________________
વાદને યોગ્ય પુરુષના લક્ષણ
भूरिभारभराक्रान्ते, स्कन्धोऽयं तव बाधति ।
ભાવાર્થ—ઘણો ભાર ઉપાડવાથી તારા સ્કંધને બાધા થાય છે?’' તે સાંભળીને વૃદ્ધવાદી બોલ્યા કે—હૈ સૂરિ!
न तथा बाधते स्कन्धो, बाधति बाधते यथा ॥ १ ॥
જેવો તમારો વાતિ પ્રયોગ બાધા કરે છે તેવો મારો સ્કંધ મને બાધા કરતો નથી.’' (આથી વૃદ્ધવાદીએ એવો જવાબ આપ્યો કે,‘હે સૂરિ! તમે ‘વાતિ’ એ અશુદ્ધ પ્રયોગ બોલ્યા તે મને ઘણો બાધા કરે છે; કેમકે ‘વાધતે’ બોલવું જોઈએ.’’)
વ્યાખ્યાન ૨૯]
તે સાંભળીને સૂરિને શંકા થઈ કે‘જરૂર મારા ગુરુ વિના બીજો કોઈ મારી ભૂલ કાઢે તેવો નથી.’’ એમ વિચારીને તે તરત જ સુખાસનમાંથી ઊતરી ગુરુના પગમાં પડ્યા. પછી પોતાના પ્રમાદની આલોચના લઈ રાજાની રજા માગીને પોતાના ગુરુ સાથે ત્યાંથી વિહાર કર્યો.
૧૦૩
કેટલેક કાળે વૃદ્ધવાદી સ્વર્ગ ગયા પછી એકદા ‘મળવવાળ’ ઇત્યાદિ પ્રાકૃત ભાષાનાં સૂત્રો બોલતાં લોકોએ મશ્કરી કરી, તેથી લગ્ન પામીને તથા બાલ્યાવસ્થાથી જ સંસ્કૃતનો અભ્યાસ હોવાથી અને કાંઈક કર્મના વશથી પણ ગર્વ પામેલા સિદ્ધસેનસૂરિને વિચાર આવ્યો કે બધા માગધી ગ્રંથોનું સંસ્કૃતમાં રૂપાંતર કરવું જોઈએ કે જેથી સર્વ વિદ્વાન લોકો સમજી શકે. તેઓએ આખા નવકા૨ને બદલે પૂર્વસૂત્રનું મંગલાચરણ નમોડ{સિદ્ધાવાોપાધ્યાયસર્વસાધુમ્ય:' ઉત્તરી સંઘને આપ્યું અને સંઘની સમક્ષ કહ્યું કે, “હું સંઘની અનુમતિથી પ્રાકૃત ભાષામાં રચાયેલા સિદ્ધાન્તોને સંસ્કૃતભાષામાં કરું?’’ તે સાંભળીને સંઘે યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું કે–
बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः ॥
ભાવાર્થ-ચારિત્રની ઇચ્છાવાળા એવા બાળ, સ્ત્રી, મન્દ અને મૂર્ખ મનુષ્યોના ઉપકારને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં કર્યા છે.
અને બુદ્ધિમાનને માટે તો ચૌદે પૂર્વ સંસ્કૃત ભાષામાં જ રચાયેલા અમે સાંભળ્યા છે; માટે હે સૂરિ! તમે શ્રી જિનેશ્વર વગેરેની મોટી આશાતના કરી, તેને માટે તમારે મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.’’ તે સાંભળી સૂરિએ સંધની આજ્ઞાથી સાધુવેષને ગોપવી અવધૂતનો વેષ ઘારણ કર્યો, અને સંયમ સહિત મૌનવ્રત ધારણ કરી માણસો ઓળખી શકે નહીં તેમ વિચરવા લાગ્યા. એવી રીતે સાત વર્ષ વ્યતીત થયાં ત્યારે સૂરિ ઉજ્જયિની ગયા. ત્યાં મહાકાળેશ્વર મહાદેવના દેરામાં રહ્યા. મહાદેવને પ્રણામ કે વંદના કર્યા વિના તેની ઉપર પગ રાખીને તે બેઠા. તે જોઈને તેના પૂજારીએ સૂરિને પગ ઉઠાવી નમન કરવા કહ્યું; પણ તે મૌનધારી સૂરિ કાંઈ બોલ્યા નહીં અને તેનું કહેવું સાંભળ્યું પણ નહીં, એટલે પૂજારીએ રાજાને જાહેર કર્યું. તેથી આશ્ચર્ય પામીને રાજાએ ત્યાં આવી અવધૂતને કહ્યું કે,‘‘અરે! તમે મહેશ્વરને કેમ વાંદતા નથી?'' સૂરિએ જવાબ આપ્યો કે,જેમ કોઈ જ્વરાર્દિત મનુષ્ય મોદક પચાવવા સમર્થ હોતો નથી તેમ આ દેવ મારી સ્તુતિને સહન કરવા સમર્થ નથી.’’ તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે જટિલ! એવું અસંભવિત વચન કેમ બોલો છો? તમે સ્તુતિ કરો, અમે જોઈએ છીએ કે આ દેવ શી રીતે સહન કરી શકતા નથી?’’ પછી સૂરિ બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org