________________
૧૮૯
વ્યાખ્યાન પપ] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક વેદ, પુરાણ અને ઉપનિષદ વગેરે સર્વશાસ્ત્રમાં વિદ્વાન થયો હતો, પરંતુ તેને વેદનો અર્થ વિચારતાં જીવના હોવાપણા વિષે સંશય થયેલો હતો, પણ તે પોતે સર્વજ્ઞ હોવાનો ડોળ ઘારણ કરતો હતો, તેથી કોઈને પૂછીને પોતાના સંશયનો ખુલાસો કરી શકતો નહોતો.
એકદા તે ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર સ્વામીના સમવસરણને વિષે આવ્યો. તે વખતે પ્રભુએ તેને નામથી બોલાવ્યો અને જ્ઞાનવડે તેના મનનો સંશય જાણીને કહ્યું કે-“હે ઇન્દ્રભૂતિ! તું જીવન અભાવ સ્થાપન (સિદ્ધ) કરે છે અને તેમાં એવી યુક્તિઓ કરે છે કે ઘટ, પટ, લકુટ વગેરે પદાર્થોની જેમ જીવ પ્રત્યક્ષ દેખાતો નથી, માટે તે સસલાનાં શીંગડાની જેમ છે જ નહીં. આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી; કેમકે અનુમાન પ્રમાણ પણ પ્રત્યક્ષપૂર્વક જ પ્રવર્તે છે. પ્રથમ મહાનસ (રસોડા) વગેરેમાં ઘુમાડો જોઈને અગ્નિની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી કરી હતી, તેથી ત્યારપછી જ્યાં ઘુમાડો હોય ત્યાં અગ્નિ હોય એવી વ્યાતિનું જ્ઞાન થાય છે, અને ત્યારપછી કોઈ પર્વતાદિકમાં ઘુમાડો જોવાથી તેમાં અગ્નિ સિદ્ધ કરવા માટે અનુમાન કરવામાં આવે છે. તે પ્રમાણે અહીં આત્માની સિદ્ધિ કરવા માટે આત્મારૂપ લિંગીની સાથે તેના કોઈ પણ લિંગ (ચિહ્ન)ની પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધિ થતી નથી, કે જે ચિત્ર જોઈને વ્યાતિનું જ્ઞાન થાય અને ત્યારપછી અનુમાન કરી શકાય. વળી આગમથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે સર્વે મતના આગમો પરસ્પર વિરુદ્ધ છે. એક શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે
एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः ।
भद्रे वृकपदं पश्य, यद्वदन्त्यबहुश्रुताः॥१॥ ભાવાર્થ-“કોઈ વિષયાભિલાષી નાસ્તિકે રેતીમાં પોતાના હાથવડે વરુનાં પગલાં જેવી રેખાઓ કરીને, પછી તેને બધા માણસો આ વરુનાં પગલાં જણાય છે એમ કહેતાં જોઈ પોતાની પત્નીના પારલૌકિક વિશ્વાસનો નાશ કરવા તેને કહ્યું કે-“હે પ્રિયા! આ દુનિયા જેટલી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તેટલી જ છે, તેથી વઘારે કાંઈ નથી. જો આ અબહુશ્રુતો મારી કરેલી રેખાને વરુનાં પગલાં કહે છે; તેમ તેઓએ શાસ્ત્રોમાં બધું કપોલકલ્પિત જ લખેલું છે, અર્થાત્ અનેક પ્રકારના ત્યાગ-નિયમાદિ બતાવનારા શાસ્ત્રો મુગ્ધ જનોને છેતરવા માટે જ રચેલાં છે.” વળી તે બ્રાહ્મણે બીજો શ્લોક કહ્યો કે
पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते ।
न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥२॥ ભાવાર્થ-“હે સુંદર નેત્રવાળી! તું મરજી પ્રમાણે ખાન પાન કર. હે સુંદર દેહવાળી! જે ગયું તે તારું નથી (અર્થાત્ તે ફરીથી મળવાનું નથી, કેમકે હે ભીરુ (બીકણ) સ્ત્રી! ગયેલું પાછું આવતું જ નથી; અને આ શરીર તો માત્ર પંચ મહાભૂતનો સમુદાય જ છે. અર્થાત્ શરીરનો નાશ થયે સર્વનો નાશ થાય છે. પરલોક વગેરે સર્વ અસત્ય છે; તેથી ખાધું પીધું ને ભોગવ્યું તે જ ખરું છે. (આ પ્રમાણે નાસ્તિકો માને છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org