________________
૧૭૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪
લાગ્યો. તેથી સુલસે અભયકુમાર પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અભયકુમારે કહ્યું–‘‘તારો પિતા નરકમાં જવાનો છે, તેથી નરકની અનુપૂર્વી તેની સન્મુખ આવેલી છે; માટે સુખના ઉપચારો માત્ર દુઃખના જ કારણભૂત થાય છે. તો હવે તારે તેને નીરસ ભોજન આપવું, ખારું જળ પીવા આપવું, ગધેડા અને કૂતરાના શબ્દો સંભળાવવા, તીક્ષ્ણ કાંટાની શય્યા પર સુવાડવો અને અશુચિનું વિલેપન કરવું. ઇત્યાદિ વિરુદ્ધ ઉપચાર કરવાથી તેને સુખ થશે.” આ પ્રમાણે અભયકુમારના કહેવાથી સુલસે તેવા ઉપચાર કર્યા, તેથી કાલસૌકરિકને કાંઈક સુખ ઉત્પન્ન થયું. છેવટે તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. તેના પુત્ર સુલસે પાપનું ફળ પ્રત્યક્ષ જોયું તેથી અને અભયકુમારના ઉપદેશથી તે શ્રી મહાવીરસ્વામીનો બાર વ્રતધારી શ્રાવક થયો.
એકદા સુલસને તેની માતા, બહેન વગેરે સ્વજનોએ મળીને કહ્યું કે,‘‘તું પણ તારા પિતાની જેમ પાપકર્મ કર.’’ ત્યારે તે બોલ્યો કે,‘‘હું તેવું પાપકર્મ કદી પણ કરીશ નહીં; કેમકે તે પાપના ફળનો ભોક્તા હુ જ થાઉં.’’ તે સાંભળીને તેઓ બોલ્યા કે ઘનની જેમ તે પાપસમૂહને પણ અમે વહેંચી લઈશું.’’ ત્યારે સુલસે એક કુહાડાથી પોતાના પગ પર ઘા કર્યો અને તેની પીડાથી પૃથ્વીપર પડી ગયો. પછી તે બોલ્યો કે,“તમે પાપ વહેંચી લેવા કહો છો તો હમણાં આ મારી પીડા વહેંચી લો, કેમકે મને ઘણું દુઃખ થાય છે.’’ ત્યારે તેઓ બોલ્યા કે,તે કાંઈ વહેંચી લેવાય નહીં, તે તો જે કરે તે જ ભોગવે.'' ત્યારે સુલસ બોલ્યો કે–‘જ્યારે તમે આ પ્રત્યક્ષ પીડાને પણ વહેંચી લઈ શકતા નથી ત્યારે પાપ શી રીતે વહેંચી લેશો?'’ એમ કહી તેઓને નિરુત્તર કરી દીધા અને જિંદગી પર્યંત જીવવધ કર્યો નહીં. કહ્યું છે કે—
अवि इच्छइ मरणं, न परपीडं करंति मणसा वि । जे सुविइयसुगइपहा, सुरियसुओ जहा सुलसो ॥१॥ ભાવાર્થ-કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મરણને ઇચ્છે પરંતુ મનથી પણ પરને પીડા કરે નહીં.’’
અનુક્રમે સુલસ શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયો.
આ સંબંધમાં એક બીજું પણ દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે–
આરોગ્યદ્વિજનું દૃષ્ટાંત
ઉજ્જયિની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે બાલ્યાવસ્થાથી જ અત્યંત રોગી હોવાથી સૌ કોઈ તેને રોગદ્વિજ કહીને બોલાવતા હતા. લોકોના મુખથી પોતાનું તેવું નામ સાંભળીને તે બ્રાહ્મણ હમેશાં ખેદ પામતો હતો. એકદા ધર્મદેશના કરતા મુનિના મુખથી તેણે સાંભળ્યું કે–
आयुर्गलत्याशु न पापबुद्धि-र्गतं वयो नो विषयाभिलाषः ।
यत्नश्च भैषज्यविधौ न धर्मे, स्वामिन्महामोहविडम्बना मे || १॥ ભાવાર્થ-આયુષ્ય ગળી જાય છે પણ પાપબુદ્ધિ ગળતી નથી, યુવાવસ્થા જાય છે પણ વિષયનો અભિલાષ જતો નથી અને ઔષધ કરવામાં યત્ન થાય છે પણ ધર્મને વિષે યત્ન થતો નથી. માટે હે સ્વામી! હે જિનેશ્વર ! મને મહામોહની વિડંબના છે.’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org