________________
૨૦૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૪ આ રોચક સમતિ શ્રેણિક રાજા વગેરેને પણ તીર્થંકરાદિ પદ આપનાર તરીકે પ્રસિદ્ધ છે.
“પૃથ્વી પર દેવતાઓ તથા મનુષ્યો જેમના ગુણોનું વર્ણન કરે છે, એવા શ્રીકૃષ્ણ ત્રિકરણ શુદ્ધિથી શ્રી જૈનશાસનને વિષે ભક્તિવાળા થયા છે.”
વ્યાખ્યાન પલ
કારક સમકિત तथा कार्यं गुरोर्वाक्यं, यथा प्रवचनाच्छ्रतम् ।
तपोव्रतादिकं सर्वं, सेवनात् कारको मतः॥४॥ ભાવાર્થ-“જે પ્રમાણે પ્રવચન (સિદ્ધાંત)થી સાંભળ્યું હોય, તે પ્રમાણે ગુરુનું વાક્ય અંગીકાર કરવું અને તપ, વ્રત વગેરે સર્વ આચરણ કરવું, તેમ કરવાથી કારક સમકિત કહેવાય છે.” આ સંબંધમાં કાકજંઘ ને કોકાશની કથા છે તે નીચે પ્રમાણે
કાકજંઘ અને કોકાશની કથા સોપારક નગરમાં “વિક્રમ” નામે રાજા હતો. તે નગરમાં “સોમિલ” નામે એક રથકાર (સુથાર) હતો. તે સર્વ રથકારોનો અગ્રેસરી (ઉપર) હતો. તે સોમિલને “દેવિલ' નામનો પુત્ર હતો; તથા તે જ સોમિલની દાસીને બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો “કોકાશ” નામનો પુત્ર હતો. તે સોમિલ પોતાના પુત્ર દેવિલને હમેશાં ઘણા પ્રયાસથી પોતાની વિદ્યા શીખવતો હતો. કહ્યું છે કે
પિતૃમિસ્તાવિત પુત્ર, શિષ્ય ગુરુશિક્ષિતઃ |
घनाहतं सुवर्णं च, जायते जनमण्डनम् ॥१॥ ભાવાર્થ-“માબાપથી તાડન કરાયેલો પુત્ર, ગુરુથી શિક્ષા અપાયેલો શિષ્ય અને ઘણથી ટિપાયેલું સુવર્ણ એ ત્રણે લોકમાં શોભાને પામે છે.”
સોમિલ પોતાના પુત્રને ઘણી મહેનત લઈને શીખવતો હતો, પરંતુ તેને કાંઈ પણ આવડ્યું નહીં. અને દાસીપુત્ર કોકાશ તેનો ચાકર હોવાથી તેની પાસે બેસી રહેતો હતો તે મૌનતાથી જ સર્વ કળાઓને માત્ર સાંભળીને શીખી ગયો, તેમજ ગુરુ (સોમિલ) કરતાં પણ વઘારે કુશળ થયો. કેટલેક કાળે સોમિલ રથકાર મરણ પામ્યો; ત્યારે તેને સ્થાને તેના પુત્ર દેવિલ મૂર્ખ હોવાથી કોકાશને જ રાજાએ સ્થાપન કર્યો. કહ્યું છે કે
दासेरोऽपि गृहस्वाम्यमुच्चैः काममवाप्तवान् ।
गृहस्वाम्यपि दासेरमहो प्राच्यशुभाशुभे ॥१॥ ભાવાર્થ-“કોકાશ દાસીપુત્ર છતાં પણ મોટા ગૃહના સ્વામીપણાને પામ્યો, અને દેવિલ ગૃહસ્વામી છતાં પણ દાસનું આઘીનપણું પામ્યો. અહો! પૂર્વના શુભાશુભ કર્મ કેવાં વિચિત્ર છે?”
અન્યદા કોકાશે ગુરુના મુખથી ઘર્મદેશના સાંભળી; તેથી તે જૈન ઘર્મ પામ્યો અને તેનું દ્રઢ ચિત્તે આરાધન કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org