________________
૧૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૪ છે તેથી બીજો એવો કોઈ કાળ બાકી રહેતો નથી કે જે કાળે મોક્ષના હેતુભૂત બીજી ક્રિયા કરી શકાય. માટે સાધનના અભાવે સાધ્ય (મોક્ષ)નો પણ અભાવ છે એમ સિદ્ધ થાય છે. બીજા વાક્યમાં–તે આ ગુહા (મોક્ષરૂપી ગુહા) સંસારની આસક્તિવાળા જીવોને સુરવાહા (દુઃખે કરીને પ્રવેશ કરી શકાય તેવી) છે; તથા વ્ર બે છે–પર અને અપર. તેમાં પરબ્રહ્મ તે સત્ય જ્ઞાન અને અપર બ્રહ્મ, તે અનંતર બ્રહ્મ (મોક્ષ) છે. આ પ્રમાણે વેદ પદોનો અર્થ કરીને તું એમ વિચારે છે કે–પ્રથમના વેદવાક્યથી મોક્ષ નથી એમ સિદ્ધ થાય છે, અને બીજા પદોથી મોક્ષ છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે અર્થ કરવાથી તેને સંશય થયો છે કે આ વાક્યોમાં કયા વાક્યને પ્રમાણ ગણવું? પરંતુ તે પ્રભાસ! એ વેદ પદોનો અર્થ હું કહું છું એ પ્રમાણે કરવો. જે અગ્નિહોત્ર છે તે યાવજીવ કરવો. તેમાં જે વા શબ્દ કહેલો છે તેથી એમ સમજવું કે, સ્વર્ગના ઇચ્છકે જીવિત પર્યત કરવું, પરંતુ “મુમુક્ષુ પુરુષોએ મોક્ષના સાઘનભૂત ક્રિયાનુષ્ઠાન કરવું.” આ અર્થ યોગ્ય છે. તથા હે સૌમ્ય! તું એમ પણ માને છે કે દીવો બુઝાઈ જાય છે તેમ જીવનું નિર્વાણ થાય છે! તે બાબતમાં કેટલાક સૌગતો (બૌદ્ધમતિઓ) કહે છે કે
दीपो यथा निर्वृतिमभ्युपैति, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित्, स्नेहक्षयात्केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा निर्वृतिमभ्युपैति, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् क्लेशक्षयात्केवलमेति शान्तिम् ॥२॥
ભાવાર્થ-“જેમ દીવો નિવૃતિ પામે છે (ઓલાઈ જાય છે, ત્યારે તે પૃથ્વી પર કોઈ જગ્યાએ જતો નથી, આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી, તેમજ કોઈ વિદિશામાં જતો નથી; પરંતુ સ્નેહ (તેલ)નો નાશ થવાથી (થઈ રહેવાથી) કેવળ શાંતિને જ પામે છે; તેવી રીતે જીવ નિવૃતિ પામે છે ત્યારે તે પૃથ્વી પર ક્યાંય જતો નથી, આકાશમાં જતો નથી; કોઈ દિશામાં જતો નથી, તેમજ કોઈ વિદિશામાં જતો નથી, પરંતુ ક્લેશનો (કર્મનો અથવા સંસારનો) ક્ષય થવાથી કેવળ શાંતિને જ પામે છે.” મોક્ષ એટલે અભાવ અર્થાત્ જીવનો જ નાશ થાય છે એમ શુન્યવાદી (બૌદ્ધ) માને છે. આમ માનવું તે અસત્ય છે. કેમકે જૈનશાસનમાં કહ્યું છે કે
केवलसच्चिद्दर्शनरूपाः सर्वार्त्तिदुःखपरिमुक्ताः ।
मोदन्ते मुक्तिर्गता जीवाः क्षीणान्तरारिगणाः॥१॥ ભાવાર્થ-“ક્ષીણ થયા છે અત્યંતર શત્રુસમૂહ જેના એવા જીવો મુક્તિમાં જઈને સર્વ આર્તિ ને દુઃખથી મુક્ત થઈને કેવળ સત્ ચિત્ (જ્ઞાન) દર્શન રૂપે હર્ષ પામે છે. અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત અનંત આનંદમાં લીન થાય છે. અર્થાત્ જીવનો નાશ થતો નથી.”
દીપનું ઉદાહરણ સર્વથા નાશ તરીકે આપ્યું છે તે યોગ્ય નથી, તેનું કારણ એ છે કે–દીપકના અગ્નિનો કાંઈ સર્વથા નાશ થતો નથી; પરંતુ તે અગ્નિ અન્ય પરિણામ પામે છે. જેમ દૂઘનું પરિણામ દહીં વગેરે થાય છે તેમ અથવા અન્ય પરિણામ પામીને ચૂર્ણરૂપ થયેલા ઘટનો જેમ સર્વથા નાશ નથી થતો તેમ દીપકના અગ્નિનો સર્વથા નાશ થતો નથી. અહીં કોઈ શંકા કરે કે-જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org