________________
૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૩ થાંભલો આવવાથી તેની સાથે તે જોરથી અથડાયા, એટલે તરત જ મૂછ ખાઈને મૃત્યુ પામ્યા. ક્રોધને લીઘે વ્રતની વિરાધના કરવાથી તે મરીને જ્યોતિષી દેવતા થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવને દ્રષ્ટિવિષ સર્પના કુળમાં દેવતાથિષ્ઠિત સર્ષ થયા. તે સર્પના કુળમાં બીજા સર્વે સર્પો પૂર્વભવમાં પાપની આલોચના નહીં કરવાથી જ ઉત્પન્ન થયેલા હતા, અને તે સર્વે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી આહારશુદ્ધિ કરતા હતા. તેમને જોઈને નવા સર્પને પણ પૂર્વે મુનિના ભવમાં કરેલી આહારગવેષણાને સંભારતાં જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી “મારી દ્રષ્ટિથી કોઈ પણ જીવોનો નાશ ન થાઓ” એમ વિચારીને તે સર્પ આખો દિવસ બિલમાં જ મુખ રાખીને રહેતો હતો, અને રાત્રે પ્રાસુક વાયુનું જ ભક્ષણ કરતો હતો.
એકદા કુંભ નામના રાજાનો યુવાન પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યો. તેથી તે રાજા સર્વ સર્પજાતિપર ક્રોધ ઉત્પન્ન થવાથી સર્પ માત્રને મરાવવા લાગ્યો. જે કોઈ માણસ જેટલા સર્પને મારીને લાવે, તેને રાજા તેટલા દીનાર (મહોર) આપશે એમ તેણે જાહેર કર્યું. તેથી કેટલાક લોકો સર્પને આકર્ષણ કરવાની વિદ્યા (મંત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. એકદા કોઈ મનુષ્ય તે દ્રષ્ટિવિષ સર્પના બિલ પાસે આવી સર્પ વિદ્યાનો મંત્ર ભણવા લાગ્યો; તેથી તે સર્પ બિલમાં રહી શક્યો નહીં. તેણે વિચાર કર્યો કે, “મને જોઈને અન્ય જીવોનો નાશ ન થાઓ' એમ વિચારી તેણે પોતાનું મુખ બિલમાં જ રાખી પૂંછડું બહાર કાઢ્યું. તે પૂછડું હિંસકોએ છેવું. ફરીથી સર્ષે પાછળનો ભાગ જરા જરા બહાર કાઢવા માંડ્યો, એટલે તે પણ હિંસકે કાપ્યો. એમ કરતાં તે સર્પના આખા શરીરના કકડા કરી નાંખ્યા. તે વખતે તે સર્પ વિચારવા લાગ્યો કે, “હે ચેતન! આ દેહના કકડા થવાને મિષે તારા દુષ્કર્મના જ કકડા થાય છે; માટે હે જીવ! પરિણામે હિતકારક એવી આ વ્યથાને તું સમતાપૂર્વક સહન કર.” એમ શુભ ધ્યાન ધ્યાતાં તે સર્પ મરણ પામીને તે જ કુંભરાજાની રાણીની કુક્ષિમાં અવતર્યો.
નાગદેવતાએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે, “હવેથી તું સર્પનો ઘાત કરીશ નહીં, તને પુત્ર થશે.” ત્યારપછી રાજાએ સર્પની હિંસાનો ત્યાગ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ પુત્ર પ્રસવ્યો. રાજાએ સ્વપ્નને અનુસારે તેનું નાગદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે એક વખત તે મહેલની બારીમાં ઊભો હતો, તે વખતે ત્યાંથી એક મુનિને જતા જોઈને તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય પામીને તે કુમારે મહા પ્રયત્નથી માતા પિતાની આજ્ઞા લઈ સુગુરુની સમીપે દીક્ષા ગ્રહણ કરી.
તે સાથે તિર્યંચ યોનિમાંથી આવેલા હતા તેથી તેમજ સુઘાવેદનીયનો ઉદય થવાથી પોરિસીનું પણ પ્રત્યાખ્યાન કરી શકતા નહીં. તેથી તેને ગુરુએ કહ્યું કે, “હે વત્સ! તું માત્ર એક ક્ષમાનું જ પરિપૂર્ણપણે પાલન કર, તેમ કરવાથી તે સર્વ તપનું ફળ પામીશ.” તે સાંભળીને તે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે સાઘુ હમેશાં પ્રાતઃકાળ થતાં જ એક ગડુક (નાનું વાસણ) પ્રમાણ ફૂર (ચોખા) લાવીને વાપરતા હતા. ત્યારે જ તેને કાંઈક શાંતિ થતી હતી; તેથી લોકમાં તેનું કૂરગડુક એવું નામ પડ્યું.
તે ગચ્છમાં ચાર તપસ્વી સાધુઓ હતા. તેમાં પહેલા સાથે માસોપવાસી હતા, બીજા બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org