________________
૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[તંભ ૧ અંગારદાહકનું દ્રષ્ટાંત-કોઈ એક અંગારા (કોયલા)નો વેપાર કરનાર કાષ્ઠ બાળીને તેના કોયલા પાડવા માટે એક પાણીનો ભરેલો ઘડો લઈ વનમાં ગયો. ત્યાં કામ કરતાં તૃષા લાગવાથી અનુક્રમે તે આખો ઘડો પાણી પી ગયો; પરંતુ માથા પર સૂર્યનો તાપ હોવાથી, પાસે કોયલા પાડવા કરેલા અગ્નિના તાપથી તથા લાકડાં કાપવાના શ્રમથી તેને અત્યંત તૃષા લાગી; તેથી પાણી વિના તે મૂછ ખાઈને નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને સ્વપ્ન આવ્યું. તેમાં તે પોતાના ઘરમાં રહેલું સર્વ જળ પી ગયો. પછી અનુક્રમે સરોવરોનું, કૂવાઓનું, નદીઓનું તથા છેવટ સઘળા સમુદ્રોનું જળ તે પી ગયો, તોપણ તેની તૃષા છીપી નહીં. પછી એક જીર્ણ કૂવામાં થોડું પાણી હતું તે લેવા માટે તેણે ઘાસનો પૂળો દોરડે બાંધીને તેમાં નાંખ્યો. તે પૂળો બહાર કાઢીને તેમાંથી નીકળતા જળબિંદુને જીભ વડે ચાટવા લાગ્યો. સમુદ્રના જળથી પણ જેની તૃષા મટી નહીં, તેની તૃષા આ પૂળામાંથી ઝરતાં જળકણથી શી રીતે નષ્ટ થાય?
આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–સ્વર્ગાદિકનાં અનેક સુખ ભોગવ્યાં છતાં જેને તૃપ્તિ થઈ નહીં તેને અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહના અલ્પ સુખથી શી રીતે તૃપ્તિ થઈ શકે? જરાવડે જર્જરિત અંગ થયા છતાં પણ તે વિષયસુખથી તૃપ્ત થતો નથી. આ પ્રમાણેની અમારી વૈરાગ્યમય વાણી સાંભળીને ઉદયન રાજાને પ્રતિબોઘ થવાથી તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી. આ ચોવીશીમાં આ છેલ્લા રાજર્ષિ છે. હવે પછી કોઈ પણ રાજા દીક્ષા લેશે નહીં. આ રાજર્ષિ આ ભવમાં જ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પામશે.”
આ પ્રમાણેની હકીકત પ્રભુના મુખથી સાંભળીને અભયકુમારે પોતાને ઘેર જઈ શ્રેણિકરાજાને કહ્યું કે, “હે સ્વામી! આપની આજ્ઞાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું, માટે આપ કૃપા કરીને મને ચારિત્ર અપાવો. કેમ કે પૂજ્ય પિતા! મોટા પુણ્યના ઉદયથી આપ જેવા જૈનધર્મી હિતકારક પિતા મળ્યા છો, અને સાક્ષાત્ જિનેશ્વર શ્રી મહાવીરસ્વામી ગુરુ મળ્યા છે; તેથી આવા સંયોગમાં પણ જો હું દુષ્કર્મના મર્મનું મથન ન કરી શકું તો પછી મારા જેવો બીજો કોણ મૂર્ખ કહેવાય?” પુત્રનાં આવાં યુક્તિયુક્ત વચન સાંભળીને રાજાએ તેને આલિંગન દઈને કહ્યું કે, “હે વત્સ! જ્યારે હું ક્રોધથી તને “અરે પાપી! મારી પાસેથી દૂર જા, મને મુખ બતાવીશ નહીં,’ એવાં વાક્ય કહ્યું ત્યારે તું વ્રત ગ્રહણ કરજે.” આ પ્રમાણેના પિતાના વચનને વિનયવાન અભયકુમારે અંગીકાર કર્યું, અને ભક્તિપૂર્વક તેમની સેવા કરવા લાગ્યો.
એકદી આકરી શીતઋતુમાં શ્રી મહાવીરસ્વામી રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રેણિક રાજા ચલણા રાણી સહિત પ્રભુને વાંદવા ગયા. પ્રભુને વાંદી દેશના સાંભળીને રાણી સહિત પાછલે પહોરે પાછા વળતાં માર્ગમાં નદીને કાંઠે એક નગ્ન સાઘુને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા જોયા. તે શાંત અને દાંત મુનિને વંદના કરીને રાજા પોતાને ઘેર આવ્યા. પછી રાત્રે શ્રેણિક રાજા ચેલણા રાણી સાથે સૂતા હતા. ત્યારે નિદ્રામાં રાણીનો એક હાથ ઓઢેલા વસ્ત્રની બહાર રહી ગયો. તે હાથ ટાઢને લીઘે ઠરી જવાથી રાણી જાગી ગઈ. પછી મુખથી સીત્કાર શબ્દ કરતી રાણીએ તે હાથ તરત જ સોડમાં લઈ લીઘો. તે વખતે પેલા નદીતીરે રહેલા વસ્ત્રરહિત મુનિનું તેને સ્મરણ થઈ આવવાથી તે બોલી કે “અહો! પ્રાણનો પણ નાશ કરે એવી ઉગ્ર ટાઢમાં તેમની શી ગતિ થતી હશે?” આ તેનું વાક્ય અકસ્માત્ જાગેલા રાજાના સાંભળવામાં આવ્યું; તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org