________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
વ્યાખ્યાન ૫
સમકિતની પહેલી શ્રદ્ધા-પરમાર્થસંસ્તવ
સમિતિના સડસઠ ભેદમાંના પહેલાં ચાર શ્રદ્ધાના ભેદ પૈકી પરમાર્થ સંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધાના સ્વરૂપ વિષે કહે છે–
૨૦
पदैः ।
जीवाजीवादितत्त्वानां, सदादिसप्तभिः शश्वत्तच्चिन्तनं चित्ते, सा श्रद्धा प्रथमा भवेत् ॥ १॥
ભાવાર્થ-‘જીવ અજીવ વગેરે તત્ત્વોનું સત્ વગેરે સાત પદોવડે ચિત્તમાં નિરંતર ચિંતવન કરવું, તે પ્રથમ શ્રદ્ધા કહેવાય છે.’’
જે પ્રાણોને ધારણ કરે તેને જીવ કહીએ અને તેથી વિપરીત-પ્રાણરહિત તે અજીવ કહીએ. મૂળ શ્લોકમાં જીવ અજીવ આદિ તત્ત્વો એમ કહ્યું છે, તેથી ‘આદિ’ શબ્દ વડે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મોક્ષ એ સાત તત્ત્વો ગ્રહણ કરવાં, તે તત્ત્વોનું છતાપણું, સંખ્યા, ક્ષેત્રસ્પર્શ, કાળ, અત્તર, ભાવ અને અલ્પબદ્દુત્વ એ સાત સ્થાનકો વડે નિરંતર મનમાં ચિંતન કરવું, તે ૫રમાર્થ સંસ્તવ નામની સમકિતની પહેલી શ્રદ્ધા કહેવાય છે, તેનું બીજું નામ પરમરહસ્ય પરિચય પણ કહેલું છે.
[સ્તંભ ૧
અંગારમર્દક આચાર્ય વગેરેને પણ પરમાર્થ સંસ્તવ વગેરે તો સંભવે છે, એમ કોઈ શંકા કરે તો તે શંકા કરવાપણું નથી; કેમ કે આ શ્રદ્ધામાં કેવળ તાત્ત્વિક શ્રદ્ધાવાળાને જ અધિકારી ગણેલા છે. અને અંગારમર્દક જેવા મિથ્યાત્વીને તાત્ત્વિક શ્રદ્ધાનો બિલકુલ સંભવ જ નથી. આ પહેલી શ્રદ્ઘા ઉપર અભયકુમારનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે–
અભયકુમારનું દૃષ્ટાંત
औत्पत्त्यादिधियां सद्म, अभयो मंत्रिणां वरः । तत्त्वपरिचयादाप, सर्वार्थसिद्धिकं
સુષ્ણમ્ શા
ભાવાર્થ-‘ઔત્પાતિકી વગેરે બુદ્ધિના સ્થાનરૂપ મંત્રીવર અભયકુમાર તત્ત્વના પરિચયથી સર્વાર્થસિદ્ધિનું સુખ પામ્યો.’’
Jain Education International
રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રેણિક વગેરે સો પુત્રો હતા. એકદા રાજાએ ‘‘રાજ્યને યોગ્ય કયો કુમાર છે?’' તેની પરીક્ષા કરવા માટે તે સો પુત્રોને એકેક ખીરનો થાળ આપી સાથે જમવા બેસાડ્યા. પછી જ્યારે તેઓએ જમવાનું શરૂ કર્યું, ત્યારે રાજાએ અત્યંત ભૂખ્યા થયેલા કૂતરાઓ તેમના તરફ છોડી મુકાવ્યા. તે કૂતરાઓને આવતાં જોતાં જ એક શ્રેણિક સિવાય બીજા સર્વે કુમારો જમ્યા વિના જ ખીરથી ખરડેલા (એઠાં) હાથે ઊભા થઈને નાઠા. શ્રેણિક કુમા૨ તો જેમ જેમ કૂતરાઓ પાસે આવવા લાગ્યા તેમ તેમ પોતાના ભાઈઓના થાળ તેમને આપતો આપતો પોતાના થાળની ખીર ખાવા લાગ્યો. એ પ્રમાણે તે પૂરેપૂરું જમ્યો. આ વૃત્તાંત જાણીને રાજાએ નવાણું કુમારોની પ્રશંસા કરી, અને શ્રેણિકની નિંદા કરતા સતા તેને કહ્યું કે “તેં કૂતરાઓ સાથે ભોજન કર્યું તેથી તને ઘિક્કાર છે!’’
એકદા ફરીથી પરીક્ષા કરવા માટે ખાજાં, લાડુ વગેરે કરંડીઆમાં ભરીને તેનાં ઢાંકણાં બંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org