________________
૧૧૭
વ્યાખ્યાન 33] સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક
मया क्लेशसहस्रेण, रससिद्धि विधियते ।
अमीषां तु स्वभावेन, स्ववपुस्थैव विद्यते ॥१॥ અહો! મેં હજારો લેશ સહન કરી આ રસસિદ્ધિ ઉત્પન્ન કરી, અને આ ગુરુના શરીરમાં તો તે સિદ્ધિ સ્વભાવથી જ રહેલી છે.” ત્યાર પછી નાગાર્જુને તે કલ્પવૃક્ષ સમાન ગુરુની વંદના અને સ્તુતિ વડે ચિરકાળ સેવા કરી.
તે સમયમાં શાલિવાહન રાજાની સભામાં ચાર ઋષિઓ લાખ લાખ શ્લોકના ગ્રંથ રચીને રાજા પાસે આવીને બોલ્યા કે, “હે રાજા! અમારા ગ્રંથ તમે સાંભળો.” રાજાએ જવાબ આપ્યો કે, “એવડા મોટા ગ્રંથો સાંભળવાનો મને અવકાશ નથી.” ત્યારે તેઓ પચાસ પચાસ હજાર શ્લોકના ગ્રંથ કરીને આવ્યા ત્યારે પણ રાજાએ તેટલા મોટા ગ્રંથ સાંભળવાની અશક્તિ જણાવી; ત્યારે તેઓ તેથી અર્ધા ગ્રંથ કરી લાવ્યા. એમ ઓછા કરતાં કરતાં છેવટે એક એક શ્લોક કરીને લાવ્યા, તોપણ રાજાએ સાંભળવાની ના કહી. ત્યારે તેઓ એક એક પાદ કરીને લાવ્યા. તે વખતે રાજાએ સાંભળવાની હા કહી. ત્યારે પ્રથમ આત્રેય નામના ઋષિ ચિકિત્સા (વૈદક) શાસ્ત્રના રહસ્યરૂપ એક પાદ બોલ્યા-“ની મોનનમાય:” આત્રેય કહે છે કે એક વાર જમેલું જીર્ણ થયા પછી (પચ્યા પછી) બીજું ભોજન કરવું. બીજા કપિલે કહ્યું, “પત્ન: પ્રાણિનાં ફયા' પ્રાણી માત્ર પર દયા રાખવી એ જ ખરો ઘર્મ છે, એમ કપિલે ઘર્મશાસ્ત્રનો સાર કહ્યો. ત્રીજા બૃહસ્પતિએ નીતિશાસ્ત્રનો સાર આ પ્રમાણે કહ્યો-“બૃહસ્પતિરવિશ્વાસ: બૃહસ્પતિ કહે છે કે કોઈનો વિશ્વાસ કરવો નહીં. ચોથા પંચાલે કામશાસ્ત્રનું રહસ્ય આ પ્રમાણે જણાવ્યું, ‘ચ: સ્ત્રપુ માર્વવત્ પંચાલ કહે છે કે, સ્ત્રીઓને વિષે મૃદુતા (કોમળતા) રાખવી. આ પ્રમાણે ચાર લાખ શ્લોકનું રહસ્ય માત્ર એક જ શ્લોકમાં બતાવી આપ્યું. તે સાંભળીને રાજાએ તેમને સારું સન્માન આપીને વારંવાર તેમની પ્રશંસા કરી. તે વખતે રાજાની રાણી ભોગવતી બોલી કે
ता गडयंति वाइंदगयघडा मयभरेण उप्पिच्छा ।
जावन्न पायलित्तयं, पंचवयणनाऊ समुल्लसई ॥४॥ ભાવાર્થ-“જ્યાં સુધી પાદલિતાચાર્યરૂપી સિંહનું લાંગૂલ (પૂછડું) ઉલ્લાસ પામ્યું નથી (સિંહનાદ થયો નથી) ત્યાં સુધી જ મદના સમૂહવડે ગર્વિષ્ઠ થયેલા દુકપ્રેક્ષ્ય એવા મોટા વાદીઓરૂપી હસ્તીઓના સમૂહો ગર્જના કરે છે.”
તે સાંભળીને રાજાએ પોતાના પ્રધાનોને મોકલી પાદલિતાચાર્યને તેડાવ્યા. તેઓ સૂરિને લઈને આવતા હતા, તે વખતે સર્વે વિદ્વાનોએ એકઠા થઈને એક વૃતથી ભરેલો થાળ સૂરિની સામે મોકલ્યો. તે જોઈને સૂરિમહારાજે તેમાં એક સોય નાંખીને તે થાળ પાછો મોકલ્યો. તે જોઈને રાજાએ પંડિતોને તેનો ભાવ પૂછ્યો, ત્યારે તેઓ બોલ્યા કે, “હે રાજા! ઘીના થાળની જેમ આ નગર વિદ્વાનોથી પૂર્ણ છે, માટે તમારો પ્રવેશ તેમાં શી રીતે થશે? એવો અમારો ભાવ હતો. તેમાં સોય નાંખીને સૂરિએ એ થાળ પાછો મોકલ્યો. તેથી તેમણે એ અભિપ્રાય જણાવ્યો કે જેમ ઘીના થાળમાં સૂક્ષ્મતાને લીધે આ સોયનો પ્રવેશ થયો, તેમ હું પણ આ નગરમાં પ્રવેશ કરીશ.” તે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. પછી સર્વ પંડિતો સહિત રાજા સૂરિની સામે ગયો, અને તેમને મહોત્સવપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org