________________
વ્યાખ્યાન ૨૯]. વાદને યોગ્ય પુરુષના લક્ષણ
૧૦૧ કરતાં સિદ્ધસેને કહ્યું કે-“વાદ કરો.” વૃદ્ધવાદી બોલ્યા કે–“બહુ સારું, પરંતુ અહીં કોઈ સભ્ય (મધ્યસ્થ) નથી, તેથી મધ્યસ્થ વિના જય-પરાજયની શી ખાતરી થાય?” તે સાંભળીને ગર્વથી ઉદ્ધત થયેલો સિદ્ધસેન બોલ્યો કે-“આ ગોવાળ લોકો જ મધ્યસ્થ થાઓ.” ગુરુએ તે વાત મંજૂર કરી. પછી ગોવાળોને મધ્યસ્થ રાખી ગુરુએ કહ્યું કે–“હે સિદ્ધસેન! પ્રથમ તું જ વાદ શરૂ કર.” ત્યારે તે સિદ્ધસેન તર્કશાસ્ત્રની અવચ્છેદકાવચ્છિન્ન પ્રસંગવાળી શબ્દોથી કઠોર લાગે તેવી સંસ્કૃત વાણી ઊંચે સ્વરે બોલવા લાગ્યો. તે બહુ વખત સુઘી બોલ્યો, એટલે ગોવાળિયાઓએ કહ્યું કે–“અરે! આ તો વાચાળ જણાય છે, કાંઈ સમજતો જ નથી; કેવળ ભેંસની જેમ બરાડા પાડીને કાન જ ફોડી નાંખે છે; માટે આ તો મૂર્ખ જ છે. તેથી તે વૃદ્ધ! તમે કાંઈક કાનને સારું લાગે તેવું બોલો.” તે સાંભળીને અવસરને જાણનારા સૂરિ નાટકને યોગ્ય સંગીતને અનુસારે ગણ, છંદ, તાલપૂર્વક ઊંચે સ્વરે તાળોટા દેતા બોલ્યા કે
न वि मारिइं न वि चोरिइं, परदारगमण निवारिइं । थोवा थोवं दाइई, तउ सगिंग टगाटग जाइयइं॥१॥ गेहु गोरस गोरडी, गज गुणिअण ने गान । જી માં નો રૂહાં મિને, તો સહશું શું વામ મેરા चूडो चमरी चूंदडी, चोली चरणो चीर ।
छहुं चच्चे सोहे सदा, सोहव तणुं सरीर ॥३॥ ભાવાર્થ-“કોઈ પ્રાણીને મારવો નહીં, કોઈનું ઘન ચોરવું નહીં, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું નહીં અને થોડામાંથી થોડું પણ દાન આપવું, તેથી તરત જ સ્વર્ગે જવાય છે. ગોધૂમ (ઘઉ), ગોરસ (દૂઘ, દહીં વગેરે), ગોરડી (સ્ત્રી), ગજ (હાથી), ગુણીજનની ગોષ્ઠી અને ગાન (ગાનતાન) એ છે ગકાર જો અહીં જ મળે તો પછી સ્વર્ગનું શું કામ છે? ચૂડો, ચમરી કેશ), ચૂંદડી, ચોળી, ચરણો (ઘાઘરી) અને ચીર એ છ ચકારવડે સૌભાગ્યવતી સ્ત્રીઓનું શરીર સદા શોભે છે.”
આ પ્રમાણે સૂરિ બોલતા હતા, તે વખતે તેમના શબ્દની સાથે તે ગોવાળિયા પણ ગાયન કરતા સતા નાચવા કૂદવા લાગ્યા અને બોલ્યા કે, “આ સૂરિએ આ બ્રાહ્મણને હરાવ્યો.” આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને સિદ્ધસેને સૂરિને કહ્યું કે, “હે પૂજ્ય! મને દીક્ષા આપો.” સૂરિ બોલ્યા કે, “હજુ આપણે વાદ માટે રાજસભામાં જઈએ.” એમ કહીને તેઓ રાજસભામાં ગયા. ત્યાં પણ અવસરના જાણ સૂરિએ સિદ્ધસેનનો પરાજય કર્યો તેથી સત્ય પ્રતિજ્ઞાવાળા સિદ્ધસેને સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તે જૈનશાસ્ત્રમાં પ્રવીણ થયા, ત્યારે તેને સિદ્ધસેન દિવાકર એવું બિરુદ આપી ગુરુએ તેને પોતાનું સ્થાન આપ્યું, અર્થાત્ સૂરિપદે સ્થાપન કર્યા.
ભવ્ય પ્રાણીઓરૂપી કમળને પ્રબોઘ પમાડતા સૂર્ય જેવા વાદીન્દ્ર સિદ્ધસેનસૂરિ અવંતિ નગરમાં આવ્યા. તેમને સર્વજ્ઞપુત્ર કહેવાતા સાંભળી તેમની પરીક્ષા કરવા માટે એક વાર રસ્તે જતાં સામે સૂરિજીને આવતા જોઈ વિક્રમાર્ક રાજાએ હાથી પર બેઠા બેઠા તેમને માથું નમાવ્યા વિના મનથી જ નમસ્કાર કર્યો. તે જાણીને સૂરિએ તેને ઊંચે સ્વરે ઘર્મલાભનો આશીર્વાદ આપ્યો, ત્યારે રાજાએ કહ્યું કે, “હે સૂરીન્દ્ર! નમસ્કાર કરવા પૂર્વે જ આશીર્વાદ કેમ આપ્યો?” સૂરિ બોલ્યા કે–“તમે ભાવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org