________________
વ્યાખ્યાન ૫૧]
સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ
अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥ १ ॥
ભાવાર્થ—“શરીર અનિત્ય (ક્ષણભંગુર) છે, વૈભવ નિરંતર રહેવાનો નથી, અને મૃત્યુ નિરંતર પાસે જ રહેલું છે, માટે પ્રાણીએ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ.’’
આ પ્રમાણે મુનિની વાણી સાંભળી પ્રતિબોઘ પામેલા તે બ્રાહ્મણે તે જ વખતે તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. તે વ્રતોનું શુદ્ધ પાલન કરવાથી તથા શુદ્ધ શ્રાવક થવાથી મોટા મોટા લોકો તેના વ્યાધિને માટે અનેક પ્રકારની ચિકિત્સા કરવાનું કહેવા લાગ્યા, તોપણ ઔષધ નહીં કરતાં તે વ્યાધિની પીડાને સહન કરવા લાગ્યો. તે પોતાના આત્માને કહેતો હતો કે–
૧૭૫
पुनरपि सहनीयो, दुःखपाकस्त्वयायं । न खलु भवति नाशः, कर्मणां सञ्चितानाम् इति सह गणयित्वा यद्यदायाति सम्यक् । सदसदिति विवेको, - ऽन्यत्र भूयः कुतस्ते ॥ १॥
ભાવાર્થ-“હે જીવ! ફરીથી પણ તારે આ દુઃખવિપાક સહન કરવો જ પડશે, કેમકે સંચય કરેલાં કર્મોનો નાશ થતો નથી, એમ ધારીને સુખ કે દુઃખ જે જે પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કર; કેમકે આ પ્રમાણેનો સત્ અસત્નો વિવેક ફરીથી તને બીજા જન્મે ક્યાંથી પ્રાપ્ત થશે?’’
Jain Education International
આ પ્રમાણે દૃઢ ચિત્તવાળા તે બ્રાહ્મણની એક વખત ઇંદ્રે પ્રશંસા કરી કે,‘“અહો! આ રોગદ્વિજ મહા સત્ત્વવાળો છે; કેમકે તેના ગુરુજનોએ અનેક પ્રકારની ચિકિત્સા કરવા માંડી, તોપણ તેની અપેક્ષા રાખ્યા વિના તે રોગની વ્યથાને સહન કરે છે.’’ તે સાંભળીને ઇંદ્રનાં તે વચનપર શ્રદ્ધા નહીં આવવાથી કોઈ બે દેવો વૈદ્યનું સ્વરૂપ ઘારણ કરીને તેની પાસે આવી બોલ્યા કે,‘હે રોગી બ્રાહ્મણ! અમે તને રોગથી મુક્ત કરીએ, પરંતુ તારે રાત્રે મદ્ય માંસ માખણ વગેરેનું ભોજન કરવું પડશે.’’ આ પ્રમાણે વૈદ્યનું વાક્ય સાંભળીને તેણે વિચાર કર્યો કે,‘‘બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા અને વળી વિશેષે કરીને હાલ જિનધર્મને પામેલા એવા મારે આ નિંદિત કર્મનો ત્યાગ કરવો તે જ શ્રેષ્ઠ છે; કેમકે તેવું કર્મ લૌકિકમાં અને લોકોત્તરમાં બન્નેમાં નિંદ્ય છે.’’ એમ વિચારીને તે રોગી બ્રાહ્મણે વૈદ્યોને કહ્યું કે,‘‘હે વૈદ્યો ! હું બીજાં ઔષધથી પણ ચિકિત્સાને ઇચ્છતો નથી, તો પછી સર્વ ધર્મમાં અસેવ્ય એવા પદાર્થોનું સેવન કરીને તો હું કેવી રીતે ચિકિત્સા કરાવું? કહ્યું છે કે
मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिः । उत्पद्यन्ते विलीयन्ते सूक्ष्माश्च जन्तुराशयः ॥१॥
ભાવાર્થ–મદ્યમાં, માંસમાં, મઘમાં અને છાશથી છૂટા પડેલા માખણમાં ક્ષણે ક્ષણે સૂક્ષ્મ જન્તુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.
सप्तग्रामे च यत्पापमग्निना भस्मसात्कृते । तदेवं जायते पापं, मधुबिन्दु प्रभक्षणात् ॥२॥
For Private & Personal Use Only
www.jainelibrary.org