________________
૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ તેમજ વેદમાં પણ કહ્યું છે કે–“ હિ હૈ સશરીરસ્ય પ્રિયપ્રિયજ્યોરપતિતિ, ઉશરીરં વા સંત પ્રિયાધેિ ન છૂશતઃ ” “શરીરવાળા જીવને પ્રિય કે અપ્રિયનો નાશ (અભાવ) નથી. શરીર વિનાના જીવને પ્રિય કે અપ્રિય સ્પર્શ કરતા નથી.” (અહીં પ્રિય એટલે સુખ અથવા પુણ્ય અને અપ્રિય એટલે દુઃખ અથવા પાપ સમજવું).
વળી કપિલના મતવાળા કહે છે કે–“તિ પુરુષ:. કર્તા નિર્ગુનો નો વિદ્રુપ: ત્યાતિ” પુરુષ–આત્મા છે. તે આત્મા અકર્તા છે (કર્તા નથી). નિર્ગુણ છે (સત્ત્વાદિક ગુણવાળો નથી.) પણ ભોક્તા અને ચૈતન્ય સ્વરૂપ છે. ઇત્યાદિ.
આ પ્રમાણે શાસ્ત્રો પણ પરસ્પર વિરુદ્ધ કહેતા હોવાથી આત્મા સિદ્ધ થતો નથી.
તેમજ આ ત્રણ ભુવનને વિષે એવો કોઈ પણ પદાર્થ નથી કે તે પદાર્થના જેવો જીવ કહીને ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ કરી શકાય; તેથી સર્વ પ્રમાણોથી અતીત એવો આત્મા (જીવ) છે જ નહીં એમ સિદ્ધ થાય છે.”
હે ઇન્દ્રભૂતિ! આવું તારું સમજવું છે તે અયુક્ત છે. હે આયુષ્મા! તે આત્મા ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી તે (આત્મા) નથી એમ કહ્યું, પણ જેમ તારા મનનો સંશય મેં જાણ્યો તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વત્ર જીવને જોઉં છું. કેવળ હું જ જોઉં છું એમ નથી પરંતુ તું પણ “અહં” (હું) એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. છતાં તેનો તું અભાવ કહે છે તેથી “મારી માતા વંધ્યા છે” અથવા “મારા મોઢામાં જીભ નથી” એ વાક્યની જેમ તારા પોતાના જ વાક્યમાં દોષ આવે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઇચ્છા, કોઈ પણ કાર્ય કરવાની ઇચ્છા,
ક્યાંક જવાની ઇચ્છા, સંશય વગેરે જ્ઞાન વિશેષ, એ જીવના જ ગુણો છે; અને તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. માટે તેનો તું સ્વીકાર કર.
વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇન્દ્રિયોનો જે અધિષ્ઠાતા તથા ભોક્તા છે તે જીવ જ છે. જેનો ભોક્તા ન હોય તે ભોગ્ય પણ ન હોય, ગઘેડાના શીંગડાની જેમ. આ શરીરાદિક ભોગ્ય છે તો તેનો ભોક્તા પણ કોઈ હોવો જ જોઈએ. વળી હે ગૌતમ! તને જીવ વિષે સંશય થવાથી જ તારા શરીરમાં જીવ છે તેમ નિર્ણય થાય છે. (કેમકે તને સંશય થયો તે કોને થયો?) જ્યાં જ્યાં સંશય હોય, ત્યાં ત્યાં તે (સંશયવાળો) પદાર્થ હોવો જ જોઈએ. જેમ કોઈ પુરુષ દૂરથી ઝાડનું ઠૂંઠું અને માણસ જોયેલ હોવાથી ફરીને જ્યારે એવું દ્રષ્ટિએ પડે છે ત્યારે તે તેમાં માણસના અને ઝાડનાં ઠૂંઠાનાં બન્નેનાં લક્ષણો વિચારે છે કે, શું આ તે ઝાડનું ઠૂંઠું છે કે પુરુષ છે?” પછી અન્વય વ્યતિરેક ઘર્મ વિચારી, પક્ષી તેની ઉપર બેસવાથી આ સ્થાણુ (ઝાડનું ટૂંઠું) છે એમ સિદ્ધ કરે છે; અથવા હસ્તપાદાદિક અવયવોથી અને હાલવા ચાલવાથી માણસ છે એમ સિદ્ધ કરે છે. તેવી જ રીતે આત્મા અને દેહ એ બન્ને પદાર્થો છતા હોય એટલે તેમનું અસ્તિત્વ હોય તો જ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન જ હોય, તો તેવો સંશય પણ થતો નથી. આ પ્રમાણે અનુમાન પ્રમાણથી પણ તું જીવની હયાતી અંગીકાર કર.
વળી હે ગૌતમ! સર્વે શાસ્ત્રો (આગમો) પરસ્પર વિરુદ્ધ હોવાથી કયું પ્રમાણ અને કયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org