૂતો હતો. રાત્રિમાં દંપતીને પરસ્પર કાંઈક પ્રેમકલહ થવાથી સ્ત્રી રિસાઈ ગઈ. તેને મયૂર ઘણી રીતે સમજાવવા લાગ્યો. આખી રાત્રિ તેને મનાવવામાં જ વ્યતીત થઈ, પરંતુ તે સ્ત્રી સમજી નહીં. (આ સર્વ હકીકત બહાર સૂતેલો બાણ સાંભળતો હતો.) છેવટે પ્રાતઃકાળ થવા આવ્યો, ત્યારે મયૂરે પોતાની પત્ની પ્રત્યે માનત્યાગ કરવા માટે કહ્યું કે
गतप्राया रात्रिः कृशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो घूर्मित इव ।
प्रणामान्तो मानस्त्यजसि न तथाऽपि क्रुद्धमहो ભાવાર્થ-“હે કૃશતનુ (જેનું શરીર કૃશ છે એવી) સ્ત્રી! રાત્રિ લગભગ પૂર્ણ થવા આવી છે, ચંદ્ર પણ ક્ષીણ થયા જેવો થયો છે, આ દીવો પણ નિદ્રાને વશ થવાથી ઘર્મિત થયો હોય તેમ ઝાંખો દેખાય છે, તેમજ હું તને છેવટે પ્રણામ પણ કરું છું, તોપણ તું હજુ માનને છોડતી નથી. અહો! તારો ક્રોઘ તે કેવો છે?” આટલા ત્રણ પદ સાંભળતાં જ બાણ બોલી ઊઠ્યો કે
कुचप्रत्यासत्त्या हृदयमपि ते चण्डि कठिनम् ॥१॥ હે ચંડિકા! (ક્રોથી સ્ત્રી!) સ્તનની પાસે રહેવાથી તારું હૃદય પણ તેના જેવું જ મહા કઠણ જણાય છે.”
આ પ્રમાણે પોતાના ભાઈના મુખથી ચોથું પદ સાંભળવાથી ક્રોઘ અને લક્ષ્મ પામેલી તે પતિવ્રતા સ્ત્રીએ પોતાના ભાઈને શાપ આપ્યો કે “તું કુષ્ઠી થા” એટલે તરત જ બાણ કુષ્ઠી થઈ ગયો. પ્રાતઃકાલે તે બન્ને પંડિતો રાજસભામાં એકઠા થયા. તે વખત મયૂરે બાણને કુષ્ઠી કહીને બોલાવ્યો, તેથી બાણ અત્યંત લક્તિ થયો; એટલે સભામાંથી ઊઠીને નગરીની બહાર જઈ તેણે એક મોટો સ્તંભ રોપ્યો. તેની સાથે એક કાષ્ઠ બાંધી નીચે એક મોટો ખાડો ખોદી તેમાં ખેરના અંગારા ભર્યા પછી તે સ્તંભની ટોચ પર બાંધેલા લાકડા સાથે એક સકું બાંધી તેમાં તે બેઠો, અને નવા શ્લોક વડે તે સૂર્યની સ્તુતિ કરવા લાગ્યો. તેમાં એક શ્લોક બોલીને સીંકાની એક દોરી કાપી નાંખી. એવી રીતે પાંચ શ્લોક બોલીને તેણે પાંચ દોરીઓ કાપી નાંખી. છેવટે છ શ્લોકે છઠ્ઠી દોરી કાપતાં સીકું તમામ તૂટી જવાથી તે ખેરના અંગારામાં પડવાની તૈયારીમાં હતો, તેવામાં સૂર્ય પ્રત્યક્ષ થઈને તેનો દેહ વ્યાધિરહિત સુવર્ણ જેવો કર્યો. પછી બીજે દિવસે બાણ પંડિત મોટા આડંબરથી રાજસભામાં આવી મયૂરને કહેવા લાગ્યો કે, “હે શુદ્ર પક્ષી! ગરુડની પાસે કાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org