________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
વ્યાખ્યાન ૨૯
વાદને યોગ્ય પુરુષના લક્ષણ
नयन्यासप्रमाणानि, प्रोक्तानि यानि शासने । तानि तथैव जानाति, स वादे कुशली भवेत् ॥ १॥ ભાવાર્થ—શાસનને વિષે જે નય, નિક્ષેપ અને પ્રમાણો કહેલાં છે તે સર્વ યથાર્થ રીતે જે જાણે તે વાદ કરવામાં કુશળ હોય છે.’’ આ સંબંધમાં વૃદ્ધવાદીસૂરિનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— વૃદ્ધવાદીસૂરિનું દૃષ્ટાંત
૧૦૦
વિદ્યાધર ગચ્છમાં શ્રી પાદલિપ્તસૂરિની પરંપરામાં સ્કંદિલાચાર્ય પાસે મુકુંદ નામના એક વૃદ્ધ બ્રાહ્મણે દીક્ષા લીધી. તે વૃદ્ધ મુનિ રાત્રે મોટા સ્વરે પાઠ ગોખતા હતા. તેને ગુરુએ કહ્યું કે,‘“હે વત્સ! રાત્રે ઊંચે સ્વરે ભણવું યોગ્ય નથી.’’ પછી દિવસે તે વૃદ્ધ સાધુ ઊંચે સ્વરે ગોખતા હતા, તે સાંભળીને શ્રાવકો હસતા હસતા બોલ્યા કે,‘“આ વૃદ્ધ સાધુ ભણીને શું સાંબેલું નવપલ્લવિત કરશે?’' તે સાંભળીને ખેદ પામેલા વૃદ્ધ મુનિએ વિદ્યાપ્રાપ્તિને માટે સરસ્વતી દેવી પાસે બેસી એકવીશ ઉપવાસ કર્યાં. તેથી તુષ્ટમાન થયેલી બ્રાહ્મી (સરસ્વતી) દેવીએ કહ્યું કે,“હે મુનિ! હું તમારા પર તુષ્ટમાન થઈ છું; તેથી વરદાન આપું છું કે તમે સર્વ વિદ્યાસિદ્ઘ થશો.’’ તે વરદાનથી આનંદ પામેલા વૃદ્ધમુનિએ ચૌટામાં જઈ એક સાંબેલું જમીનપર ઊભું રાખી તેને પ્રાસુક જળવડે સીંચવા માંડ્યું અને—
अस्मादृशा अपि जडा, भारति ! त्वत्प्रसादतः । भवेयुर्वादिनः प्राज्ञा, मुशलं पुष्यतां तदा ॥ १ ॥
[સ્તંભ ૨
ભાવાર્થ “હે સરસ્વતી દેવી! અમારા જેવા જડ મનુષ્યો પણ તારા પ્રસાદથી વિદ્વાન વાદી થઈ જાય છે, માટે આ મુશળ (સાંબેલું) પણ પુષ્પિત થાઓ.’’
એ શ્લોક બોલીને તે મુશલને પત્ર, પુષ્પ અને ફળવાળું (નવપલ્લવિત) કર્યું. તેનો આવો ચમત્કાર જોઈને ગરુડના નામથી સર્પની જેમ વાદી લોકો તેનું નામ સાંભળતાં જ નાસી જવા લાગ્યા. ગુરુએ તેને યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું.
એ સમયમાં દેવર્ષિ નામના બ્રાહ્મણની દેવશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો સિદ્ધસેન નામનો પંડિત બ્રાહ્મણ વિક્રમરાજાનો ઘણો માનીતો હતો. તે મિથ્યાત્વી હોવાથી પોતાની બુદ્ધિના અતિશયપણાને લીધે આખા જગતને તૃણ સમાન માનતો હતો. કહ્યું છે કે—
वृश्चिको विषमात्रेणाप्यूर्ध्वं वहति कंटकम् । विषभारसहस्त्रेऽपि, वासुवि ગર્વિતઃ IIII
ભાવાર્થ-વીંછી થોડા વિષથી પણ ગર્વ પામીને પોતાનો આંકડો ઊંચો રાખે છે; પરંતુ વાસુકિ નાગ (તેની દાઢમાં) હજાર ભાર વિષ છતાં પણ ગર્વ કરતો નથી.’’
Jain Education International
એ સિદ્ધસેને એવી પ્રતિજ્ઞા કરી હતી કે—‘મને કોઈ વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.’’ એકદા વૃદ્ધવાદીની કીર્તિ સાંભળીને તેને નહીં સહન કરતો સિદ્ધસેન પાલખીમાં બેસી અનેક છાત્રો સહિત ભૃગુકચ્છ (ભરૂચ) તરફ તેમની સામે ચાલ્યો. માર્ગમાં જ તેને વૃદ્ધવાદી મળ્યા. પરસ્પર વાતો
For Private & Personal Use Only
www.jainelibrary.org