________________
વ્યાખ્યાન ૩૫]
અતિશયશાળી કવિ
૧૨૧
સ્ત્રીએ કહ્યું કે,“આટલો બધો મોડો કેમ આવ્યો? અત્યારે હવે કોઈ બારણા ઉઘાડતું નથી, તેથી જ્યાં ઉઘાડા બારણાં હોય ત્યાં જા.’’ તે સાભંળીને સિદ્ધકુમાર ‘બહુ સારું’ કહી ગામમાં ભમવા લાગ્યો, તેવામાં શ્રી હરિભદ્રસૂરિનો ઉપાશ્રય ઉઘાડો જોયો. તેથી તે સૂરિ પાસે ગયો, ત્યાં તેણે પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે શાસ્ત્રનો અભ્યાસ કરી તે સારો વિદ્વાન થયો. પછી તર્કશાસ્ત્રની જિવૃક્ષાવાળા (ગ્રહણ કરવાની ઇચ્છાવાળા) તેણે બૌદ્ધધર્મનું રહસ્ય જાણવા માટે હરિભદ્રસૂરિની આજ્ઞા માગી, ત્યારે સૂરિએ તેને કહ્યું કે,‘‘જો કદાચ બૌદ્ધના સંગથી તારું મન ફરી જાય અને તે ઘર્મપર શ્રદ્ધાવાળું થાય તો તારે અમારો વેષ પાછો આપવા માટે અમારી પાસે આવવું.’’ સિદ્ધમુનિ તે વાત અંગીકાર કરીને બૌદ્ધ લોકો પાસે ભણવા ગયા. ત્યાં બૌદ્ધોએ કુતર્કથી તેનું મન ફેરવી નાંખ્યું, એટલે તે વેષ પાછો આપવા માટે સૂરિ પાસે જવા ચાલ્યા. તે વખતે બૌદ્ધોએ પણ તેને કહ્યું કે,‘‘જો કદાચ તમારું મન હરિભદ્રસૂરિ ફેરવી નાંખે તો અમારો વેષ પાછો આપવા અહીં આવવું.’’ તેમની વાત પણ કબૂલ કરીને તે હિ૨ભદ્રસૂરિ પાસે આવ્યા. એટલે સૂરિએ તેનો કુતર્ક દૂર કરીને ફરી સમકિત પમાડ્યું; ત્યારે બૌદ્ધનો વેષ પાછો આપવા ગયા. તે વખતે પણ સૂરિએ કહ્યું કે,‘જો કદાચ તારું મન ફરી જાય તો અમારો વેષ પાછો આપવા અહીં આવજે.’ તે કબૂલ કરીને સિદ્ધ મુનિ બૌદ્ધ પાસે ગયા, એટલે ફરીથી તેઓએ કુતર્કોથી તેનું મન ફેરવ્યું. તેથી તે મુનિવેષ પાછો આપવા સૂરિ પાસે આવ્યા. તે વખતે પણ બૌદ્ધોએ પોતાનો વેષ પાછો આપવા આવવાનું કબૂલ કરાવી રજા આપી. એવી રીતે તેણે એકવીશ વાર જાવ-આવ કરી. ત્યારે સૂરિએ,‘આ બિચારો મિથ્યાવૃષ્ટિ થઈને દુર્ગતિમાં ન પડે,' એમ વિચારી અત્યંત તર્કમય લલિતવિસ્તરા નામની શક્રસ્તવની ટીકા રચીને તેને વાંચવા આપી. તે વાંચીને સંતોષ પામી દૃઢ સક્તિવાળા થયેલા તે બોલ્યા કે—
नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा ॥१॥
ભાવાર્થ—જે ગુરુએ મારે જ માટે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચી તે હરિભદ્ર નામના શ્રેષ્ઠ સૂરિને મારો નમસ્કાર હો.’’
પછી તે સિદ્ધમુનિએ સોળ હજાર શ્લોકના પ્રમાણવાળી ઉપમિતિભવપ્રપંચ નામની કથા બનાવી. પ્રાંતે તે બન્ને સૂરિ સ્વર્ગે ગયા.
“શાસ્રરૂપ મંદિરનું નિર્માણ કરવામાં સૂત્રધાર સમાન જે શ્રી હરિભદ્રસૂરિ કુદેવ અને કુશાસ્ત્રનો ત્યાગ કરી પૂજ્યપદને પામ્યા, તે ગુરુ મહારાજ આપણને કવિતાના વિષયમાં સારી શક્તિ આપો.'’
Jain Education International
વ્યાખ્યાન ૩૫
અતિશયશાળી કવિ
सातिशयाढ्यकाव्यानां भाषणे कुशलीभवेत् । सोप्यत्र शासने ज्ञेयो, विस्मयकृत्प्रभावकः ॥ १॥
૧ આ શ્લોક ઉપમિતિભવપ્રપંચમાં મૂકેલો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org