________________
૧૪૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩
વળી તમારા ધ્યાનમાં વિઘ્નકારી પ્રશ્ન પૂછીને મેં જે દૂષણ કર્યું છે તથા સાંસારિક ભોગ ભોગવવા માટે તમને જે અઘટિત નિયંત્રણ કર્યું છે તે સર્વ મારો અપરાઘ ક્ષમા કરો.’ આ પ્રમાણે કહી ભક્તિપૂર્વક તે મુનિની સ્તુતિ કરીને સર્વ રાજાઓમાં ચંદ્ર સમાન શ્રેણિક રાજા ધર્મમાં અનુરક્ત થઈ પોતાના અંતઃપુર અને પરિવાર સહિત પોતાની નગરીમાં આવ્યો.
અમિત ગુણસમૂહથી સમૃદ્ધ એવા તે નિર્પ્રન્થ મુનિ પક્ષીની જેમ પ્રતિબંધ રહિતપણે પૃથ્વી ઉપ૨ વિહાર કરી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ઉગ્ર એવા ત્રણ દંડથી વિરામ પામી, મોહાર્દિકનો નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે અક્ષય સુખવાળા મોક્ષપદને પામ્યા.
વ્યાખ્યાન ૪૩
સમકિતનું ત્રીજું લક્ષણ-નિવેદ
संसारकारकागार
विवर्जनपरायणा । प्रज्ञा चित्ते भवेद्यस्य, तन्निर्वेदकवान्नरः॥१॥
ભાવાર્થ-સંસારરૂપી કારાગૃહનું વર્જન ક૨વામાં તત્પર એવી દૃઢ બુદ્ધિ જેના ચિત્તને વિષે હોય છે, તે પુરુષ નિવૈદવાન કહેવાય છે.
સિદ્ધાન્તમાં કહ્યું છે કે,“નિન્દ્રેએળ અંતે નીવે હ્રિ નળ'' હે ભગવાન! નિર્વેદથી જીવ શું ઉપાર્જન કરે?” ભગવંત કહે છે કે, “નિદ્વેગેનું તે વિન્વમાણુરિચ્છન્નેસુ ામમોનેસુ विरजमाणे निव्वेयं हव्वमागच्छइ । सव्वविसअसु विरज्जइ । सव्वविसअसु विरज्जमाणे आरंभपरिग्गहपरिच्चायं करोति । आरंभपरिग्गह परिच्चायं करेमाणे संसारमग्गं बोच्छिदंति સિદ્ધિમનહિવત્રેય મવતિ ।’’ ‘નિર્વેદ થકી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગને વિષે વૈરાગ્ય પામી ખરા નિર્વેદને પ્રાપ્ત થાય છે, અને સર્વ વિષયોમાં વિરક્તિ પામે છે. સર્વ વિષયોમાં વિરક્તિ થવાથી આરંભપરિગ્રહનો પરિત્યાગ કરે છે. આરંભપરિગ્રહનો પરિત્યાગ કરવાથી સંસારમાર્ગનો ઉચ્છેદ થાય છે, અને સિદ્ધિ (મોક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે.’’
આ પ્રસંગ ઉપર હરિવાહન રાજાનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે– હરિવાહન રાજાની કથા
ભોગાવતી નામની પુરીમાં ઇન્દ્રદત્ત નામે રાજા હતો. તેને હરિવાહન નામનો પુત્ર હતો. તે હરિવાહનને એક સુથારનો પુત્ર તથા એક શ્રેષ્ઠીનો પુત્ર એમ બે મિત્રો હતા. તે બન્ને મિત્રોની સાથે હરિવાહન સ્વેચ્છાએ ક્રીડા કરતો હતો. તે જોઈ રાજાએ એકદા દુર્વચનથી તેનો તિરસ્કાર કર્યો; એટલે તિરસ્કારનું દુઃખ સહન ન થવાથી હિરવાહન પોતાના બન્ને મિત્રો સહિત મા-બાપના સ્નેહનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં તે ત્રણે મિત્રો એક મોટા અરણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સૂંઢને ઉલાળતો એક મર્દોન્મત્ત હાથી તેમના તરફ આવતો દીઠો. તેથી સુથારનો અને વણિકનો પુત્ર તો તેના ભયથી કાગડાની જેમ નાસી ગયા; પણ રાજપુત્ર તો શૂરવીર હતો, તેથી તેણે તે મત્ત હાથીને સિંહનાદવડે ચેષ્ટા રહિત કરી દીધો. પછી પોતાના બન્ને મિત્રની શોધ કરતો તે રાજપુત્ર આગળ ચાલ્યો. પરંતુ તેમની શુ ધ તેને મળી નહીં. અનુક્રમે ભમતાં ભમતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org