________________
૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ 3 ફરવું એટલે સો કાઈ તારી આજ્ઞા માનશે.” દેવપાળે તે પ્રમાણે કર્યું, એટલે દિવ્ય પ્રભાવથી તે માટીનો હાથી ગંઘહસ્તીની જેમ માર્ગે ચાલવા લાગ્યો. તે જોઈ સર્વે લોકો આશ્ચર્ય પામી તેની આજ્ઞા માનવા લાગ્યા. પછી તે દેવપાળ રાજાએ પોતાના પૂર્વના સ્વામી શ્રેષ્ઠીને પ્રઘાનપદ આપ્યું, અને નદીને કાંઠે ઝૂંપડીમાં સ્થાપન કરેલા બિંબને લાવી ગામમાં એક મોટો ભવ્ય પ્રાસાદ કરાવી તેમાં સ્થાપન કર્યું. તે જિનબિંબની ત્રિકાળ પૂજા કરીને તે દેવપાળ રાજાએ જિનશાસનની પ્રભાવના કરી.
તે દેવપાળ રાજા પૂર્વના રાજા સિંહની પુત્રી સાથે પરણીને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યો. એકદા તે રાણી રાજાની સાથે પોતાના મહેલના ગોખમાં ઊભી હતી, તેવામાં એક વૃદ્ધ પુરુષ પોતાના માથે કાષ્ઠનો ભારો લઈને મહેલ પાસેથી નીકળ્યો. તેને જોઈને રાણી તરત જ મૂર્છા પામી. રાજાએ શીત ઉપચાર કરીને તેને સજ્જ કરી. ત્યારે તેણે તે વૃદ્ધને મહેલમાં બોલાવી તેની સમક્ષ પોતાનું વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું કે, “હે સ્વામી! હું પૂર્વભવે આ પુરુષની સ્ત્રી હતી. તે વખતે મેં તમે જે બિંબની પૂજા કરી છે તે જ બિંબની પૂજા કરી હતી, તે પૂજાના પ્રભાવથી આ ભવે હું રાજપુત્રી થઈને આપની રાણી થઈ છું. પૂર્વભવે મેં આ પુરુષને ઘણું કહ્યું હતું પણ તેણે બિલકુલ ઘર્મ અંગીકાર કર્યો નહીં, તેથી તે હજુ સુધી આવી અવસ્થા ભોગવે છે.” તે સાંભળીને તે વૃદ્ધ કાષ્ઠવાહક કાંઈક ઘર્મનો રાગી થયો.
દેવપાળ રાજાએ અનુક્રમે પરમાત્માની પૂજા પ્રભાવના કરીને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને પ્રાંતે પ્રવજ્યા ગ્રહણ કરીને સ્વર્ગ ગયો.
ક એવો દેવપાળ પણ જિનેશ્વરની પૂજાના પ્રભાવથી તે જ ભવે અશ્વ હસ્તી વગેરે સૈન્યથી વ્યાસ એવું રાજ્ય પામ્યો અને જિનમતની પ્રભાવના કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેવી રીતે અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ જિનધર્મની પ્રભાવના કરવી છે, જેથી અક્ષય સુખ પ્રાપ્ત થાય.'
વ્યાખ્યાન ૩૮ સમકિતનું ત્રીજું ભૂષણ-ક્રિયાકુશળતા कौशल्यं विद्यते यस्य, क्रियास्वावश्यकादिषु ।
द्वितीयेतरमाचर्यमेतत्सम्यक्त्वभूषणम् ॥१॥ ભાવાર્થ-“આવશ્યકાદિક ક્રિયાઓને વિષે જેની કુશળતા હોય તે સમકિતનું ત્રીજું ભૂષણ (ભૂષણવાનું) કહેવાય છે. તેનું ભવ્યપ્રાણીએ આચરણ કરવું.” ક્રિયાકુશળની ક્રિયા જોઈને પણ બીજાને ઉત્તમ ક્રિયા કરવાની ભાવના જાગે–આમ પોતે ક્રિયા દ્વારા પણ ઘર્મને શોભાવે. આ સંબંધમાં ઉદાયી રાજાની કથા છે. તે નીચે પ્રમાણે
ઉદાયી રાજાની કથા રાજગૃહ નગરમાં કોણિક રાજાની રાણી પદ્માવતીએ પૂર્ણસમયે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ઉદાયી પાડ્યું. એકદા કોણિક રાજા પોતાની ડાબી જંઘા ઉપર ઉદાયીકુમારને બેસાડી ભોજન કરવા બેઠો હતો. તેણે અધું ભોજન કર્યું એટલામાં તે બાળકે ઘીની ધારાની જેમ રાજાની થાળીમાં મૂત્રની ઘારા કરી. તે વખતે વત્સલતાને લીધે રાજાએ તે બાળકને મૂતરવા જ દીઘો, જરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org