________________
૧૧૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર—ભાગ ૧
[સ્તંભ ૩
સાથે લઈને સોમેશ્વરની યાત્રાએ ગયા. ત્યાં રાજાએ મહાદેવને વંદના કરી. તે વખતે રાજાને બ્રાહ્મણોએ કહ્યું કે,‘જૈનધર્મીઓ તેમના તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી.’’ તે સાંભળીને રાજાએ સૂરિને કહ્યું કે,‘‘હૈ પૂજ્ય! આપ શિવને વંદના કરો.” ત્યારે સૂરિ બોલ્યા કે–
भवबीजाडुरजनना, रागाद्याः क्षयमुपागता યસ્ય | ब्रह्मा वॉ विष्णुर्वा, हरो जिनो वा નમસ્તસ્મૈ ી यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यथा तथा । वीतदोषकलुषः स चेद्भवानेक अव भगवन्नमोऽस्तु ते ॥२॥ ભાવાર્થ—જેના ભવબીજના અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિક ક્ષય પામેલા છે એવા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન જે હોય તેને મારા નમસ્કાર હો! જે તે સમયે, જે તે પ્રકારે, જે તે નામવડે, જે છે તે તું જ છે. સર્વ દોષ અને પાપ રહિત જો કોઈ હોય તો તું એક જ છે; માટે હે ભગવન્! તમને મારા નમસ્કાર હો.’’
આવી સ્તુતિ સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યો. પછી તેણે ગુરુને કહ્યું કે, “હે પૂજ્ય! મતમતાંતરનો આગ્રહ મૂકીને ખરું તત્ત્વ શું છે તે મને કહો.' સૂરિ બોલ્યા,‘“હે રાજા! શાસ્ત્રનો સંવાદ દૂર રહો, માત્ર આ શિવ જ તમારી પાસે તત્ત્વનું નિરૂપણ કરશે તે તમે આદરજો.’’ પછી મધ્યરાત્રિએ સૂરિના ધ્યાનથી પ્રત્યક્ષ થઈને શિવે રાજાને કહ્યું કે,“હે રાજા! શ્રી તીર્થંકરોએ પ્રરૂપિત કરેલા સ્યાદ્વાદ તત્ત્વનું આચરણ કરવાથી તું વાંછિત ફળને પામીશ.' તે સાંભળીને રાજા સમકિતની સન્મુખ થયો.
એકદા વાયુને સ્તંભન કરવાની ક્રિયામાં એટલે શરીરમાં ચાલતા વાયુને રોકીને શરીરને હલકું બનાવવાની ક્રિયામાં નિપુણ એવો દેવબોધિ નામનો બ્રાહ્મણ કમળના નાળના દાંડા કરી, કેળના પાંદડાનું આસન (શિબિકા-પાલખી) કરી કાચા સૂતરના તાંતણાથી તે નાળ અને પાંદડાં બાંઘી તે શિબિકા નાના શિષ્યોના સ્કંધપર ઉપડાવી, પોતે તેમાં બેસીને રાજસભામાં આવ્યો. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ તેને સન્માન આપ્યું. પછી પૂજાને સમયે જિનેશ્વરની પૂજા કરતા રાજાને જોઈને દેવબોધિએ કહ્યું કે,‘“હે રાજા! તારા કુળધર્મનું ઉલ્લંઘન કરવું તને યુક્ત નથી. કહ્યું છે કે—
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवंतु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे न्याय्यात्पथः प्रविचलन्ति पदं न થીરા ]]]]
वा
ભાવાર્થ—નીતિશાસ્ત્રમાં નિપુણ એવા પુરુષો નિંદા કરો અથવા સ્તુતિ (પ્રશંસા) કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, આજે જ મૃત્યુ પ્રાપ્ત થાઓ, અથવા બીજા યુગમાં મૃત્યુ થાઓ, તોપણ થીર પુરુષો કાંઈ પણ દરકાર રાખ્યા વિના જ ન્યાયના રસ્તાથી એક પગલું પણ ચલિત થતા નથી.
માટે હે રાજા! તારે કુળપરંપરાનો શિવધર્મ છોડવો યોગ્ય નથી.’ તે સાંભળીને રાજા બોલ્યો કે, ‘“સર્વશે કહેલો હોવાથી જૈનધર્મ જ સત્ય છે.'' દેવબોધિ બોલ્યો કે,“હે રાજા! જો તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org