________________
૧૩૭
વ્યાખ્યાન ૩૮]. સમકિતનું ત્રીજું ભૂષણ–ક્રિયાકુશલતા એવી રીતે માયાવી એવા તેણે બાર વર્ષ સુધી વ્રતનું પાલન કર્યું, તો પણ તેની માયા કોઈના જાણવામાં આવી નહીં. કહ્યું છે કે
दत्तं प्रधानं श्रामण्यं, न तच्चालक्षि केनचित् ।।
सुप्रयुक्तस्य दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति ॥१॥ ભાવાર્થ-“ઉત્કૃષ્ટ ચારિત્ર આપ્યું, તોપણ તેની માયા કોઈએ જાણી નહીં, કેમકે અત્યંત ગુપ્ત કરેલા કપટને બ્રહ્મા પણ જાણી શકતા નથી.”
કપટમાં જ મનની એકાગ્રતાને રાખતા અને અસ્થિર ચિત્તવાળા તે માયાવી સાઘુએ યથાસ્થિત વ્રતનું ચિરકાળ પાલન કર્યું. તોપણ કાંગડું મગની જેમ તેનો એક વાળ પણ દયાના રસથી આર્ટ થયો નહીં. જોકે બાહ્યથી તે સાધુની ક્રિયામાં અને ગુરુના વિનયમાં અતિ કુશલ હોઈ ગુરુમહારાજે તેનું વિનય રત્ન” નામ રાખ્યું હતું. વિહાર કરતાં એકદા ગુરુ પાટલીપુરે પઘાર્યા. તેમનું આગમન સાંભળીને ઉદાયી રાજા ગુરુને વાંદવા આવ્યો, અને ગુરુને તથા બીજા સાઘુઓને વંદના કરી પછી ગુરુના મુખથી વ્યાખ્યાન સાંભળીને પોતાને સ્થાને ગયો. અન્યદા પર્વણીને દિવસે રાજા પ્રાતઃકાળે ઊઠી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરી અષ્ટ પ્રકારી જિનપૂજા કરી ગુરુ પાસે ગયો. ત્યાં ગુરુને ચારસોને બાણું સ્થાનકવડે ઉપશોભિત દ્વાદશાવર્ત વંદના કરી, અતિચાર આલોવી, ગુરુને નમાવીને ચતુર્થ ભક્ત (ઉપવાસ)નું પચખાણ લીધું. પછી સાયંકાળે પોતાના અંતઃપુરની પૌષધશાળામાં પૌષઘ ગ્રહણ કરવાની ઇચ્છાથી રાજાએ ગુરુને બોલાવ્યા. કહ્યું છે કે,
जं किंचि अणुठ्ठाणं, आवस्सयमाइयं चरणहेउ ।
तं करणं गुरुमूले, गुरुविरहे ठवणापुरओ ॥४॥ ભાવાર્થ-“ચરણના હેતુરૂપ જે કાંઈ આવશ્યકાદિક અનુષ્ઠાન કરવું હોય તે ગુરુની સમક્ષ કરવું. ગુરુને અભાવે સ્થાપનાચાર્યની પાસે કરવું.”
રાજાના આમંત્રણથી સૂરિમહારાજ મહેલમાં આવ્યા અને સોળ વર્ષથી ચારિત્ર લઈ વિનયથી ગુરુની એકાંત સેવા કરનાર તે માયાવી વિનયરત્ન નામના સાધુને સાથે લઈ ગયા. પછી રાજાએ ગુરુને અભિવંદના કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૌષઘ લઈ ગુરુ સાથે જ પ્રતિક્રમણ કર્યું અને પહેલો પ્રહર વીત્યા પછી પ્રતિલેખના કરી સંથારો પાથરીને તે પણ કર્યુટની જેમ ચરણને સંકોચીને સૂઈ ગયો. સૂરિ પણ ઘર્મ સંભળાવીને બીજે પહોરે સૂઈ ગયા. તે સમયે પેલા દુષ્ટ માયાવીએ કપટથી થોડી વાર સૂઈ રહી “આજ પિતાના વૈરીનું વેર લેવાનો સમય છે” એમ વિચારી નિદ્રાવશ થયેલા રાજાના કંઠપર કંકલોહની છરી મૂકી દીધી. પછી તે પાપી અભવ્ય પૌષઘશાળામાંથી નીકળી
અંડિલ જવાનું મિષ બતાવી દ્વારપાળોએ નહીં રોકવાથી રાજમહેલમાંથી નીકળી અનુક્રમે નગરની પણ બહાર નીકળી ચાલતો થયો. અહીં રાજાના કંઠમાંથી રુધિરનો પ્રવાહ નીકળ્યો. તે ગુરુના સંથારા સુધી આવ્યો. સાક્ષાતુ જાણે આપત્તિનો જ પ્રવાહ હોય તેવા તે રુધિરના સ્પર્શથી ગુરુમહારાજ જાગૃત થઈ ગયા. પછી તેવી રીતે મૃત્યુ પામેલા રાજાને જોઈ ગુરુએ વિચાર કર્યો કે, “અહો! તે દુરાત્માએ જિનશાસનને મલિન કરનાર અને યુગના અંત સુધી અપકીર્તિ કરાવનાર આવું મહા દુષ્ટ કાર્ય કર્યું, પણ હવે હું આત્મઘાત કરીને શ્રી અરિહંત દર્શનની પ્લાનિનું રક્ષણ કરું.” એમ વિચારી સૂરિએ ભવચરિમ પચખાણ કરીને તે જ છરી પોતાના કંઠપર મૂકી, જેથી તત્કાળ દેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org