________________
૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ 3 પુરીપ્રવેશ કરાવ્યો. પછી ગુરુએ નિર્વાણકલિકા, પ્રશ્નપ્રકાશ વગેરે શાસ્ત્રો બનાવી રાજાને સંભળાવ્યાં; તેથી રાજા પ્રસન્ન થઈ જૈની થયો, તથા સર્વે બ્રાહ્મણો પણ પોતાનો ગર્વ તજીને શ્રીગુરુના ચરણકમળમાં ભ્રમરરૂપ થયા. સૂરિ પણ જૈનશાસનની પ્રભાવના કરી શત્રુંજયગિરિપર જઈ બત્રીસ દિવસનું અનશન કરીને સ્વર્ગે ગયા.
“આ પ્રમાણે શ્રી પાદલિપ્તસૂરિની અમૃત સમાન કથાનું શ્રોત્રરૂપ પાત્રવડે પાન કરીને (સાંભળીને) શક્તિવાન માણસોએ અંજન વગેરેના ગુણો વડે શાસનનો મહિમા વઘારવો.” આ દ્રષ્ટાંત દર્શનસતતિકા ગ્રંથમાં વઘારે વિસ્તારવાળું છે ત્યાંથી જાણી લેવું.
વ્યાખ્યાન ૩૪ સમકિતના આઠમાં પ્રભાવક-કવિ પ્રભાવક अत्यद्भुतकवित्वस्य, कृतौ शक्तिर्भवेद्यदि ।
सम्यक्त्वे स कविर्नाम, प्रोक्तोऽष्टमः प्रभावकः॥४॥ ભાવાર્થ-જો અતિ અદભૂત કવિતા કરવાની શક્તિ હોય તો તે સમકિતને વિષે કવિ નામનો આઠમો પ્રભાવક કહેલો છે.”
કવિ બે પ્રકારના છે–સત્ય અર્થનું વર્ણન કરનાર અને અસત્ય અર્થનું વર્ણન કરનાર. તેમાં જિનમતના રહસ્યને જાણીને અભુત અર્થવાળા શાસ્ત્રના રચનારને સત્યાર્થનું વર્ણન કરનાર જાણવા. એ પ્રમાણેના સત્યાર્થવાળા શ્રી હેમચંદ્રસૂરિએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર અને શબ્દાનુશાસન વ્યાકરણ વગેરે મળી ત્રણ કરોડ ગ્રંથ બનાવ્યા છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થ વગેરે પાંચસો ગ્રંથ (પ્રકીર્ણક) રચ્યા છે. વાદી દેવસૂરિએ ચોરાસી હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ બનાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો રચ્યા છે. શ્રી હરિભદ્રસૂરિની કથા નીચે પ્રમાણે
શ્રી હરિભદ્રસૂરિની કથા ચિત્રકૂટ (ચિત્તોડગઢ)માં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતો, સર્વ શાસ્ત્રાર્થને જાણનાર હતો, તેથી જાણે ઘણી વિદ્યાઓના ભારથી પોતાનું પેટ ફાટી જાય તેવી બીક રાખતો હોય તેમ પોતાના પેટપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો અને “જો હું કોઈનું બોલેલું ન સમજું તો હું તેનો શિષ્ય થાઉં એવી પ્રતિજ્ઞા કરીને તે ફરતો હતો. એકદા તે નગરમાં ફરતો હતો તેવામાં યાકિની નામની સાથ્વીના મુખથી તેણે આ પ્રમાણેની એક ગાથા સાંભળી
चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की ।
केसव चक्की केसव, दुचक्की केसि अ चक्की अ॥१॥ ભાવાર્થપ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રી, પછી એક કેશવ (વાસુદેવ), પછી એક ચક્રી, પછી એક કેશવ, પછી બે ચક્રી, - ૧ ગ્રંથ શબ્દ શ્લોકવાચક છે એમ કેટલાક કહે છે. અન્યત્ર સાડાત્રણ ક્રોડ પણ લખેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org