________________
વ્યાખ્યાન ૩૫]
અતિશયશાળી કવિ
૧૨૩
કાગડાની જેમ મારી પાસે તારી શી શક્તિ છે? જો હોય તો મારી જેમ પ્રત્યક્ષ દેખાડ. મારી શક્તિ તો મેં તને પ્રત્યક્ષ દેખાડી છે.’ તે સાંભળીને મયૂર બોલ્યો કે,‘‘નીરોગીને વૈદ્યનું શું કામ છે? તોપણ તારું વચન કુંઠિત કરવા માટે હું તૈયાર છું.’' એમ બોલીને તરત જ તેણે છરી વડે પોતાના હાથપગ કાપી નાંખ્યા. પછી ચંડીદેવીની સ્તુતિ કરતાં પ્રથમ શ્લોકનો છઠ્ઠો અક્ષર બોલતાં જ ચંડીદેવી પ્રસન્ન થઈ, અને તેના હાથપગ સાજા કરી આખું શરીર વજ્રમય બનાવ્યું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી મયૂરને ઘણું માન આપ્યું.
તે વખતે જૈનધર્મના દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે,“જો જૈનોમાં કોઈ પણ આવો પ્રભાવવાળો હોય તો શ્વેતાંબરો (જૈનો)ને આ દેશમાં રહેવા દેવા, નહીં તો તે સર્વેને દેશ બહાર કાઢી મૂકવા જોઈએ.’’ આવું વચન માનતુંગ આચાર્યના સાંભળવામાં આવ્યું, તેથી તેમને જૈનશાસનનો પ્રભાવ બતાવવાની ઇચ્છા થઈ; એટલે તે સૂરિએ રાજસભામાં આવી રાજા પાસે પોતાના શરીરપર ચુંમાળીશ બેડીઓ નંખાવી, તથા એક ઓરડામાં બીજો ઓરડો, બીજામાં ત્રીજો એમ ચુંમાળીશમા ઓરડામાં પોતે રહ્યા, અને તે દરેક ઓરડે તાળાં મરાવ્યાં. પછી સૂરિએ ભક્તામર સ્તોત્ર રચ્યું. તેના દરેક શ્લોકે એક એક બેડી તૂટવા માંડી અને એક એક તાળું તૂટી એક એક ઓરડો ઊઘડવા માંડ્યો. છેવટ ચુંમાળીશમા શ્લોકે સર્વ બેડીઓ તથા સર્વે તાળાં તૂટી ગયાં, એટલે સૂરિ મહારાજ સભામાં આવી પહોંચ્યા; તેથી જૈન શાસનનો મોટો પ્રભાવ પ્રગટ થયો.
આ વિષય ઉપર શ્રી બપ્પભટ્ટ સૂરિનો પણ પ્રબંધ છે. તે આ પ્રમાણે શ્રી બપ્પભટ્ટસૂરિ પ્રબંધ
મોઢેરા ગામમાં શ્રી સિદ્ધસેનસૂરિ શ્રી વીરસ્વામીને વાંદવા પધાર્યા. તે વખતે તેમની પાસે એક છ વર્ષનો બાળક આવ્યો. તેને સૂરિમહારાજે પૂછ્યું કે,“તું કોણ છે? અને અહીં કેમ આવ્યો છે?” ત્યારે તે બાળક બોલ્યો કે,‘પાંચાલ દેશમાં ડુંબ નામે એક ગામ છે. ત્યાં બપ્પ નામે એક ક્ષત્રિય વસે છે, તેને ભટ્ટી નામની સ્ત્રી છે, તેમનો હું સૂરપાળ નામે પુત્ર છું. હું મારા પિતાના શત્રુને હણવા માટે તૈયાર થયો, તે વખતે મારા પિતાએ મને અટકાવ્યો, અને પોતે શત્રુને હણવા ગયા; તેથી મને ઘણો ક્રોધ ચડ્યો, તેથી મારી માતાને પણ કહ્યા વિના હું રિસાઈને અહીં આવ્યો છું.’’ તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે,‘આ બાળકનું તેજ (પ્રતાપ) માનુષી (મનુષ્ય જેવું) નથી, પણ તે કોઈ દૈવી અંશ (શક્તિ) વાળો જણાય છે.’ એમ વિચારીને ગુરુએ તેને કહ્યું કે,“હે વત્સ! ત્યારે તું અમારી પાસે રહે.’’ તે સાંભળીને તે બાળક તેમની પાસે રહ્યો. સૂરિએ તેને ભણાવવા માંડ્યો. તે હંમેશાં એક હજાર શ્લોક કંઠસ્થ કરવા લાગ્યો. તેની એવી તીવ્ર બુદ્ધિ જોઈને ગુરુ બહુ જ પ્રસન્ન થયા. પછી તેનાં માબાપને સમજાવીને ગુરુએ તેને દીક્ષા આપી. તે વખતે તેના માબાપે પોતાનું નામ રાખવા પ્રાર્થના કરી; તેથી ગુરુએ તેનું બપ્પભટ્ટી નામ રાખ્યું. પછી એકદા ગુરુએ તેને સરસ્વતી દેવીનો મંત્ર આપ્યો. તેનો તેણે યથાવિધિ જાપ કર્યો; તેથી દેવી પ્રત્યક્ષ થઈ તેને વરદાન આપીને અદૃશ્ય થઈ.
એકદા બપ્પભટ્ટી મુનિ દેવકુળ (દેરાસર)માં જઈ પ્રભુની સ્તુતિ કરતા હતા, તે વખતે તેમની પાસે ગોપગિરિ (ગ્વાલિયર ગઢ)ના રાજા યશોવર્માનો પુત્ર આમ નામનો કુમાર પોતાના પિતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org