________________
વ્યાખ્યાન 3૮] સમકિતનું ત્રીજું ભૂષણ-ક્રિયાકુશલતા
૧૩૫ હલાવ્યો નહીં. કેમકે હલાવવાથી મૂત્રનો નિરોઘ થાય અને તેથી વ્યાધિ ઉત્પન્ન થાય. પછી રાજાએ તે મૂત્રવાળું ભોજન હાથવડે કાઢી નાંખી બાકીનું ભોજન કર્યું. “અહો! મોહનો વિલાસ કેવો છે?” પછી સ્નેહથી પરવશ થયેલા રાજાએ પોતાની માતા ચેલણાને કહ્યું કે, “હે માતા! આ પુત્ર પર મારો જેવો સ્નેહ છે, તેવો સ્નેહ કોઈનો હતો નહીં, છે નહીં અને થશે પણ નહીં.” તે સાંભળીને ચેલણા દેવી બોલ્યા કે, “હે વત્સ! તારો સ્નેહ શી ગણતરીમાં છે? જેવો સ્નેહ તારા પિતાનો તારા પર હતો, તે સ્નેહના કરોડમે અંશે પણ તારો તારા પુત્ર પરનો સ્નેહ નથી.” કોણિકે પૂછ્યું, “હે માતા! મારા પર મારા પિતાનો સ્નેહ કેવો હતો?” ત્યારે ચલણા બોલ્યા કે, “હે વત્સ! જ્યારે તું મારા ગર્ભમાં હતો, ત્યારે મને તારા પિતાનાં આંતરડાં ખાવાનો દોહદ (અભિલાષ) થયો હતો. તે કોઈ પ્રકારની યુક્તિથી અભયકુમારે તારા પિતાનું રક્ષણ કરીને પૂર્ણ કર્યો હતો. પછી પૂર્ણ સમયે તારો જન્મ થયો ત્યારે “આ પુત્ર તેના પિતાનું અહિત કરનાર થશે” એમ ધારીને મેં તને તરત જ દાસીને આપી ઉદ્યાનમાં તજી દીધો. ત્યાં એક કૂકડાએ તારી ટચલી આંગળીને ચાંચથી કરી. તે આંગળીમાં કીડા પડવાથી તે પાચવાળી થઈ ગઈ. મેં તને તજી દીઘાનો વૃત્તાંત તારા પિતાના જાણવામાં આવ્યો એટલે તેણે મારી નિર્ભર્સના કરી પોતે જ તને ઉદ્યાનમાંથી પાછો લઈ આવ્યા. પછી સ્નેહને આધીન થયેલા તારા પિતા સર્વ રાજકાર્યનો ત્યાગ કરી તારી આંગળીની સારવાર કરવા લાગ્યા. પરંતુ તે આંગળીની અસહ્ય વ્યથાને લીધે તું ઘણું જ રડવા લાગ્યો. એટલે તારા પિતાએ તે આંગળી પોતાના મુખમાં રાખી, ત્યારે તું રડતો બંધ થયો, અને તને કાંઈક પીડાની શાંતિ થઈ. આ રીતે રાત દિવસ તે આંગળી પોતાના મુખમાં જ રાખીને તારા પિતાએ તને આરામ ઉપજાવ્યો. તે વખતે મેં તારા પિતાને ઘણી રીતે વાર્યા, પણ તેમણે મારું કહેવું માન્યું નહીં. એવો તારા પર તેનો અપૂર્વ સ્નેહ હતો.” ઇત્યાદિ હકીક્ત સાંભળીને કોણિક રાજા ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી પોતાના પિતાને પોતે પાંજરામાં પૂરીને રાજ્ય પર બેઠો હતો તેથી તેને પાંજરામાંથી મુક્ત કરવાના હેતુથી તે હાથમાં એક મોટો દંડ લઈને પાંજરા તરફ દોડ્યો. તેને તેવી રીતે યમરાજની જેમ આવતો જોઈને તે કુપુત્રના હાથથી અપમૃત્યુએ મરવા કરતાં જાતે જ મરવું ઉચિત ઘારી શ્રેણિકે તરત જ તાલપુટ વિષનું આસ્વાદન કર્યું અને તે મૃત્યુ પામ્યા. પિતાને આત્મઘાતથી મૃત્યુ પામેલા જોઈ પોતાના દુરાચરણની નિંદા કરતો અને પિતાના સ્નેહનું સ્મરણ કરતો કોણિક અત્યંત વિલાપ કરવા લાગ્યો. રાત-દિવસ મહા શોક કરી અત્યંત દુઃખને અનુભવતા કોણિકરાજાને જોઈને મંત્રીઓએ તેનો શોક ઓછો કરવા માટે રાજગૃહીથી રાજઘાની ફેરવીને ચંપાનગરી નામની નવી રાજધાની વસાવી. ત્યાં રહેવાથી કોણિકનો શોક ઓછો થયો.
કોણિક રાજા મહા બળવાન હતો. તેણે અનુક્રમે દક્ષિણ ભરતાર્થના સર્વ રાજાઓને જીતી લીધા. પછી પોતાના બળથી તેણે કૃત્રિમ ચૌદ રત્નો બનાવ્યાં, અને “હું આ ભરતક્ષેત્રમાં સંવૃત નામનો તેરમો ચક્રવર્તી થયો છું.” એ રીતે ગર્વથી બોલવા લાગ્યો. એક દિવસ તેણે મોટું સૈન્ય ભેગું કરી ઘણા રાજાઓને સાથે લઈ દિગ્વિજય માટે પ્રયાણ કર્યું, અને એમ કરતાં વૈતાઢ્ય પર્વતની તમિસ્રા ગુફાના દ્વાર પાસે જઈ તેણે દ્વારના બંઘ કમાડ પર જોરથી દંડનો પ્રહાર કર્યો. તે જોઈ તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને અતિ ક્રોધ ચડ્યો. તેથી તેણે તેને તે જ ક્ષણે બાળીને ભસ્મ કરી નાંખ્યો. પછી મંત્રીઓએ તેની ગાદી પર બાળક છતાં પણ ઉદાયીકુમારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org