________________
સ્તંભ)
વ્યાખ્યાન ૩૧
સમકિતના પાંચમા પ્રભાવક–તપસ્વી પ્રભાવક
विविधाभिस्तपस्याभिर्जेनधर्मप्रकाशकः ।
विज्ञेयः पञ्चमो भव्यैः, स तपस्वी प्रभावकः ॥ १ ॥
ભાવાર્થ—જે વિવિધ પ્રકારની તપસ્યા કરીને જૈનધર્મનો પ્રકાશ ક૨ે તેને ભવ્ય પ્રાણીઓએ પાંચમો તપસ્વી પ્રભાવક જાણવો.’’ આ પ્રસંગ ઉપર કાષ્ઠ મુનિનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે કાષ્ઠમુનિનું દૃષ્ટાંત
૧૦૯
રાજગૃહ નગરમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને વજા નામે કુલટા સ્ત્રી હતી. તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો દેવપ્રિય નામનો તેને એક પુત્ર હતો. તે લેખશાળામાં અભ્યાસ કરતો હતો. તે શ્રેષ્ઠીને ઘેર પુત્રની જેમ પાલન કરેલાં પોપટ, મેના અને કૂકડો એ ત્રણ પક્ષીઓ હતાં. એક બ્રાહ્મણના પુત્રને ઘરની સંભાળ કરવા રાખેલો હતો. એકદા શ્રેષ્ઠી પોતાના ઘરનો કાર્યભાર પોતાની સ્ત્રીને તથા મેનાને સોંપીને લક્ષ્મી મેળવવા માટે પરદેશ ગયો. પાછળ તે બ્રાહ્મણપુત્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે વજા તેની સાથે વિષયસુખ ભોગવવા લાગી. એકદા તે બન્નેને વિષયાસક્ત જોઈને મેનાએ પોપટને કહ્યું કે,‘“પાપકર્મમાં તત્પર થયેલાં આ બન્નેને આપણે નિવારવા જોઈએ.'' ત્યારે પોપટ બોલ્યો કે– उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये । पयःपानं भुजंगानां, केवलं વિષવર્ધનમ્ ॥
ભાવાર્થ‘મૂર્ખને ઉપદેશ આપવો, એ તેને કોપ ઉત્પન્ન કરવા માટે થાય છે, પણ શાંતિને માટે થતો નથી. જુઓ! સર્પને જે દુગ્ધપાન કરાવવું તે કેવળ વિષની વૃદ્ધિને માટે જ થાય છે.
માટે હે પ્રિયા! હમણાં તેમને ઉપદેશ આપવાનો સમય નથી.’” તે સાંભળીને મેના બોલી કે,‘‘સત્ય બોલવાથી જો કદાચ મારું અકાળે મૃત્યુ થાય તો તે શ્રેષ્ઠ છે, પણ આ પિતા તુલ્ય શ્રેષ્ઠીના ઘરમાં અકાર્ય થતું જોવું તે શ્રેષ્ઠ નથી; હું તે જોઈ શકતી નથી.'' આ પ્રમાણે તે મેનાને બોલતી સાંભળીને વજાએ ક્રોધથી તે મેનાને પકડી અગ્નિમાં નાંખી દીધી. તે જોઈ પોપટ તો મૌન જ ધારણ કરીને રહ્યો.
Jain Education International
એકદા તે વજાને ઘેર બે મુનિ ભિક્ષાને માટે આવ્યા. તેમાંથી વૃદ્ધ મુનિએ લઘુ મુનિને કહ્યું કે,‘‘આ કૂકડાનું મસ્તક માંજર (કલગી) સહિત જે ખાય તે રાજા થાય.’' તે વચન પેલા બ્રાહ્મણપુત્રે ભીંતને ઓથે ઊભા રહીને સાંભળ્યું. પછી તેણે વજાને કહ્યું કે,‘‘આ કૂકડાનું મસ્તક માંજર સહિત રાંધીને મને ખાવા આપ.’’ તે સાંભળીને વજાએ પ્રથમ ના કહી; પણ તેના વધારે આગ્રહથી તેણે તેમ કરવાનું સ્વીકાર્યું. પછી તે કૂકડાને મારીને તેને પકવવા માટે અગ્નિ પર મૂક્યો. તે વખતે તે બ્રાહ્મણ પુત્ર સ્નાન કરવા ગયો, તેવામાં વજાના પુત્ર લેખશાળામાંથી ઘેર આવી ખાવાનું માગ્યું; એટલે વજાએ તેના જારનું કહેવું ભૂલી જવાથી પેલા કૂકડાનું મસ્તક તેને ખાવા આપ્યું. તે ખાઈને તે શાળામાં ગયો. થોડી વારે પેલો બ્રાહ્મણ સ્નાન કરીને ઘેર આવી ખાવા બેઠો. તે વખતે કૂકડાના
For Private & Personal Use Only
www.jainelibrary.org