________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩
હરિભદ્રસૂરિને મહાકોપ થયો; તેથી ઉકાળેલા તેલના કડાઈમાં તે ચૌદસો ને ચુંમાળીશ બૌદ્ધોને હોમવા માટે આકર્ષણ કરવા સારુ તેઓ મંત્રજાપ કરવા લાગ્યા. તે વૃત્તાંત તેમના ગુરુએ જાણ્યો; તેથી ગુરુએ બે સાધુઓને નીચેની ગાથાઓ લખી આપી તેમની પાસે મોકલ્યા. તેઓએ આવીને તે ગાથાઓ સૂરિને વાંચી સંભળાવી–
गुणसेन अग्गिसम्मा, सीहाणंदाय तह पिआ पुत्ता । सिहि जालिणी माइ सुओ, धण धन्नसिरिमो अ पइभज्झा ॥१॥ जय विजयाय सहोयर, धरणो लच्छी अ तह पइभ्रज्झा । सेण विसेणा पित्तिअ, उत्ता નંમિ સત્તમપુ ||ગો गुणचंद वाणमंतर, समराइच्च गिरिसेण पाणो उ । एक्कस्स तओ मुख्खो, ऽणंतो बीअस्स संसारो ॥३॥ जह जलइ जलं लोओ, कुसत्थपवणाहओ कसायग्गी । तं जुत्तं न जिणवयणअमिअसित्तोवि पज्जलइ ॥४॥ ભાવાર્થ‘ગુણસેન રાજાએ અગ્નિશર્મા ઋષિને માસક્ષપણના પારણાનું નિમંત્રણ આપ્યું હતું, પણ કારણને લીધે તે તેને પારણું કરાવી શક્યો નહીં; તેથી અગ્નિશર્માએ તેનાપર વૈરભાવ રાખ્યો ને નિયાણું કર્યું એ પહેલો ભવ. બીજા ભવમાં સિંહરાજાને આણંદ (અગ્નિશર્માના જીવ) નામના પુત્રે ઝેર દઈને માર્યો. ત્રીજા ભવમાં શીખી પુત્રને જાલિની માતાએ ઝેર આપીને માર્યો. ચોથા ભવમાં ઘન્નાને ઘનશ્રી સ્રીએ માર્યો. પાંચમા ભવમાં જયને વિજય ભાઈએ માર્યો. છઠ્ઠા ભવમાં ઘરણ નામના પતિને લક્ષ્મીવતી સ્ત્રીએ પીડા કરી. સાતમા ભવમાં સેનને વિસેણ નામના પિતરાઈ ભાઈએ પરાભવ કર્યો. આઠમા ભવે ગુણચંદ્ર વિદ્યાઘરને વાણમંતરે પીડા કરી, અને નવમા ભવે સમરાદિત્ય (ગુણસેનનો જીવ) મોક્ષે ગયો તથા ગિરિસેન (અગ્નિશર્માનો જીવ) ચંડાળ થઈ અનંત સંસાર ભટક્યો. માટે હે ભદ્ર! જેમ લોકમાં કુશાસ્ત્રરૂપી પવનથી આહત થયેલો–હણાયેલો–વૃદ્ધિ પામેલો કષાયરૂપી અગ્નિ જળને (જડ-મૂર્ખ)ને પણ બાળે છે, તેમ જિનવચનરૂપ અમૃતથી સિંચાયેલા તમને યુક્ત નથી.’'
આ પ્રમાણે સાંભળીને શ્રી હરિભદ્રસૂરિ તે પાપકર્મથી નિવૃત્ત થયા, અને ચૌદસો ને ચુંમાળીશ બૌદ્ધોના નાશના મનથી કરેલા પાપના પ્રાયશ્ચિત્ત તરીકે ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો નવા કરવાનું તેમણે કબૂલ કર્યું. તેમાં પ્રથમ ઉપરની ચાર ગાથાને અનુસરીને ક્રોધનો સર્વથા નિરાસ (નાશ) કરનારું શ્રી સમરાદિત્ય કેવળીનું ચરિત્ર માગધી ગાથાબંધ રચ્યું.
૧૨૦
માલપુર નામના નગરમાં ઘન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે જૈન ધર્મી હતો. તે નગરીમાં સિદ્ધ નામનો એક રાજપુત્ર-ક્ષત્રિય રહેતો હતો. તે જુગા૨ી લોકો સાથે જુગાર રમતાં હારી ગયો. તેને આપવાનું ધન તેની પાસે નહોતું; તેથી તે લોકોએ તેને ઊંચકીને એક મોટા ખાડામાં નાંખી દીધો. તેની ઘનશ્રેષ્ઠીને ખબર પડતાં તેણે તેનું દેવું આપી દઈને તેને છોડાવ્યો. પછી શ્રેષ્ઠીએ તેને પોતાને ઘેર નોકર તરીકે રાખ્યો. અનુક્રમે તે બુદ્ધિમાન સિદ્ધકુમારને શ્રેષ્ઠીએ પોતાનો સર્વ કાર્યભાર સોંપ્યો અને તેને એક કન્યા સાથે પરણાવ્યો. પછી તે સિદ્ધકુમાર શ્રેષ્ઠીનું સર્વ કામ કરીને ઘણી રાત્રિ ગયે ઘેર સૂવા જતો. એકદા તે ઘણો મોડો (અસુરો) સૂવા ગયો. તે વખતે નિદ્રા પામેલી તેની માએ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.erg