________________
૧૫૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૩ વિમાન ઉતાર્યું. તેમાં બન્ને મિત્રોને તથા પ્રિયાને જોઈને હરિવહન અત્યંત આનંદ પામ્યો. પછી રાજાએ તથા મિત્રોએ પરસ્પર પોતપોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બે કન્યાઓને હરિવાહને બન્ને મિત્રો સાથે પરણાવી.
અન્યદા ઇન્દ્રદત્ત રાજાને પોતાના કુમારની તથા તેના મિત્રોની શોઘ મળતાં તેમને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને હરિવાહનકુમારને રાજ્ય પર સ્થાપન કરી પોતે વૈરાગ્યરંગથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. કેટલેક દિવસે ઇન્દ્રદત્તમુનિને કર્મક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તે ભોગાવતી નગરીએ સમવસર્યા. તે વખતે હરિવહન રાજાએ પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ કેવળીને વંદના કરી. કેવળીએ આ પ્રમાણે ઘર્મદેશના આપી–
विषयामिषसंलुब्धा, मन्यन्ते शाश्वतं जगत् ।
आयुर्जलधिकल्लोललोलमालोकयन्ति न॥१॥ ભાવાર્થ-“વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ આ જગતને શાશ્વત-વિનાશ ન પામે તેવું–માને છે, પરંતુ સમુદ્રના કિલ્લોલ જેવા ચપળ આયુષ્યને તેઓ જોતા કે જાણતા નથી.”
ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને રાજાએ કેવળીને પૂછ્યું કે, “હે સ્વામી! મારું આયુષ્ય કેટલું બાકી છે?” કેવળીએ જવાબ આપ્યો કે, “હે રાજા! તારું આયુષ્ય માત્ર નવ પ્રહરનું જ બાકી છે.” તે સાંભળીને મરણથી ભય પામેલા તે રાજાનું અંગ કંપવા લાગ્યું. ત્યારે મુનીશ્વર બોલ્યા કે, “હે રાજા! જો તું મૃત્યુની ચિંતાથી ભય પામતા હો તો તું પ્રવ્રજ્યા અંગીકાર કર. કેમ કે
अंतोमुहूत्तमित्तं विहिणा विहिया करेइ पव्वज्जा ।
दुक्खाणं पज्जंतं, चिरकालकयाइ किं भणिमो ॥१॥ ભાવાર્થ-“એક અન્તર્મુહર્ત માત્ર પણ જો વિધિપૂર્વક ગ્રહણ કરેલી પ્રવ્રજ્યા સારી રીતે પાળી હોય તો તે સર્વ દુઃખોનો અંત (નાશ) કરે છે, તો પછી ચિરકાળ દીક્ષાનું પાલન કર્યું હોય તો તેને માટે તો શું કહેવું?” અર્થાત્ તેનું ફળ તો સર્વ દુઃખનો નાશ કરનાર થાય જ એમાં આશ્ચર્ય નથી.
આ પ્રમાણે જ્ઞાનીનું વચન સાંભળીને રાજાએ સ્ત્રી તથા મિત્રો સહિત તરત જ દીક્ષા ગ્રહણ કરી. પછી તે રાજર્ષિ ‘મેહં નત્યિ ને વો’ ‘હું એકલો જ છું, મારું કોઈ નથી.' ઇત્યાદિક શુભ ધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષપદ પામશે. તેના મિત્રો તથા અનંગલેખા વગેરે પણ દેવગતિ પામીને અનુક્રમે મોક્ષસુખ પામશે.
“શ્રી જિનેન્દ્રના માર્ગને વિષે “નિર્વેદ શબ્દનો અર્થ “સંસાર પર વિરાગતા' એવો કરેલો છે, તે નિર્વેદરૂપ ભાવસિંહનો આશ્રય કરનાર હરિવહન રાજા શીધ્ર સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા. તેવી રીતે અન્ય ભવ્ય પ્રાણીઓએ નિર્વેદને વિષે દૃઢતા રાખવી.”
વ્યાખ્યાન ૪૪ સમકિતનું ચોથું લક્ષણ-અનુકંપા दीनदुःस्थितदारिद्र्य-प्राप्तानां प्राणिनां सदा । दुःखनिवारणे वांछा, सानुकंपाभिधीयते ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org