________________
વ્યાખ્યાન ૪] સમકિતના ત્રણ ભેદ
૧૯ નથી, પણ મહાવીર સ્વામીના સર્વ શિષ્યો મારા જેવા જ છે.” તે સાંભળી શ્રેણિકે તેને કહ્યું કે, “અરે! તારું જ આવું હીન ભાગ્ય છે, બાકી વીરપરમાત્માના શિષ્ય તો ગંગાના જળ જેવા પવિત્ર-પુણ્યસ્વરૂપ છે.” એવી રીતે તેની નિર્ભર્સના કરીને રાજા નગરીમાં પ્રવેશ કરે છે તેવામાં તેણે એક યુવાન સાથ્વીનું રૂપ જોયું. તે સાધ્વીએ હાથે પગે અલતાનો રસ લગાડ્યો હતો, યથાયોગ્ય સર્વ અલંકારો અંગપર ઘારણ કર્યા હતાં, નેત્રમાં કાજળ આંજ્યું હતું, મુખ તંબોળથી ભરેલું હતું અને ગર્ભવતી હતી. તેને જોઈને રાજાએ કહ્યું કે, “હે ભલી સાધ્વી! આવું શાસનવિરુદ્ધ આચરણ કેમ કરે છે?” ત્યારે તે બોલી કે, “હું એકલી જ આવી છું એમ નથી, પણ સર્વ સાધ્વીઓ આવી જ છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “અરે પાપિણી! તારું જ આવું અભાગ્ય છે, કે જેથી આવું વિરુદ્ધ આચરણ કરે છે અને બોલે છે.” એ પ્રમાણે તેનો તિરસ્કાર કરીને રાજા આગળ ચાલ્યો. તેવામાં તે દેવતાએ પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી રાજાને પ્રણામ કરીને કહ્યું કે, “હે રાજા! તમને ઘન્ય છે. ઇન્દ્ર જે પ્રમાણે તમારી પ્રશંસા કરી હતી તેવા જ તમે છો. જેમ સમુદ્ર મર્યાદા ન મૂકે તેમ તમે તમારા સમ્યત્વની મર્યાદાનો ત્યાગ કર્યો નહીં.” ઇત્યાદિ સ્તુતિ કરીને તે દેવ રાજાને એક દૈવી હાર તથા બે ક્ષૌમ વસ્ત્ર (રેશમી વસ્ત્ર) આપી અશ્ય થયો.
રાજાએ પોતાના મહેલમાં આવી કપિલા દાસીને બોલાવીને કહ્યું કે, “તું મુનિને તારા હાથે દાન આપ.” તે બોલી કે “હે સ્વામી! મને એવી આજ્ઞા ન આપો, હું દાન નહીં આપું; તમે હુકમ કરો તો હું અગ્નિમાં પેસું, વિષ ખાઉં, પણ એ કાર્ય નહીં કરું.” તેનાં આવાં વચનો સાંભળીને રાજાએ કાલસૌકરિકને બોલાવી તેને કહ્યું કે, “તું માત્ર એક જ દિવસ પાડાનો વઘ કરવો તજી દે.” તે બોલ્યો કે, “હે સ્વામી! હું જન્મથી દરરોજ પાંચસો જીવનો વઘ કરું છું તે હું મૂકીશ નહીં. મારું આયુષ્ય ઘણું ગયું છે, હવે થોડું બાકી છે, તેથી તેટલા માટે હવે પ્રાણવઘને શા માટે તજું? શી રીતે મૂકું? મોટો સમુદ્ર તરીને નાના ખાબોચિયામાં કોણ ડૂબે?” તે સાંભળીને હાસ્ય કરતા રાજાએ તેને એક મોટા અંઘ ફૂપમાં નખાવ્યો. બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા પ્રભુ પાસે જઈ તેમને વંદના કરીને બોલ્યો કે, “હે પ્રભુ! મેં કાલસૌકરિકને પાડાના વઘથી એક દિવસને માટે અટકાવ્યો છે.” ત્યારે પ્રભુ બોલ્યા કે, “તે કાલસીકરિકે કૂવામાં રહ્યા રહ્યા માટીના પાંચસો પાડા કરીને તેનો વઘ કર્યો છે.” તે સાંભળીને રાજાએ જિનેશ્વરને કહ્યું કે, “હે નાથ! કૃપાનિધિ એવા આપનું શરણ મૂકીને હું કોને શરણે જાઉં?” જિનેન્દ્ર બોલ્યા કે, “હે વત્સ! ખેદ ન કર. તું સમકિતના પ્રભાવથી આ ભવથી ત્રીજા ભવે મારા જેવો પદ્મનાભ નામે તીર્થંકર થવાનો છે.” (આ સ્થાને વિસ્તાર ઘણો છે, તે ઉપદેશકંદલી નામના ગ્રંથથી જાણવો.) તે સાંભળીને હર્ષ પામી પોતાના નગરમાં આવી શ્રેણિક રાજા નિરંતર ઘર્મો કરવા લાગ્યો. તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતો અને હમેશાં જિનેશ્વરની સન્મુખ એકસો આઠ સુવર્ણના ચોખાવડે સાથિયા પૂરતો; પરંતુ સ્વયંભૂરમણ સમુદ્રના મત્યનું ભક્ષણ કરવાના ત્યાગ જેટલો પણ તે નિયમ લઈ શકતો નહીં. એવો વિરતિરહિત છતાં પણ સાયિક સમકિતના બળથી આગામી કાળે તે બોંતેર વર્ષના આયુષ્યવાળો, સાત હાથ ઊંચો અને શ્રી મહાવીરના જ જેવો આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થકર થશે.
શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને શુભ ભાવવડે ક્ષાયિક સમકિતના પ્રભાવથી તીર્થંકરપણાને પામશે.” -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org