________________
૨૧૭
વ્યાખ્યાન ૬૦]
દીપક સમકિત भठ्ठायारो सूरि, भठ्ठायाराणुविख्खओ सूरि ।
उम्मग्गट्ठिओ सूरि, तिन्नि वि मग्गा पणासंति ॥३॥ ભાવાર્થ-“ભ્રષ્ટ આચારવાળો સૂરિ, ભ્રષ્ટ આચારવાળાને નહીં અટકાવનાર સૂરિ અને ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર સૂરિ–એ ત્રણે ઘર્મમાર્ગનો નાશ કરનારા છે.”
બહારથી આચાર પાળનારાને માટે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, “જે સાધુઓ સાધુના ગુણોથી રહિત છે તેઓ છજીવનિકાય પર દયાવાળા હોતા નથી, અશ્વની જેમ ચપળ હોય છે, હાથીઓની જેમ નિરંકુશ (મદોન્મત્ત) હોય છે, શરીરને ઠઠારી મઠારી મસળી સમારી રાખે છે અને ઘોયેલાં પૂરેલાં ઉજ્વળ વસ્ત્રો પહેરે છે અને જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વચ્છંદપણે વિચરે છે, તેઓ બન્ને વખત જે આવશ્યક ક્રિયા કરે છે તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. ઇત્યાદિ.” વળી શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે
परमत्थ संथवो वा, सुदिठ्ठ परमत्थसेवणा वा वि ।
वावन्न कुदंसण-वजणाय सम्मत्तसद्दहणा ॥१॥ ભાવાર્થ–પરમાર્થ સંસ્તવ, સુદ્રષ્ટિ પરમાર્થ સેવના, વ્યાપન્ન દર્શનીનું વર્જન તથા કુદર્શનીનું વર્જન-આ ચાર સમકિતની સહણા છે. (આ ચારે સદુહણાનું વર્ણન દ્રષ્ટાંત સાથે પહેલાં ખંભમાં આવી ગયેલ છે.)
તેથી કરીને મિથ્યાવૃષ્ટિની સેવન કરવાથી આત્મગુણની હાનિ થાય છે, પતન થાય છે. કહ્યું
जं तवसंयमहीणं, नियमविहुणं च बंभपरिहीणं ।
तं सेलसमं अयतं, बुडुंतं बोलए अन्नं ॥४॥ ભાવાર્થ-જે તપ સંયમથી રહિત છે, નિયમ વિનાના છે, અને બ્રહ્મચર્યથી રહિત છે તેવા અયત-અવિરતિ જીવો પથ્થરના વહાણ સમાન હોવાથી પોતે બૂડે છે અને બીજાને પણ બુડાડે છે.
અહીં આવશ્યક નિર્યુક્તિની બૃહવૃત્તિમાં કહેલું એક દ્રષ્ટાંત બહુ ઉપયોગી છે. તે એ છે કે–કોઈ એક સાધુઓના સમુદાયમાં એક સાધુ શ્રમણગુણ રહિત હતો. તે હમેશાં ગોચરી વગેરેની આલોચનાને વખતે વારંવાર પોતાના આત્માની નિંદા કરતો સતો પ્રતિક્રમણ કરતો હતો. તેને જોઈને ઘણા મુનિઓ તેની પ્રશંસા કરતા હતા. એકદા કોઈ સભ્ય જ્ઞાનવાળા સંવેગી સાથે ત્યાં આવ્યા. તેમણે તેનો પ્રપંચ જાણીને બીજા સાઘુઓને કહ્યું કે–“એક સમૃદ્ધિવાળો ગૃહસ્થ દર વર્ષે પોતાના ઘરમાં સર્વ રત્નાદિક ભરી પુણ્યને માટે તે ઘર બાળી દેતો હતો. તે જોઈને સર્વ લોકો તેની પ્રશંસા કરતા હતા કે-“અહો! આ ગૃહસ્થનું રત્નાદિક પર કેવું નિર્લોભીપણું છે?” અન્યદા તેણે રત્નાદિકથી ભરીને પોતાનું ઘર અગ્નિથી સળગાવ્યું. તે વખતે પ્રચંડ વાયુ વાવાથી અગ્નિથી જ્વાળા એટલી બધી વૃદ્ધિ પામી કે આખું નગર બળીને ભસ્મ થઈ ગયું. તેથી રાજાએ તે ગૃહસ્થને દરિદ્રી કરી (સર્વસ્વ ઝૂંટવી લઈને) નગર બહાર કાઢી મૂક્યો. બીજા કોઈ નગરમાં કોઈ વણિક તે પ્રમાણે જ પોતાનું ઘર બાળવા તૈયાર થયો. તેની ખબર થતાં તેનું પરિણામ અશુભ જાણીને રાજાએ પ્રથમથી જ તેને ગામ બહાર કાઢી મૂક્યો. તેથી આખા નગરના લોકો સુખી થયા. હે મુનિઓ! તે જ પ્રમાણે આ સાઘુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org