________________
વ્યાખ્યાન પ૯] કારક સમકિત
૨૦૭ માલવ દેશમાં ઉજયિની નગરીમાં વિચારઘવલ નામે રાજા હતો. તેની પાસે ચાર નરરત્નો હતા. તેમાં પહેલું રત્ન સૂપકાર (રસોઈયો) હતો. તે ખાનારની જેવી ઇચ્છા હોય, તેવી જ રસોઈ કરતો. તેમજ તે રસોઈ જમ્યા પછી તે જ ક્ષણે (તરત જ), ક્ષણ પછી અથવા એક પહોરે, અથવા એક દિવસે, અથવા એક પખવાડીએ, અથવા એક માસે, અથવા એક વરસે એમ જ્યારે ભૂખ લગાડવાની ઇચ્છા હોય તે જ વખતે ભૂખ લાગે; પણ તેથી પહેલાં અથવા પછી ભૂખ લાગે એવું બનતું નહીં; તેવી તે રસવતી બનાવતો હતો. બીજું નરરત્ન શય્યાપાળ હતો; તે શય્યાને એવી પાથરતો કે તેમાં સૂનારની ઇચ્છા ઘડીએ, પહોરે કે જ્યારે જાગવાની હોય ત્યારે તે જ ક્ષણે તે સૂનાર કોઈની પ્રેરણા વિના જ જાગૃત થાય. ત્રીજું નરરત્ન અંગમર્દક હતો. તે એક શેર તેલથી માંડીને પાંચ શેર, દશ શેર સુઘી તેલ અંગમાં મર્દન કરીને સમાવતો હતો અને પછી જેટલું તેલ સમાવ્યું હોય તેટલું બધું પાછું કાઢી આપતો; પરંતુ સમાવતાં કે પાછું કાઢતાં તેને શરીરે જરા પણ દુઃખ ઉત્પન્ન થતું નહીં. ચોથું નરરત્ન ભાંડાગારિક (ભંડારી) હતો. તે એવી રીતે ભંડાર બનાવતો કે તેમાં રાખેલું ઘન તેના વિના બીજો કોઈ જોઈ કે લઈ શકે નહીં. તેમજ તે ભંડારમાં કોઈ ખાતર પાડી શકે નહીં અને અગ્નિ લાગી શકે નહીં. આ ચાર નરરત્નોથી ચિંતિત કાર્ય કરતો વિચારઘવલ રાજા અત્યંત સુખમાં દિવસો નિર્ગમન કરતો હતો. એકદા તેનું ચિત્ત સંસારથી વૈરાગ્ય પામ્યું, તેથી તે દીક્ષા લેવા તૈયાર થયો; પરંતુ તેને પુત્ર ન હોવાથી કોઈક ગોત્રીને રાજ્ય સોંપીને દીક્ષા લેવાનો તે વિચાર કરતો હતો.
તેવા સમયમાં પાટલીપુરના રાજા જિતશત્રુએ ચાર નરરત્નો લેવાની ઇચ્છાથી વિચારધવલની રાજઘાની ઉજ્જયિની નગરીને અકસ્માત્ ઘેરો ઘાલ્યો. તે વખતે કાકતાલીય ન્યાયે વિચારઘવલ રાજા શૂળના મહા રોગથી પીડા પામી સમાધિવડે મૃત્યુ પામ્યો. “મહાશૂલ વગેરે વ્યાથિઓ ઘણું કરીને મૃત્યુરૂપ નાટકની *નાંદી સમાન છે.” કહ્યું છે કે
शूल विस अहि विसूइअ, पाणि असत्थग्गि संभमेहिं च ।
देहंतरसंकमणं, करेइ जीवो मुहूत्तेण ॥१॥ ભાવાર્થ-“શૂલરોગથી, વિષભક્ષણથી, સર્પદંશથી, વિસૂચિકાથી, જળમાં ડૂબવાથી, શસ્ત્રના વાગવાથી અને અગ્નિના ઉપદ્રવથી તેમજ સંભ્રમથી જીવ એક મુહૂર્ત માત્રમાં બીજા દેહની અંદર સંક્રમણ કરે છે; અર્થાત્ મૃત્યુ પામીને બીજા દેહને ઘારણ કરે છે.”
વિચારઘવલ રાજાનું મૃત્યુ થવાથી તેના મંત્રીઓએ નાયક વિનાનું સૈન્ય નકામું જાણી જિતશત્રુ રાજાને જ ભેટની જેમ તે પુરી સોંપી દીઘી, એટલે જિતશત્રુ રાજા તે રાજ્ય પણ ભોગવવા લાગ્યો. પછી તે ચારે નરરત્નોની તેણે પરીક્ષા કરી, તો જેવા તેણે સાંભળ્યા હતા તેવા જ તે નરરત્નો જણાયા. એકદા રાજાએ અંગમર્દક રત્નની પાસે અંગમર્દન કરાવીને પછી તેમાંથી સમગ્ર તેલ પાછું કાઢતી વેળાએ અંગમર્દકને આજ્ઞા કરીને પોતાની એક જંઘામાં પાંચ કર્ષ જેટલું તેલ બાકી રખાવ્યું. પછી સભામાં જઈને કહ્યું કે-“જો કોઈ બીજો અંગમર્દક અભિમાન ઘરાવતો હોય તો તેણે
* નાંદી નાટકના આરંભમાં મંગલાચરણરૂપે બોલાતા આશીર્વાદાત્મક શ્લોક. અહીં મૃત્યરૂપ નાટકની નાંદી એટલે મોતની ઘંટડી એવો અર્થ લઈ શકાય. ૧, કર્ષ-૧૬ માશા જેટલું વજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org