________________
વ્યાખ્યાન ૫૬]. સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક
૧૯૫ હોવી જોઈએ. પણ તેમ તો નથી. આ તો બદલાયા જ કરે છે. માટે એ સર્વ વિચિત્રતા કર્મથી જ થયેલી છે એમ અવશ્ય માનવું પડશે. કહ્યું છે કે
नित्यं सत्त्वमसत्त्वं वा, हेतोरन्यानपेक्षणात् । અન્ય હેતુની અપેક્ષા ન હોય તો નિત્ય સત્ત્વ અથવા અસત્ત્વપણું હોવું જોઈએ.” તેમ નથી તેથી જે કાંઈ તે વિચિત્રતાનો હેતુ છે તે જ કર્મ છે. પૌરાણિકો પણ કર્મનું પ્રતિપાદન કરે છે. તેઓ કહે છે કે
यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्य इवावतिष्ठते ।
तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥१॥ ભાવાર્થ-જેમ જેમ નિઘાનની પેઠે પૂર્વે કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ તેમ તે કર્મનું પ્રતિપાદન કરવા તૈયાર થયેલી મતિ જાણે હાથમાં દીવો લઈને જ આવતી હોય તેમ પ્રવર્તે છે.” અર્થાત્ જેમ કર્મ ચલાવે છે તેમ જીવ ચાલવા લાગે છે. “વૃદ્ધિ કર્યાનુસાર ” વળી
यत्तत्पुराकृतं कर्म, न स्मरन्तीह मानवाः ।
તત્વેિ પાંડવન્ચેઝ, વૈવામિત્યમિત્તે રાા ભાવાર્થ-“હે યુધિષ્ઠિર! પૂર્વે કરેલાં જે કર્મને મનુષ્યો આ ભવમાં સંભારી શક્તા નથી, (એટલે જે પૂર્વકર્મા મનુષ્યોના સ્મરણમાં આવતા નથી, તે કર્મ દૈવ' (ભાગ્ય, પ્રારબ્ધ) એ શબ્દથી કહેવાય છે.”
વળી હે અગ્નિભૂતિ! તે કર્મ મૂર્તિમાન છે એમ માન. કેમકે કર્મને અમૂર્ત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતનો (સુખ દુઃખનો) સંભવ ઘટે નહીં. વળી એ કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સંબંઘ (સંયોગ) છે એમ પણ જાણ; જો તેનો સંબંધ સાદિ માનીએ તો મુક્ત જીવોને પણ કર્મનો સંબંઘ થવો જોઈએ, કેમકે સાદિ સંબંઘ માનવાથી સંસારી જીવ પહેલાં કર્મ રહિત હતો, અને પછી અમુક કાળે કર્મ સહિત થયો, તો મુક્ત જીવ પણ કર્મ રહિત થયા પછી તેને પણ અમુક વખતે કર્મનો સંબંધ થવો જોઈએ અને તેમ થવાથી મુક્ત જીવો અમુક્ત થશે, માટે તેમ માનવું ઇષ્ટ નથી; તેથી પ્રવાહે કરીને જીવ અને કર્મનો સંબંઘ અનાદિ છે એમ જાણ. અહીં કોઈ એવી શંકા કરે કે-“જ્યારે જીવ અને કર્મનો સંબંઘ અનાદિ છે, ત્યારે તેનો વિયોગ શી રીતે થઈ શકે? કેમકે જે અનાદિ હોય, તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનંત પણ છે.” આ શંકાનો જવાબ એ છે કે જેમ સુવર્ણ અને પાષાણનો સંબંઘ અનાદિ છે, તોપણ તેવા પ્રકારની સામગ્રીને યોગે અગ્નિમાં મૂકીને ઘસવાથી સુવર્ણ અને પાષાણ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના યોગે અનાદિ સંબંધવાળા કર્મથી જુદો પડે છે, એમ સિદ્ધ થાય છે.
વળી હે આયુષ્માન્! જો કર્મ ન હોય, તો ઘર્મ, અધર્મ, દાન, અદાન, શીલ, અશીલ, તપ, અતપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વગેરે સર્વ વ્યર્થ થાય; માટે તું તારો પક્ષ છોડીને કર્મ છે” એમ અંગીકાર કર.
અહીં કોઈ શંકા કરે કે-જગત વગેરે સર્વ વસ્તુઓનો કર્તા ઈશ્વર એક જ છે, તો શા માટે વંધ્યાના પુત્રની જેમ અદ્રષ્ટ કર્મની કલ્પના કરવી?” આવી શંકા તદ્દન અસત્ય છે; કેમકે જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org