________________
વ્યાખ્યાન ૨૮] વાદથી શાસનોન્નતિ
૯૯ કરોળિયાના પડ (જાળા) જેવો લાગે છે, અને પર્વત મચ્છર જેવો લાગે છે, છેવટે તમારા યશનું વર્ણન કરતાં આકાશ મારા સ્મરણપથમાં આવ્યું, પરંતુ તે આકાશ પણ તમારા યશની પાસે એક ભ્રમર જેટલું નાનું લાગે છે, તેથી તમારા યશના વર્ણન માટે કોઈ વસ્તુ નહીં દેખાવાથી મારી વાણી જ બંઘ થઈ જાય છે.”
આ શ્લોકમાં છેવટેવાવર્તતો મુદ્રિતા–મારી વાણી બંઘ થઈ જાય છે, એમ અપશબ્દ બોલવાથી સભામાં બેઠેલા પ્રવીણ પંડિતોએ ઘાર્યું કે-“આ વાદી પોતાને હાથે જ બંઘાઈ જશે-હારી જશે.” એમ ઘારીને તેઓ આનંદ પામ્યા. ત્યારપછી દેવાચાર્યે રાજાને આ પ્રમાણે આશીર્વાદ આપ્યો
नारीणां विदधाति निर्वृतिपदं श्वेतांबरप्रोल्लसत्कीर्तिस्फातिमनोहरं नयपथो विस्तारभंगीगृहम् । यस्मिन् केवलिनो विनिर्मितपरोच्छेकाः सदा दन्तिनो*
राज्यं तजिनशासनं च भवतश्चौलुक्य जीयाच्चिरम् ॥१॥ ભાવાર્થ-“હે ચૌલુક્ય રાજા! જે જિનશાસન સ્ત્રીઓને પણ મોક્ષસ્થાનની પ્રાપ્તિ થવાનું વિઘાન કરે છે, જે શ્વેતાંબરો (સાઘુઓ)ની ઉલ્લાસ પામતી કીર્તિથી મનોહર છે, જે સત નય સંબંધી માર્ગના વિસ્તારરૂપ ભાંગાનું સ્થાન છે તથા જેમાં કેવળીને પણ આહાર કરવાનું વિઘાન કર્યું છે એવું જિનશાસન તથા તમારું રાજ્ય ચિરકાળ જય પામો.” આ શ્લોકમાં કહેલા સર્વે વિશેષણો રાજ્યના પક્ષમાં પણ આ પ્રમાણે લાગુ થાય છે–“જે રાજ્ય શત્રુઓને નિરાંતે રહેવા દેતું નથી, જે ગગનતલને શ્વેત કરીને ઉલ્લાસ પામતી કીર્તિવડે મનોહર છે, જે ન્યાય વિસ્તારની રચના કરવાનું ઘર છે, તથા જેમાં શત્રુઓનો ઉચ્છેદ કરવામાં નિપુણ એવા હાથીઓ વિરાજમાન છે એવું તમારું રાજ્ય ચિરકાળ જય પામો.”
પછી દિગંબરે અલના પામતી વાણીવડે કેટલોક પોતાનો મત સ્થાપિત કરી શ્રી દેવસૂરિને તેનો જવાબ આપવાનું કહ્યું, ત્યારે શ્રી દેવસૂરિએ ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહેલા ચોરાશી વિકલ્પો જવાબમાં મૂક્યા. તે વિકલ્પો સમજવાને પણ અશક્ત એવો દિગંબરાચાર્ય ફરીને તેનો તે પક્ષ કરવા લાગ્યો. તેના સર્વ પક્ષોને સૂરિએ અનેક યુક્તિથી તોડી નાંખી તેનો તિરસ્કાર કર્યો, એટલે છેવટે દિગંબર પોતે જ સભા સમક્ષ બોલ્યો કે “આ દેવસૂરિથી મારો પરાજય થયો.” તે સાંભળીને રાજાએ પરાજય પામેલાનો જુદો રસ્તો બતાવવા માટે તે દિગંબરને સભાના પાછળા દ્વારથી કાઢી મૂક્યો. કુમુદચંદ્ર આર્તધ્યાનવડે કેટલેક કાળે મૃત્યુ પામ્યો. રાજાએ શ્રી દેવસૂરિને મોટા ઉત્સવપૂર્વક ઘણો સત્કાર કરીને ઉપાશ્રય તરફ વિદાય કર્યા. તે વખતે જિનશાસનની મોટી પ્રભાવના થઈ.
“સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રંથને રચનાર અને વાદીરૂપ હાથીઓનો પરાજય કરવામાં સિંહ સમાન શ્રી દેવસૂરિએ કુમુદચંદ્ર દિગંબરનો પરાજય કરી જિનશાસનની શોભા વધારી. તેવી રીતે બીજાઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે શાસનની શોભા વઘારવી.”
* ભિન્ન છિનો વિનિર્મિત પરોજીંત્પવા ન્તિનો-આવું પદ પણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org