________________
વ્યાખ્યાન ૩૭] સમકિતનું બીજું ભૂષણ-પ્રભાવના
૧33 ઉત્પન્ન કરી ઉત્તમ ઘર્મ બીજનું આરાધન કરે છે. પરિણામે એ બીજથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. આનો ભાવાર્થ દેવપાળરાજાના પ્રબંઘથી જાણવો.
દેવપાળ રાજાની કથા અચલપુરમાં સિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે રાજાનો માનીતો હતો. તે શ્રેષ્ઠીને દેવપાળ નામનો એક ચાકર હતો. તે હમેશાં વનમાં શ્રેષ્ઠીની ગાયો ચારવા જતો હતો. એકદા વર્ષાઋતુમાં દેવપાળે નદીના કાંઠા પર શ્રીયુગાદિ જિનેશ્વરનું સૂર્યની કાંતિ જેવું પ્રકાશિત બિંબ જોયું. તે જોઈને તેણે એક ઘાસની ઝૂંપડી કરી તેમાં તે બિંબ પઘરાવી પુષ્પાદિકથી પૂજા કરી નિયમ ગ્રહણ કર્યો કે, “આજથી હમેશાં આ પ્રભુની પૂજા કર્યા વિના મારે ભોજન કરવું નહીં.” એવો નિયમ લઈને તે પોતાને સ્થાને ગયો. પછી એકદા ઘણી વૃષ્ટિને લીધે નદીમાં પૂર આવ્યું તેથી તે દેવપાળ નદીને સામે કાંઠે જઈ શક્યો નહીં. તેથી પ્રભુના દર્શન ન થવાથી શોક કરતો તે ઘેર પાછો ગયો. ત્યાં શ્રેષ્ઠીએ તેને ભોજન કરવા કહ્યું, ત્યારે તેણે પોતાનો નિયમ કહીને ભોજન કરવાની ના પાડી. તે સાંભળીને હર્ષિત થયેલા શ્રેષ્ઠીએ તેને કહ્યું કે, “આપણા ગૃહચૈત્યની પૂજા કરી લે.” તે સાંભળીને તેણે ગૃહચૈત્યની પૂજા કરી પણ ભોજન કર્યું નહીં. એમ કરતાં સાત દિવસ વીતી ગયા. તોપણ નદીનું પૂર ઊતર્યું નહીં. તેથી તે સાત દિવસ સુધી ભોજન રહિત જ રહ્યો. આઠમે દિવસે પૂર ઊતર્યું ત્યારે પ્રાતઃકાળે દેવપાળ તે પર્ણકુટિમાં આદિનાથની પૂજા કરવા ગયો. ત્યાં તેણે એક ભયંકર સિંહને જોયો. પણ તેનાથી જરા પણ ડર્યા વિના તેની શિયાળની જેમ અવગણના કરીને તેણે પ્રભુની પૂજા કરી. પછી તે બોલ્યો કે
त्वदर्शनं विना स्वामिन्ममाभूत्सप्तवासरी ।
अकृतार्था यथारण्यभूमिरहफलावलिः॥१॥ ભાવાર્થ-“હે સ્વામી! આપના દર્શન વિના અરણ્યમાં રહેલા વૃક્ષોના ફળસમુદાયની જેમ મારા સાત દિવસો અકૃતાર્થ (નિષ્ફળ) ગયા.”
તે વખતે તેના સત્ત્વ અને ભક્તિથી પ્રસન્ન થયેલો કોઈ દેવ બોલ્યો કે, “હે ભદ્ર! હું તારા પર પ્રસન્ન થયો છું માટે તું વરદાન માગ.” ત્યારે દેવપાળે કહ્યું કે, “હે દેવ! જો તમે પ્રસન્ન થયા હો તો મને આ ગામનું રાજ્ય આપો.” તે સાંભળીને દેવ બોલ્યો કે “આજથી સાતમે દિવસે તને અવશ્ય રાજ્ય મળશે.” એમ કહીને દેવ અદ્રશ્ય થયો. દેવપાળે પણ પોતાને સ્થાને જઈ ભોજન કર્યું.
સાતમે દિવસે ગામનો અપુત્રિયો રાજા મરણ પામ્યો. તેથી પ્રઘાન વગેરેએ પંચદિવ્ય પ્રકટ કર્યા. તે ફરતાં ફરતાં અરણ્યમાં જ્યાં દેવપાળ ઢોર ચારતો હતો ત્યાં આવ્યાં. એટલે હાથણીએ દેવપાળ પર કળશ ઢોળ્યો. તેથી પ્રથાનોએ તેને રાજ્યાભિષેક કરી ગાદી પર બેસાડ્યો. તે દેવપાળ રાજા થયો, પરંતુ તે પ્રથમ ચાકર હતો, તેથી તેની આજ્ઞા કોઈ માનતું નહીં. તેથી તેણે ખેદયુક્ત થઈ રાજ્ય આપનાર દેવને સંભાર્યો. તે પ્રકટ થયો, એટલે તેને કહ્યું કે, “હે દેવ! મારે તમારું આપેલું રાજ્ય જોઈતું નથી, મને પાછું ચાકરપણું જ આપો, કેમ કે જ્યાં મારી આજ્ઞા કોઈ માને નહીં, ત્યાં રાજ્યને શું કરવું?” તે સાંભળીને દેવે કહ્યું કે, “હું કહ્યું તેમ તું કર, એટલે તારી આજ્ઞા સર્વ કોઈ માનશે. તારે કુંભાર પાસે માટીનો એક મોટા હાથી જેવડો હાથી કરાવવો. પછી તેના પર બેસીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org