________________
૨૧૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૪
પુણ્યયોગે મારે ઘેર અકસ્માત્ કોકાશ આવેલો છે.’’ તે સાંભળીને રાજાએ પોતાના સેવકોને મોકલી કોકાશને બોલાવી પૂછ્યું કે—‘‘તારો રાજા ક્યાં છે?’’ ત્યારે બુદ્ધિમાન કોકાશે મરણના ભયથી તેમ જ કાંઈક મનમાં વિચાર કરીને પોતાના રાજાનું ઠેકાણું કહી દીધું. એટલે કનકપ્રભ રાજાએ સૈન્ય સહિત કાકજંઘ રાજા પાસે જઈ તેને બાંધી લઈને વિડંબનાપૂર્વક કાષ્ઠના પાંજરામાં નાંખ્યો. કલિંગ દેશનો રાજા તેના પરના વૈરને લીધે તેને ખાવાનું પણ આપતો નહીં. તેથી ઘણા માણસોને દયા આવવાથી રાજાના ભયને લીધે કાગડાને બલિદાન આપવાને મિષે પાંજરામાં ખાવાનું નાખવા લાગ્યા. રાજા તે વીણીને ખાઈ પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. એ પ્રમાણે કાકપિંડથી પ્રાણવૃત્તિ કરતો અને કોઈ પણ વખત જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નહોતું, એવો કાકજંઘ રાજા આવા કષ્ટને સમયે પણ ઘીરજ રાખી પોતાના પૂર્વ કર્મને જ નિંદતો સતો દિવસો નિર્ગમન કરવા લાગ્યો. તે પોતાના આત્માને કહેતો કે
को इत्थ सया सुहिओ, कस्स व लच्छी थिराइ पिम्माई | को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विससु ॥ १ ॥ ભાવાર્થ‘આ વિશ્વમાં નિરંતર સુખી કોણ છે? કોની લક્ષ્મી અને પ્રેમ સ્થિર રહ્યાં છે? મૃત્યુએ કોને ગ્રહણ કર્યો નથી? અને વિષયોમાં કોણ આસક્ત થયો નથી?''
કેટલેક દિવસે રાજા કોકાશનો વધ કરવા તૈયાર થયો. ત્યારે પૌરજનોએ રાજાને કહ્યું કે—à રાજા! આ અકાર્ય કરવું આપને યોગ્ય નથી. એક ખીલીને માટે આખો પ્રાસાદ કોણ તોડી પાડે? ઉત્તમ પુરુષો તો ગુણોને વિષે પક્ષપાત રાખીને તેમાં સ્વપરનો ભેદ ચિંતવતા જ નથી. કહ્યું છે કેसर्वेषां बहुमानार्हः कलावान् स्वपरोऽपि वा । विशिष्य च महेशस्य, महीयो महिमाप्तिकृत् ॥१॥
ભાવાર્થ-કળાવાન પોતાનો હોય કે પારકો હોય, તોપણ તેનું સર્વેએ બહુમાન કરવું યોગ્ય છે. જુઓ, ચંદ્ર કળાવાન હોવાથી શંકરે તેને પર ન ગણતાં પોતાના ભાલસ્થળમાં (લલાટમાં) સ્થાન આપ્યું છે.’’
આ પ્રમાણે પૌરજનોનું કહેવું સાંભળીને રાજાએ કોકાશનો સત્કાર કરી તેને કહ્યું કે—“હે કળાકુશલ! મારે માટે એક કમળના આકારે ગરુડના જેવું આકાશગામી ઘર બનાવ. તેને સો પાંખડીઓ કર અને દરેક પાંખડી ઉપર મારા પુત્રોને રહેવા યોગ્ય મંદિરો બનાવ. તેના મધ્યમાં કર્ણિકાને સ્થાને મારે રહેવા યોગ્ય ભુવન કર અને તે ભુવનની સન્મુખ પ્રધાનો વગેરે પરિજનોની બેઠક બનાવ. આવી રીતનું દેવવિમાનના જેવું ભુવન બનાવ.’’ તે સાંભળીને જીવનની આશાવાળા થયેલા કોકાશે પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખીને ‘આપની આજ્ઞા પ્રમાણ છે'' એમ કહી પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે અને બહારથી રાજાનું ચિત્ત પ્રસન્ન કરવા માટે તેણે કહ્યું એવું કમળગૃહ બનાવ્યું. પછી તેણે કાકજંઘ રાજાને ગુપ્ત રીતે કહ્યું કે—“હે સ્વામી! તમે ચિંતાનો ત્યાગ કરીને શ્રી જિનેશ્વરના જ ધ્યાનમાં તત્પર રહો. હું થોડા દિવસમાં શત્રુને વિડંબનામાં નાખું છું.” એમ કહી કોકાશે ગુપ્ત રીતે કાકબંધના પુત્રને સૈન્ય સહિત બોલાવ્યો. તેના નજીક આવ્યાના ખબર મળતાં તે જ દિવસે શુભ મુહૂર્ત કહીને કનકપ્રભ રાજાને પરિવાર સહિત તે કમળગૃહમાં બેસવા કહ્યું. રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org