________________
૧૪3
વ્યાખ્યાન ૪૧]
સમકિતનું પહેલું લક્ષણ-શમ
નાની નિદતા પતિ, સ શું પવિતા દુહા ” એ ઉત્તરાર્થ સાંભળીને કોઈ ગોવાળે રાજા પાસે જઈ તે શ્લોક પૂર્ણ કરી આપ્યો; અને “આ સમસ્યા મેં પૂર્ણ કરી” એમ ધૃષ્ટતાથી તેણે રાજાને કહ્યું, તે સાંભળીને રાજાએ વિસ્મિત થઈ તેને દબાવીને પૂછ્યું ત્યારે તેણે તે મુનિનું નામ લઈ સત્ય વાત કહી પછી રાજા તે મુનિ પાસે ગયો અને તેમને ખમાવ્યા. સાતે ભવની વાત રાજાએ તેમને નિવેદન કરી. એટલે મુનિએ પણ રાજાને ખમાવ્યા. એ રીતે તે બન્નેએ પરસ્પર પોતપોતાના અપરાઘની નિંદા ગર્તા કરતાં પ્રીતિથી ચિરકાળ સુઘી વાતો કરી. આ એ સમયમાં તે નગરીમાં કોઈ કેવળજ્ઞાની મુનિ પધાર્યા. તેમને વંદના કરીને તે બન્નેએ પોતપોતાના પાપની આલોયણા માગી. ત્યારે કેવળી બોલ્યા કે, “તમારું પાપ શત્રુંજય તીર્થે ગયા વિના ઉગ્ર તપોથી પણ નાશ પામે તેમ નથી.” તે સાંભળીને રાજાએ દીક્ષા લીધી. પછી તે બન્ને જણા શત્રુંજયાદિક તીર્થોના યાત્રા કરી ભાવથી સંયમનું પ્રતિપાલન કરી હત્યાદિક પાપનો નાશ કરીને શત્રુંજયતીર્થે સિદ્ધિપદને પામ્યા. - “આ પ્રમાણે સમકિતના છેલ્લા ભૂષણ-તીર્થસેવાની પ્રશંસા સાંભળીને હે ભવ્ય જીવો! કુવિકલ્પના સમૂહનો ત્યાગ કરીને સુતીર્થની સેવા કરો.”
વ્યાખ્યાન ૪૧ * સમકિતનું પહેલું લક્ષણ-શમ હવે સમકિતના પાંચ લક્ષણમાંના પહેલા શમ નામના લક્ષણ વિષે કહે છે:
शमैः शाम्यति क्रोधादीनपकारे महत्यपि ।
लक्ष्यते तेन सम्यक्त्वं, तदाचं लक्षणं भवेत् ॥१॥ ભાવાર્થ-“જે મોટા અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોઘાદિકને શાંત કરે, તેનામાં શમ નામનું પહેલું લક્ષણ કહીએ, તેનાથી સમકિત ઓળખાય છે, અર્થાત્ એવો શમ જેનામાં હોય તે સમકિતવંત છે એમ જાણી શકાય છે.” આ પ્રસંગ ઉપર કૂરગડુ મુનિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે
શ્રી કુરગવું મનિની કથા વિશાલાનગરીમાં કોઈક આચાર્યના શિષ્ય માસક્ષપણને પારણે એક ક્ષુલ્લક સાધુની સાથે અંડિલ જતા હતા. માર્ગમાં પ્રમાદને લીધે તે તપસ્વીના પગતળે એક નાની દેડકી આવવાથી મરી ગઈ. તે જોઈને ક્ષુલ્લક સાધુ તે વખતે કાંઈ પણ ન બોલતાં મૌન રહ્યા. પ્રતિક્રમણ વખતે તે તપસ્વીએ તે પાપની આલોયણા લીધી નહીં; ત્યારે તેને ક્ષુલ્લક સાધુએ યાદ આપ્યું કે, “તપસ્વી! તમે પેલું પાપ ત્રિકરણ શુદ્ધિપૂર્વક કેમ આલોચતા નથી?” તે સાંભળીને તે તપસ્વીએ વિચાર્યું કે, “આ દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુલ્લક સાધુ સર્વ સાધુ સમક્ષ મારું વગોણું કરે છે માટે તેને હું હણું.” એમ વિચારીને તે તપસ્વી મુનિ તેને મારવા દોડ્યા. ક્રોધથી અંઘ થયેલા તે તપસ્વીને વચમાં ૧. અર્થ-ક્રોઘથી જેમણે આ હણ્યા, તેમનું અરે રે! શું થશે?—આ પાદપૂર્તિથી મુનિએ પોતાના પાપની કબૂલાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org