________________
વ્યાખ્યાન ૫]
સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવ કરી તે ઉપર સીલ માર્યા, તથા માટીના કોરા ઘડા પાણીથી ભરીને તે ઉપર પણ સીલ કર્યા પછી તે કરંડીઆઓ અને તે ઘડાઓ કુમારોને આપીને રાજાએ કહ્યું કે, “તમારે આ સીલ તોડ્યા વિના કરંડિયામાંથી પક્વાન્ન ખાવું અને ઘડાઓમાંથી પાણી પીવું.” એમ કહીને તેઓને એકાત્ત સ્થળમાં રાખ્યા. પછી સર્વ કુમારોને ભૂખ લાગી, પણ તેઓને ખાવાનો ઉપાય સૂક્યો નહીં. તે જોઈને શ્રેણિકે કરંડીઆઓને હલાવી હલાવીને તેની વાંસની સળીઓના છિદ્રોમાંથી તે પક્વાન્નનો ભૂકો કાઢી કાઢીને તથા ઘડાઓને લૂગડાં વીંટીને ભીનાં થયેલાં તે વસ્ત્રોને નીચોવી નીચોવીને સર્વ કુમારોને તૃપ્ત કર્યા. તે હકીકત સાંભળીને રાજાએ શ્રેણિકની બુદ્ધિથી અંતઃકરણમાં પ્રસન્ન થયા છતાં ઉપરથી નિંદા કરી કે “પક્વાન્નનો ભૂકો કરીને રાંકની જેમ ખાઘો, તેની બુદ્ધિ રાંક જેવી જાણવી.”
એકદા રાજમહેલમાં આગ લાગી, તે વખતે રાજાએ કુમારોને આજ્ઞા આપી કે “જેનાથી જે ચીજ લેવાય તે લઈ લો.” તે સાંભળીને સર્વે કુમારો મણિ માણિક્ય વગેરે જવાહિર લઈ આવ્યા, અને શ્રેણિકે તો રાજાના જયના પ્રથમ ચિહ્નરૂપ ભંભા લીધી. તે સાંભળીને પણ રાજાએ શ્રેણિકની નિંદા કરી અને તેનું ભંભસાર નામ પાડ્યું.
પછી રાજાએ શ્રેણિક સિવાય બીજા સર્વે કુમારોને જુદા જુદા દેશો આપ્યા, પણ શ્રેણિકને કાંઈ આપ્યું નહીં; તેથી અપમાન પામેલો શ્રેણિક ગુપ્ત રીતે રાજગૃહ નગરમાંથી નીકળી ગયો. અનુક્રમે ચાલતાં ચાલતાં તે બેનાતટ નગરે પહોંચ્યો. તે નગરની અંદર પ્રવેશ કરી શ્રેણિક કોઈ ભદ્ર નામના શ્રેષ્ઠીની દુકાને બેઠો. તે દિવસે શ્રેણિકના પુણ્યપ્રભાવથી તે શ્રેષ્ઠીને વેપારમાં ઘણો લાભ થયો. તેથી તેણે શ્રેણિકને પૂછ્યું કે “હે પુષ્યનિધિ! આજે તમે કોના અતિથિ થવાના છો?” શ્રેણિકે હાસ્ય કરતાં જવાબ આપ્યો કે “આપના જ.” તે સાંભળીને શ્રેષ્ઠીએ હર્ષિત થઈ વિચાર કર્યો કે “આજે સ્વપ્નમાં મેં મારી પુત્રીને યોગ્ય વર જોયો હતો તે જ આ જણાય છે. માટે બહુ ઠીક થયું.” એમ વિચારીને શ્રેષ્ઠી દુકાન બંધ કરી શ્રેણિકને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયો. ત્યાં ગૌરવને યોગ્ય એવા તે શ્રેણિકની તેણે ભોજનાદિકવડે સારી પરોણાગત કરી. પછી પોતાના કુટુંબીઓને બોલાવીને શ્રેષ્ઠીએ મહોત્સવ સહિત વિધિપૂર્વક પોતાની પુત્રી સુનંદાને શ્રેણિક સાથે પરણાવી. શ્રેણિક તેની સાથે પ્રીતિપૂર્વક ક્રીડા કરવા લાગ્યો. કેટલેક કાળે સુનંદા ગર્ભવતી થઈ. ગર્ભના પ્રભાવે તેને જિનપૂજા કરવી, હાથી ઉપર બેસવું અને અહિંસાનો પટહ (અમારી પડહ) વગડાવવો–વગેરે દોહદો થયા જે શ્રેણિકે રાજાની સહાયથી પૂર્ણ કર્યા.
અહીં રાજગૃહી નગરીમાં પ્રસેનજિન રાજા શ્રેણિકના જવાથી તેના વિયોગના દુઃખ વડે અત્યંત દુઃખી થઈને તેની શોધ કરવા લાગ્યો. અન્યદા કોઈ સાર્થવાહના મુખથી “શ્રેણિક બેનાતટ નગરે છે” એમ સાંભળ્યું. તેવામાં પ્રસેનજિત રાજાને આયુષ્યના અન્તને કરનારો મહા વ્યાધિ ઉત્પન્ન થયો; તેથી પોતાનું મૃત્યુ સમીપ જાણીને તેણે શ્રેણિકને તરત બોલાવવા માટે રાજસેવકોને સાંઢણી પર બેસાડીને બેનાતટ તરફ મોકલ્યા. તેમણે શ્રેણિક પાસે આવીને રાજાની અંતસ્થિતિવાળી હકીકત કહી. તે સાંભળીને શ્રેણિકે સુનંદાને કહ્યું કે, “હે પ્રિયા! હું મારા પિતા પાસે જાઉ છે, તમારે તો હાલ અહીં જ રહેવું યોગ્ય છે તેથી અહીં રહો; અને જો તમારે આ ગર્ભથી પુત્ર પ્રસવે તો તેનું નામ અભય રાખજો.” તે સાંભળીને સુનંદા બોલી કે “જ્યારે તે પુત્ર આઠ વરસનો થાય, અને મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org