________________
વ્યાખ્યાન ૫૧]
સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ
૧૭૩
અચ્ચકારી ભટ્ટા ગર્વનો ત્યાગ કરી, શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરી, સમાધિથી મરણ પામીને દેવતાનાં સુખો અનુભવી છેવટે મોક્ષપદને પામશે.
“આ અચંકારીની કથા સાંભળીને જે સુબુદ્ધિમાન પુરુષ દુઃખમાં પણ ધર્મનો ત્યાગ કરતા નથી તે પુરુષ થોડા કાળમાં મોક્ષલક્ષ્મીને પામે છે.’’
તે
વ્યાખ્યાન ૫૧
સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ पितृमातृकलाचार्या, मिथ्यात्वभक्तिचेतसः कारयन्ति यथेच्छं ते, तद्गुरुनिग्रहो भवेत् ॥ १॥
ભાવાર્થ—પિતા, માતા અને કલાચાર્ય જો મિથ્યાત્વથી વાસિત ચિત્તવાળા હોય (મિથ્યાત્વી હોય), અને તેથી તેઓ પોતાની ઇચ્છાથી કાંઈ પણ નિષિદ્ધ કાર્ય કરાવે, તો તે ગુરુનિગ્રહ કહેવાય છે, અર્થાત્ ગુરુનિગ્રહથી નિયમનો ભંગ કરવો પડે તો તેને દોષ લાગતો નથી; કારણ કે તે આગાર રાખવામાં આવે છે.
ગુરુનિગ્રહ એટલે ગુરુના આદેશથી નિયમ ભંગાદિ કરવું પડે તે. ગુરુ કોને કહીએ? माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપવેજારો, ગુરુવર્ગ: સતાં મતઃ શીશી
ભાવાર્થ-માતા, પિતા, કલાચાર્ય, પોતાનો જ્ઞાતિવર્ગ, વૃદ્ધજનો તથા ધર્મનો ઉપદેશ કરનાર–આટલા ગુરુ કહેવાય છે, એમ સત્પુરુષો માને છે.
આ ગુરુવર્ગમાંથી જેઓ મિથ્યાવૃષ્ટિના ભક્ત હોય, અને તેમના વાક્યથી નિષિદ્ધનું સેવન કરવું પડે તો તેથી વ્રત ભંગ થતો નથી. તોપણ કેટલાક આવા અપવાદ માર્ગનો ત્યાગ કરીને ઉત્સર્ગ પક્ષનો જ સ્વીકાર કરે છે; અર્થાત્ તેવા ગુરુવર્ગના કથનથી પણ ગ્રહિત નિયમાદિનો ભંગ કરતા નથી. આ સંબંધમાં સુલસનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે–
સુલસની કથા
રાજગૃહી નગરીમાં અત્યંત નિર્દય, અભવ્ય અને હમેશાં પાંચસો પાડાનો વધ કરનાર કાલસૌરિક નામનો કસાઈ રહેતો હતો. એકદા શ્રેણિકરાજાએ પોતાની નરક ગતિનું નિવારણ કરવા માટે તેને એક કૂવામાં નાંખ્યો. તો ત્યાં પણ તેણે માટીના પાંચસો પાડા બનાવીને તેનો વધ કર્યો, ત્યારે રાજાએ તેના હાથ પગ બાંધીને કૂવામાં નાંખ્યો. તે વખતે તેણે મનથી કલ્પનાવડે સેંકડો પાડાઓ બનાવીને તેનો વધ કર્યો. એ પ્રમાણે હમેશાં જીવહિંસા કરતાં તેણે અત્યંત પાપ કર્મ ઉપાર્જન કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મૃત્યુ સમય નજીક આવતાં તે કાલસૌકરિક રોગથી અત્યંત પીડા પામવા લાગ્યો. ત્યારે તેના પુત્ર સુલસે પિતાને શાંતિ થવા માટે મનોવાંછિત ખાનપાન, સુંદર ગીત ગાન, સુકુમાર પુષ્પશય્યા અને સુગંધી ચંદનનો લેપ વગેરે ઘણા ઉત્તમ ઉપચારો કર્યા. તોપણ તેનાથી તેને જરા પણ સુખ થયું નહીં; પરંતુ ઊલટો વધારે દાહ થવા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International