________________
વ્યાખ્યાન ૩૨] સમકિતના છઠ્ઠા પ્રભાવક–વિદ્યાપ્રભાવક
૧૧૧ તેની કુક્ષિમાંથી નીકળીને પૃથ્વી પર પડ્યો, એટલે ભયથી કંપતી તે દાસી બોલી કે, “હે પૂજ્ય! મેં બ્રાહ્મણોના કહેવાથી આવું અકૃત્ય કર્યું છે, માટે મને ક્ષમા કરો” એમ કહીને તે મુનિના પગમાં પડી. બ્રાહ્મણો પણ કંપતા કંપતા ત્યાં આવીને મુનિના પગમાં પડ્યા. પછી રાજા વગેરેની વિનંતીથી મુનિનો ક્રોધ શાંત થયો. સર્વ લોકો મુનિના ઉપદેશથી ઘર્મ પામ્યા, અને બ્રાહ્મણોએ જૈન ધર્મની નિંદા કરવી મૂકી દીધી. મુનિ પણ ઉત્કૃષ્ટ તપવડે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિપદને પામ્યા. - “હે ભવ્ય જીવો! જો તમને મુક્તિના સુખની અભિલાષા હોય તો આ કાષ્ઠ મુનિનું અદ્ભુત ચરિત્ર સાંભળીને વિવિઘ પ્રકારની તપસ્યા કરી જિનધર્મની ઉન્નતિ કરો.”
વ્યાખ્યાન ક૨ સમકિતના છઠ્ઠા પ્રભાવક-વિધાપ્રભાવક मंत्रयन्त्रादिविद्याभियुक्तो विद्याप्रभावकः ।
સંઘાઘર્થ મહાવિદ્યાં, પ્રયુક્રયતિ નાન્યથા શા. ભાવાર્થ-જે મંત્ર, યંત્ર વગેરે વિદ્યાથી યુક્ત હોય તે વિદ્યાપ્રભાવક કહેવાય છે. તે વિદ્યાપ્રભાવક સંઘ વગેરેનાં કાર્યને માટે મહાવિદ્યાનો ઉપયોગ કરે છે; બીજા કાર્ય માટે તેનો ઉપયોગ કરતા નથી.” અહીં શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે
શ્રી હેમચંદ્ર સૂરિની કથા ઘંઘુકા ગામમાં મોઢ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલા ચાંગદેવે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. ગુરુએ અનુક્રમે તેનું હેમચંદ્રસૂરિ એવું નામ પાડ્યું. અનુક્રમે પાટણમાં કુમારપાળ રાજા થયે સતે શ્રી હેમસૂરિએ ત્યાં જઈને ઉદયન મંત્રીને પૂછ્યું કે–“રાજા અમને કોઈ વાર સંભારે છે કે નહીં?' ઉદયને કહ્યું કે, “તેઓ તમને સંભારતા નથી.” ત્યારે સૂરિએ કહ્યું–હે મંત્રી! આજે તું રાજાને એકાંતમાં કહેજે કે “આજે તમારે નવી રાણીને મહેલે સૂવા જવું નહીં.” મંત્રીએ તે જ પ્રમાણે કહ્યું. તે રાત્રે નવી રાણીના મહેલ પર વીજળી પડી, તેથી તે મહેલ બળી ગયો, રાણી પણ મૃત્યુ પામી, તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીને પૂછ્યું કે, “તમને આવી ખબર પ્રથમ કેવી રીતે પડી? આવું ઉત્કૃષ્ટ જ્ઞાન કોનું છે?” ત્યારે મંત્રીએ “હેમસૂરિએ તે વાત કહી હતી' એમ કહ્યું, તે સાંભળીને રાજા તરત જ હેમસૂરિ પાસે જઈ તેમને પ્રણામ કરીને બોલ્યો કે “હે પૂજ્ય! આપનો મારા પર પરમ ઉપકાર છે, માટે આ રાજ્ય ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ (કૃપા) કરો.” સૂરિ બોલ્યા- હે રાજા! અમારે રાજ્યનો ખપ નથી. પરંતુ
કૃતજ્ઞત્વેન રાખે, વેસ્મત્યુપરિવર્ણસિ
आत्मनीने तदा जैनधर्मे धेहि निजं मनः॥१॥ ભાવાર્થ-હે રાજેન્દ્ર! જો તું કૃતજ્ઞપણાએ કરીને (કરેલા ગુણના જાણવાપણાએ કરીને) પ્રત્યુપકાર કરવા ઇચ્છતા હો તો આત્માને હિતકારક એવા જૈન ઘર્મને વિષે તારું મન સ્થાપન કર, અર્થાત્ જૈન ઘર્મનો સ્વીકાર કર.
તે સાંભળીને રાજા બોલ્યો-“હે સ્વામી! આપ જેમ કહેશો તેમ હું કરીશ.” એકદા રાજા સૂરિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org