________________
વ્યાખ્યાન ૩૯]. સમકિતનું ચોથું ભૂષણ-અંતરંગ ભક્તિ
૧૩૯ रूवविणिज्जियसुरवरतरुणिं, रइरससायरतारणतरणिं ।
તyપહાસીયનવતરપિ, સં સં સાનિય હરડુસ રમી રાા. ભાવાર્થ-“ભ્રમરના સમૂહ જેવો જેનો શ્યામ કેશપાશ છે, જેનું કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું શોભે છે, કામદેવના આંદોલન (હીંચકા) જેવા જેના કર્ણ છે, જેણે પોતાના સ્વરૂપથી દેવાંગનાઓને જીતી લીધી છે, જે ક્રીડારસનાં સાગરને તરવામાં પ્રવહણ સમાન છે, જેણે શરીરની કાંતિથી નવા ઊગતા સૂર્યને પણ દાસરૂપ કર્યો છે, એવી જે જે યુવતી સ્ત્રીઓને તે જોતો તે તે સ્ત્રીઓનું તે હરણ કરતો હતો.” - તેના દુઃખથી વ્યાકુળ થયેલા પૌરજનોએ રાજાને વિજ્ઞપ્તિ કરી, ત્યારે રાજા પોતે તે ચોરની શોઘ કરવા નીકળ્યો. પાંચમે દિવસે રાતે રાજાએ કોઈ પુરુષને ગામમાંથી સુગંઘી વસ્તુઓ, તેલ અને તાંબૂલ વગેરે લેતાં જોયો. તે જ પુરુષને ચોર જાણીને રાજા તેની પાછળ ચાલ્યો. તે પુરુષ અરણ્યમાં જઈ એક મોટી શિલાથી ઢાંકેલા પોતાના ગુણગૃહમાં જવા માટે તે શિલાને ઉપાડવા જતો હતો, તેટલામાં રાજાએ ખગ્નવડે તેનો શિરચ્છેદ કર્યો. પછી રાજાએ પૌરજનોને બોલાવીને તે ગુપ્તગૃહમાંથી બધાને પોતપોતાની વસ્તુઓ આપી; તથા સર્વ સ્ત્રીઓને બહાર કાઢી જેની હતી તેને સોંપી. તેમાં એક સ્ત્રી તે પરિવ્રાજકના કામણથી અસ્થિ મજ્જ પર્યત તેના પર રાગી થઈ હતી, તેથી તેણે પરિવ્રાજકની પાછળ બળી મરવાનો નિશ્ચય કર્યો, પણ પોતાના સ્વામી પાસે રહેવાની તેની ઇચ્છા થઈ નહીં. તેવામાં કોઈ મંત્ર જાણનારે તેના સ્વામીને કહ્યું કે, “જો તે પરિવ્રાજકના અસ્થિને પાણીમાં ઘસીને તેને પાવામાં આવે તો તે પરિવ્રાજકે કરેલું કામણ દૂર થશે અને તે સ્ત્રી સ્વસ્થતા પામશે.” તે સાંભળીને તે સ્ત્રીના ભતરે તેમ કર્યું, એટલે તેનો સ્નેહ પરિવ્રાજક પરથી ઊતરી ગયો અને પોતાના ભક્નર પર થયો.
આ દ્રષ્ટાંતનો ઉપનય (તાત્પર્ય એ છે કે જેમ તે સ્ત્રીએ પરિવ્રાજક ઉપર દ્રઢ અનુરાગ કર્યો હતો, તેવો દ્રઢ અનુરાગ જો જૈનધર્મ પર કરવામાં આવે, તો અવશ્ય મોક્ષપદની પ્રાપ્તિ થાય. આ સંબંઘમાં જીર્ણ શ્રેષ્ઠીની કથા છે તે નીચે પ્રમાણે
જીર્ણ શ્રેષ્ઠીની કથા ध्यातः परोक्षेऽपि जिनस्त्रिभक्त्या, जीर्णाभिधश्रेष्ठीवदिष्टसिद्ध्यै । सिन्धुप्रवृद्ध्यै कुमुदौघलक्ष्म्यै, चकोरतुष्ट्यै विधुरभ्रगोऽपि ॥१॥
ભાવાર્થ-જેમ વાદળામાં રહેલો પણ ચંદ્ર સાગરની વૃદ્ધિને માટે, કુમુદના સમૂહની લક્ષ્મી માટે (તેનો વિકાસ કરવા માટે) અને ચકોર પક્ષીની પ્રીતિને માટે થાય છે તેમ પરોક્ષ રહેલા જિનેશ્વરનું પણ મન, વચન, કાયા વડે શુદ્ધ ભક્તિથી ધ્યાન કર્યું હોય, તો તે જીર્ણશ્રેષ્ઠીની જેમ ઇષ્ટસિદ્ધિને માટે થાય છે.
વિશાલા નગરીના ઉદ્યાનમાં શ્રી મહાવીર સ્વામી ચાતુર્માસી તપ કરીને પ્રતિમા ઘારણ કરી રહ્યા હતા. તે નગરના રહેવાસી જીર્ણ શ્રેષ્ઠીએ પ્રભુને જોઈ વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ! આજે પારણા માટે મારે ઘેર લાભ દેવા પધારજો.” એમ કહીને તે શ્રેષ્ઠી પોતાને ઘેર ગયા. ભોજન સમયે તેણે ઘણી વાર સુધી પ્રભુની રાહ જોઈ, પણ પ્રભુ તો આવ્યા નહીં. ત્યારે બીજે દિવસે “આજે છઠ્ઠનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org