________________
વ્યાખ્યાન ૬૦] દીપક સમકિત
૨૧૫ ભાવાર્થ-“જે મિથ્યાવૃષ્ટિ કે અભવ્ય પોતે ઘર્મકથાદિકે કરીને બીજાને બોઘ પમાડે, તે મિથ્યાદ્રષ્ટિને દીપક સમક્તિ કહેવાય છે.”
અહીં આ પ્રમાણે ભાવના જાણી-અનાદિ સાંત ભાંગે પ્રથમ ગુણસ્થાનકે વર્તતો કોઈ મિથ્યાવૃષ્ટિ જીવ કોઈ પણ પુણ્યને યોગે શ્રાવકના કુળમાં ઉત્પન્ન થાય. ત્યાં કુળાચારને લીધે ગુરુ વગેરે સામગ્રી પામીને મોટાઈ પામવાની ઇચ્છાથી અથવા મત્સર, અહંકાર કે હઠ વગેરેથી જિનબિંબ, જિનચૈત્ય વગેરે શ્રાવકને ઉચિત એવાં સારા કાર્યો કરે; પરંતુ તે દેવાદિકના સત્ય સ્વરૂપને જાણતો નથી, તેમ જ તેણે ગ્રંથિભેદ પણ કર્યો નથી, તેથી સમ્યગુભાવ વિના જ તે સુકૃત્યો કરે છે. આ પ્રમાણે પ્રાણી અનંતીવાર તેવાં સુકૃત્યો કરે છે, પરંતુ તેથી વિશેષ પ્રકારનો લાભ થતો નથી. શ્રી દર્શનરત્નાકર ગ્રંથમાં કહ્યું છે કે
__पाएणणंत देउल-पडिमाओ कराविआओ जीवेण ।
असमंजसवित्ताए, न हु सुद्धो दंसणलवो वि॥१॥ ભાવાર્થ-“પ્રાયે આ જીવે અનંતીવાર ચૈત્યો તથા પ્રતિમાઓ કરાવી છે, પણ તે અસમંજસ વૃત્તિથી (મિથ્યાવૃષ્ટિથી) કરાવેલી હોવાથી શુદ્ધ દર્શન (સમકિત)ની લેશ પણ પ્રાપ્તિ થઈ નથી.”
વળી અનાદિ અનંત ભાંગે પ્રથમ ગુણસ્થાનકે વર્તતો કોઈ અભવ્ય જીવ ઘણીવાર ગુર્નાદિક સામગ્રી પામ્યા છતાં પણ કદાપિ કોઈ પણ ભવમાં સાસ્વાદન સ્વભાવને (બીજા ગુણસ્થાનકને) પણ પામતો નથી. તે વિષે ત્રણ ભુવનના શરણભૂત શ્રી તીર્થંકર મહારાજે કહ્યું છે કે
काले सुपत्तदाणं, सम्मविसुद्धं बोहिलाभं च । अंते समाहिमरणं, अभब्वजीवा न पावंति ॥१॥ इंदत्तं चक्कीत्तं, पंचुत्तरसुरविमाणवासं च । लोगंतियदेवत्तं, अभवजीवा न पावंति ॥२॥ उत्तमनरपंचुत्तर', तायतीसा य पुव्वधर इंदा ।
केवलिदिख्खिय सासणि, जक्खणि जक्खा य नोऽभव्वा ॥३॥ ભાવાર્થ-“સમયે સુપાત્રદાન, સમ્યક્ પ્રકારે વિશુદ્ધ બોધિલાભ તથા અંતે (મૃત્યુ સમયે) સમાધિ મરણ એટલાં વાનાં અભવ્ય જીવો પામતા નથી. ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, પાંચ અનુત્તર વિમાનનો વાસ, લોકાંતિક દેવપણું એટલાં વાનાં પણ અભવ્ય જીવો પામતા નથી. શલાકાપુરુષપણું, નારદપણું, ત્રાયસ્ત્રિશત્ દેવપણું, ચૌદ પૂર્વઘારીપણું, ઇન્દ્રપણું, કેવળી પાસે દીક્ષા તથા શાસનના અધિષ્ઠાયક જક્ષ અથવા અક્ષિણીપણું એટલાં વાનાં પણ અભવ્ય જીવો પામતા
નથી.”
संगम य कालसुरि, कविला अंगार पालया दो वि ।
नोजीव गुठ्ठमाहिल उदायिनिवमारओ अभव्वा ॥१॥ ૧ ઉત્તમ નર એટલે લોકોત્તર પુરુષ અર્થાત્ શલાકા પુરુષ જણાય છે. તેની સંખ્યા ૭૫ની કઈ રીતે ગણી છે તે સમજાતું નથી. ૬૩ શલાકા પુરુષ ઉપરાંત ૧૧ રુદ્ધ ગણીએ તો ૭૪ થાય ને નવ નારદ ગણીએ તો ૮૩ થાય. કાળસિત્તરીમાં એમ ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org