________________
૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩ પ્રમાણે શૃંગારનાં વચનો સાંભળી ગુરુ ક્રોઘ કરી બોલ્યા- “અરે પલિત્ત (પ્રલિત) એટલે પ્રકર્ષે કરીને (પાપથી) લિંપાયેલા! તું એ શું બોલે છે?” તે વખતે તે ક્ષુલ્લક સાઘુ ગુરુના ચરણકમળમાં નમન (વંદના) કરીને બોલ્યો
गुरुचरणे नमिऊं, विनवइ देह पसिऊण ।
अहियं एगं मत्तं, जेणं हवेमि पालित्तं ॥१॥ હે પૂજ્ય! મારાપર કૃપા કરીને પત્તિ શબ્દમાં એક કાનો વઘારી આપો, કે જેથી હું પત્તિ (પાયલિસ=પાદલિપ્ત) થાઉં.” અર્થાત્ પાદ એટલે પગે લિપ્ત એટલે લેપાયેલો, અર્થાત્ પગે, લેપ કરવાથી આકાશે ઊડી શકાય તેવી વિદ્યાવાળો થાઉં. તે સાંભળીને તેની બુદ્ધિથી પ્રસન્ન થયેલા ગુરુએ તેને પાદલપની વિદ્યા આપી, અને અનુક્રમે તેને યોગ્ય જાણી સૂરિપદ આપી તેનું પાદલિપ્તસૂરિ એવું નામ સ્થાપન કર્યું.
પાદલિપ્તાચાર્ય વિહાર કરતાં અન્યદા ખેટકપુરમાં આવ્યા ત્યાં જીવાજીવોત્પત્તિ પ્રાભૃત, નિમિત્ત પ્રાભૃત, વિદ્યા પ્રાભૃત અને સિદ્ધ પ્રાભૃત એ ચાર પાહુડાં તેમને મળ્યાં. પછી સૂરિ હમેશાં પાઇલેપ વિદ્યાએ કરીને પાંચે તીર્થોએ જઈ ત્યાં રહેલ જિનબિંબોને વંદન કરીને પછી ભોજન કરવા લાગ્યા.
એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. ત્યાં જેણે ઘણા લોકોને વશ કર્યા છે એવો નાગાર્જુન નામનો યોગી સૂરિ પાસે આવી વિદ્યા શીખવાની ઇચ્છાએ શ્રાવક થઈને નિરંતર તેમના ચરણની સેવા કરવા લાગ્યો. નિરંતર ગુરુના ચરણકમળમાં વંદના કરવાથી ઔષધિઓના ગંઘવડે તેણે એકસો ને સાત ઔષધિઓ ઓળખી લીઘી. પછી તે સર્વ ઔષધિઓને જળ સાથે મેળવી વાટીને તેનો પગે લેપ કરી આકાશમાં ઊડવા લાગ્યો; પણ થોડે દૂર ઊડીને પાછો જે તે સ્થાને તે પડવા લાગ્યો; તેથી તેના શરીરે ચાઠાં પડ્યાં. તે જોઈને એકદા ગુરુએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તારા શરીરે ક્ષત (ચાઠાં) શેનાં છે?” ત્યારે તે યોગીએ ગુરુ પાસે સત્ય વાત કહી બતાવી. તે સાંભળીને તેની બુદ્ધિથી રંજિત (આનંદિત) થયેલા ગુરુએ તેને શુદ્ધ (સત્ય) શ્રાવક બનાવ્યો. પછી વિહારસમયે ગુરુએ તેને કહ્યું કે, “હે શ્રાવક! જો તારે આકાશમાં ઊડવાની ઇચ્છા હોય તો તે એકસો ને સાતે ઔષધિઓને સાઠી ચોખાના ઓસામણમાં એકત્ર કરીને તેનો લેપ કરજે, જેથી તને અલના નહીં થાય.” આ પ્રમાણેના ગુરુવચનથી તેનો મનોરથ પૂર્ણ થયો એટલે તે પણ સ્વસ્થાને ગયો.
એકદા તે નાગાર્જુને ઘણા દ્રવ્યનો વ્યય કરીને સુવર્ણસિદ્ધિ નિપજાવી. પછી ગુરુનો ઉપકાર સંભારીને તેનો બદલો વાળવા માટે તેના રસની એક ઝૂંપી લઈને પોતાના શિષ્યદ્વારા ગુરુને તે ભેટ તરીકે મોકલી. તે જોઈ ગુરુએ તે શિષ્યને કહ્યું કે, “અમે તૃણને તથા સુવર્ણને સમાન ગણીએ છીએ; માટે આ અનર્થકારક રસની અમે ઇચ્છા રાખતા નથી.” એમ કહીને ગુરુએ રાખ મંગાવી તે સર્વ રસ રાખમાં ઢોળી દીધો અને તે કૂંપીમાં પોતાનું મૂત્ર ભરીને તે કંપી પાછી આપી. તે લઈને તે શિષ્ય નાગાર્જુન પાસે આવી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ક્રોઘથી આરક્ત થયેલા યોગીએ વિચાર્યું કે, અહો!તે સાઘુ કેવા અવિવેકી છે? એમ કહી તેણે તે કૂંપીને એક પથ્થર પર પછાડી ફોડી નાંખી. ક્ષણવારમાં તે શિલા સુવર્ણમય થઈ ગઈ. તે જોઈને આશ્ચર્ય પામેલા યોગીએ વિચાર્યું કે
૧ શાસ્ત્રો (પૂર્વમાંથી ઉદ્ધરેલાં).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org